SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ तत्त्वन्यायविभाकरे માટે જ કહ્યું કે- “અવગાહી જીવ આદિ દ્રવ્યોનો એકીસાથે અવગાહ તથાચ આધેયભૂત સઘળા દ્રવ્યોના યુગપત્ (એકીસાથે) અવગાહના પ્રત્યે અસાધારણ નિમિત્તકારણ, આકાશ સિવાય બીજું કોઈપણ દ્રવ્ય થતું નથી. આ પ્રમાણે આકાશપદાર્થની સિદ્ધિ. શંકા- સર્વ દ્રવ્યોના યુગપદ્ અવગાહના પ્રતિ અસાધારણ-નિમિત્ત રૂપ આવરણ પ્રતિબંધકનો અભાવ જ રહો ! શા માટે આકાશ-એમ કહેવાય છે? સમાધાન- સર્વથા અધિકરણ રૂપ નથી, એવો અભાવનો સિદ્ધાંત વ્યાજબી નથી. તે પ્રતિબંધક અભાવના આધાર રૂપ આકાશ જ કહેવાય છે. શંકા- ધર્મ આદિ દ્રવ્યોની માફક આકાશને પણ અવગાહ આપનાર રૂપે બીજું દ્રવ્ય માનવું જ પડશે ને? સમાધાન- તે આકાશદ્રવ્ય કરતાં વધારે વ્યાપક બીજું દ્રવ્ય નથી, માટે આકાશદ્રવ્ય અવગાહક બનતું નથી અને ધર્મીગ્રાહકપ્રમાણથી (સાધ્યધર્મ વિશેષણ વિશિષ્ટ ધર્મીસાધક અનુમાનથી) તે આકાશની અવગાહ્યપણાએ સિદ્ધ છે, અર્થાત્ આકાશ અવગાહ્ય કહેવાય છે. આ પ્રમાણે જ જે જે આધદ્રવ્ય છે, તે તે આધારવાળું છે. આવી વ્યાપ્તિથી આકાશ છે, કેમ કેઆયભૂત દ્રવ્યોના સાધારણપણાની અન્યથા અનુપપત્તિ-વ્યતિરેક વ્યાપ્તિ છે. તે અનુમાન પ્રમાણથી સર્વ આધેયભૂત ધર્માદિ દ્રવ્યોના આધારની અપેક્ષાએ આકાશની સિદ્ધિ છે. (જ્યાં જ્યાં દ્રવ્યનિષ્ઠ સાધારણત્વાભાવ છે, ત્યાં ત્યાં દ્રવ્યત્વનો અભાવ છે-એમ વ્યતિરેક વ્યાપ્તિ સમજવી. જ્યાં જ્યાં જે જે દ્રવ્ય છે, ત્યાં ત્યાં તે તે સાધાર છે (આધેય છે)- એમ અન્વયે વ્યાપ્તિ જાણવી.) શંકા- તે આકાશ પણ દ્રવ્ય છે, માટે આકાશમાં આધેયત્વ થશે જ-આકાશનો પણ આધાર માનવો પડશે જ. જો આકાશનો-આધારનો આધાર માનવા જતાં અનવસ્થા (એક જાતનો તર્કદોષ-અનવસ્થા-નૃપ્તવસ્તુ सजातीयवस्तु परंपरा कल्पनस्य विरामाभावः यथाजातौ जात्यंतरं तत्रापि जात्यंतरं इत्येवं तत्र तत्र जात्यंतर स्वीकारेऽनवस्था) સમાધાન- ધર્મીગ્રાહક-પ્રમાણ દ્વારા આધાર માત્ર સ્વરૂપપણાની જ સિદ્ધિ છે. અર્થાતું આકાશ રૂપ ધર્મીદ્રવ્ય ન માનવામાં આવે, તો સ્થાનના અભાવમાં ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની ક્યાં સ્થિતિ થાય? વાસ્ત સર્વનું આધારભૂત જે દ્રવ્ય, તે આકાશ છે. શંકા- ઠીક છે પરંતુ આપે જે વ્યાપ્તિ રજુ કરી હતી કે- જે જે દ્રવ્ય છે તે તે સાધાર છે, એ ઠીક નથી; કેમ કે-સાધારણત્વ રૂપ સાધ્યના અભાવવાળા આકાશમાં દ્રવ્યત્વ રૂપ હેતુ રહેવાથી વ્યભિચાર નામક દોષ કેમ નહિ આવે? સમાધાન-“સીધા રૂપ ધર્મરૂપ સાધ્યની સિદ્ધિ પહેલાં વ્યભિચાર રૃરિત નથી થયો અને સાધ્યની સિદ્ધિ બાદ તે વ્યભિચારની સ્કૂર્તિ અકિંચિકર અસમર્થ છે. (ધર્મ અને અધર્મ-એ બે જ આધાર થશે, ભિન્ન આકાશદ્રવ્યથી સર્યું.” આમ નહિ બોલવું, કેમ કે-તે ધર્મદ્રવ્ય ગતિસહાયક છે. તે અધર્મદ્રવ્ય સ્થિત સહાયક છે. વળી નિયમ છે કે અન્યથી સાધ્યકાર્ય અન્ય સાધી શકતો નથી. જો એમ ન માનવામાં આવે, તો અતિપ્રસંગ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy