SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ સૂત્ર-૩૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૨૩૯ प्रविशत्यपूर्वकरणं प्रस्थित एवं ततः परं स्थानम् । तदपूर्वकरणमिष्टं कदाचिदप्राप्तपूर्वत्वात् ॥२॥ ततोऽप्युत्तरोत्तरविशोधिस्थानप्राप्त्या अनिवृत्तिस्थानं भवति । परस्परं नातिवर्तन्ते इत्यनिवृत्तयः, परस्परतुल्यवृत्तय इत्यर्थः, सम्पराया:-कषायास्तदुदयो बादरो येषां ते बादरसम्परायाः, अनिवृत्तयश्च ते बादरसम्परायाश्चेत्यर्थः, ते उपशमकाः क्षपकाश्च, तेषां धर्मध्यानं भवति ॥९-३८॥ ટીકાર્થ– ૨ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. કષાય શબ્દનો પ્રત્યેક શબ્દની(=ઉપશાંત અને ક્ષીણ એ બંને શબ્દની) સાથે સંબંધ છે. જેના કષાયો ઉપશાંત થયા છે તે ઉપશાંતકષાય. અગિયારમાં ગુણસ્થાને રહેલ સાધુ ઉપશાંતકષાયછેક્ષયપામ્યા છે કષાયો જેનાતેક્ષીણકષાય. ઉપશાંતકષાયો ભસ્મથી(=રાખથી) ઢંકાયેલા અગ્નિ જેવા છે. ક્ષીણકષાયો સંપૂર્ણ બુઝાયેલા અગ્નિની જેમ સંપૂર્ણપણે નાશ કરાયેલા છે. ઉપશાંતકષાય અને ક્ષીણકષાય એ બેને અને અપ્રમત્તસંયતને ધર્મધ્યાન હોય છે. તેમાં ઉપશાંતકષાય અને ક્ષીણકષાયનું સ્વરૂપ જાણવા માટે નીચેના ત્રણ ગુણસ્થાનોની પ્રરૂપણા અવશ્ય કરવી જોઈએ. અન્યથા તે બેનું પૂર્ણ જ્ઞાન જ ન થાય. અપૂર્વકરણ– અપ્રમત્તગુણસ્થાનથી અસંખ્ય વિશુદ્ધિસ્થાનો સુધી આરોહણ કરીને અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. સમયે સમયે સ્થિતિઘાતરસઘાત-સ્થિતિબંધ-ગુણશ્રેણી ગુણસંક્રમોનું અપૂર્વ અપૂર્વ (પૂર્વે ન કર્યું હોય તેવું) કરવું તે અપૂર્વકરણ. અથવા સંસારમાં પૂર્વે (ક્યારેય) પ્રાપ્ત ન કર્યું હોય તે અપૂર્વકરણ. આ ગુણસ્થાનમાં કોઇપણ પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય થતો નથી. ઉપશમ કરવામાં તત્પર થવાના કારણે ઉપશમને આગળ કરવાથી(=ઉપશમના લક્ષવાળો બનવાથી) “ઉપશમક' એમ કહેવાય છે અને ક્ષય કરવાને યોગ્ય બનેલો હોવાથી “ક્ષપક' એમ કહેવાય છે. કહ્યું છે કે શુદ્ધ વેશ્યાવાળો તે ત્યારબાદ ક્ષપકશ્રેણીને સ્વીકારીને ઉપરના ધ્યાનમાં ચઢે તો તે ચારિત્રનો ઘાત કરનારી સઘળી મોહપ્રકૃતિઓને
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy