SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૧૬૩ માનનો થોડો ભાગ બાકી રાખીને માયાને ખપાવવાનું શરૂ કરે છે. આમ પૂર્વના કષાયનો થોડો ભાગ બાકી રાખીને પછીના કષાયને ખપાવે છે. પછી ઉત્ત૨ની સાથે પૂર્વનું બાકી રહેલું બધું ખપાવે છે. સંજવલન લોભના સંખ્યાત ભાગ બાકી રહે ત્યાં સુધી આ પ્રમાણે કરે છે. સંખ્યાતમા ભાગના (સંખ્યાત ભાગનો છેલ્લો એક ભાગ બાકી રહે ત્યારે છેલ્લા ભાગના) પણ અસંખ્ય ભાગ કરે છે. દરેક ભાગને એક એક સમયે ખપાવે ત્યારે તે સૂક્ષ્મસં૫રાયસંયમી થાય છે. સંપૂર્ણ મોહનીયના ઉપશમમાં અગિયારમા ગુણસ્થાનને પામે છે અને ઉપશાંત કષાયવાળો તે યથાખ્યાતસંયમી થાય છે. સંપૂર્ણ મોહસમુદ્રને તરી ગયેલો ક્ષપકનિથ યથાખ્યાતસંયમી થાય છે. અથ શબ્દ યથા શબ્દના અર્થવાળો છે. ભગવાને સંયમ જેવું કહ્યું છે તેવું આ જ છે. ભગવાને સંયમ કેવું કહ્યું છે ? કષાયરહિત સંયમ કહ્યું છે. તે સંયમ અગિયારમા અને બારમા ગુણસ્થાને હોય. કારણ કે તેમાં કષાયો ઉપશાંત અને ક્ષીણ થઇ ગયા હોવાથી કષાયનો અભાવ છે. આ પ્રમાણે પાંચ પ્રકારનું ચારિત્ર છે. આઠ પ્રકારના કર્મના સંચયને ખાલી ક૨વાના કા૨ણે ચારિત્ર કહેવાય છે. તત્ત્વ પુજ્ઞાાષુિ વિસ્તરેળ વક્ષ્યામ: તે ચારિત્રને હવે પછી પુલાક આદિના (૪૮મા) સૂત્રમાં પુલાક આદિના ભેદોમાં સામાયિકાદિ પાંચેય પ્રકારનું સંયમ પુલાકાદિ નિગ્રંથોમાં વિસ્તારથી વિચારાશે. (૯-૧૮) टीकावतरणिका - उक्तं चारित्रं प्रकीर्णकं च तपः, सम्प्रत्यनशनादिकं तपो भण्यते ટીકાવતરણિકાર્થ– ચારિત્ર અને પ્રકીર્ણક તપ કહ્યો. હવે અનશનાદિ તપને કહેવાય છે— બાહ્ય તપના છ ભેદો— अनशनावमौदर्यवृत्तिपरिसङ्ख्यानरसपरित्यागविविक्तशय्याऽऽसनकायक्लेशा बाह्यं तपः ॥ ९-१९॥
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy