SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૧૮ સૂક્ષ્મ છે સંપરાય જેમાં તે સૂક્ષ્મસંપરાય. સૂક્ષ્મ એટલે અલ્પભાગવાળો. કષાય સંસારભ્રમણનું કારણ છે. ઉપશાંત થયેલો પણ કષાય અતિશય અલ્પ નિમિત્ત મળવાથી ફરી પ્રગટે છે. જેવી રીતે બળેલું અંજનવૃક્ષ જલસિંચનાદિ નિમિત્ત મળવાથી અંકુરાદિ રૂપે ફરી પૂર્વની જેવો થાય છે તે રીતે. અથવા જેમ ભસ્મથી (રાખથી) ઢાંકેલો અગ્નિ વાયુ અને કાષ્ઠાદિ નિમિત્તથી પોતાના સ્વરૂપને બતાવે છે, તેમ મુખવસ્ત્રિકા આદિમાં મમત્વરૂપ પવનથી બળતો કષાયરૂપ અગ્નિ વિશિષ્ટ અધ્યવસાયના કારણે ચારિત્રરૂપ કાષ્ઠને મૂળથી બાળતો જાય છે. ક્ષપકશ્રેણિ– ક્ષાયિકીશ્રેણી અનંતાનુબંધી ચાર કષાયો, મિથ્યાત્વમિશ્ર-સમ્યકત્વ, અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ એ આઠ કષાયો, નપુંસક-સ્ત્રીવેદ, હાસ્યાદિષર્ક, પુરુષવેદ અને સંજવલન ચાર કષાયોનો ક્ષય કરે છે. વિશુદ્ધ અધ્યવસાયવાળો અવિરત, દેશવિરત, પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયતમાંથી કોઈપણ શ્રેણિમાં ચઢે છે. તે અનંતાનુબંધી ચાર કષાયોને અંતર્મુહૂર્તમાં એકી સાથે જ ખપાવે છે. ત્યારબાદ ક્રમશઃ દર્શનત્રિકને ખપાવે છે. ત્યાર પછી પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાનાવરણને એકી સાથે જ ખપાવવાનો પ્રારંભ કરે છે. વચ્ચે આ સોળ પ્રકૃતિઓને ખપાવે છે- નરક-તિર્યંચગતિ, એની આનુપૂર્વી, એકેંદ્રિય-બેઇંદ્રિયતેઇંદ્રિય-ચઉરિદ્રિય જાતિ, આતપ-ઉદ્યોત-સ્થાવર-સાધારણ-સૂક્ષ્મનામ, પછી નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા-સ્યાનધિ. પછી પ્રત્યાખ્યાન-અપ્રત્યાખ્યાનાવરણ એ આઠ પ્રકૃતિઓના બાકી રહેલા ભાગને ખપાવે છે. પછી પૂર્વની(=ઉપશમ શ્રેણિની) જેમ શ્રેણિમાં ચઢતો પુરુષ જઘન્ય વેદને નપુંસકવેદ-સ્ત્રીવેદને ખપાવે છે. પછી હાસ્યાદિ ષકને, પછી ઉદિત પુરુષવેદને, પછી સંજ્વલનના એકે એક કષાયને ક્રમથી ખપાવે છે. પૂર્વના સંજવલન કષાયનો થોડો ભાગ બાકી રહે ત્યારે ઉત્તર સંજવલન કષાયને ખપાવવાનું શરૂ કરે છે, અર્થાત્ ક્રોધનો થોડો ભાગ બાકી રાખીને માનને ખપાવવાનું શરૂ કરે છે. પછી
SR No.022493
Book TitleTattvarthadhigam Sutram Part 09
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy