SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૪ कुशलं नारभते । परदाराभिगमनकृतांश्च इहैव वैरानुबन्धलिङ्गच्छेदनवधबन्धनद्रव्यापहारादीन्प्रतिलभतेऽपायान्प्रेत्य चाशुभां गतिम्, गर्हितश्च भवतीत्यब्रह्मणो व्युपरमः श्रेयानिति । तथा परिग्रहवान् शकुनिरिव मांसपेशीहस्तोऽन्येषां क्रव्यादशकुनानामिहैव तस्करादीनां गम्यो भवति । अर्जनरक्षणक्षयकृतांश्च दोषान्प्राप्नोति । न चास्य तृप्तिर्भवतीन्धनैरिवाग्नेः, लोभाभिभूतत्वाच्च कार्याकार्यानपेक्षो भवति । प्रेत्य चाशुभां गतिं प्राप्नोति, लुब्धोऽयमिति च गर्हितो भवतीति परिग्रहाव्युपरमः श्रेयान् I/૭-8ા. ભાષ્યાર્થ– હિંસાદિ પાંચે આશ્રવોમાં આ ભવ અને પરભવમાં અપાય(=અનર્થના) દર્શનને અને અવધના(=પાપવિપાકના) દર્શનને વિચારે. તે આ પ્રમાણે પ્રથમ હિંસાના અનર્થો-હિસ્ર=હિંસક. હિંસક સતત ઉદ્વેજનીય(ત્રાસ પમાડનારો) અને સતત અનુબદ્ધ વૈરવાળો હોય છે. હિંસક આ જ ભવમાં વધ-બંધ-પરિક્લેશને પામે છે અને પરભવમાં અશુભ(નરકાદિ)ગતિને પામે છે. તેમજ નિંદાપાત્ર બને છે. આથી હિંસાથી અટકવું એ શ્રેયસ્કર છે. તથા- અસત્યવાદી અશ્રદ્ધેય(=વિશ્વાસ નહીં કરવા યોગ્ય) થાય છે. આ જ ભવમાં જીભછેદ વગેરેને પામે છે. તેના જૂઠાવચનોથી દુઃખી થયેલા અને એથી જ) બદ્ધવૈરવાળા તે જીવોથી (જીહ્યાછેદ આદિ દુઃખોથી પણ) અધિક દુઃખનાં હેતુઓને પામે છે. અને પરભવમાં (નરકાદિ) અશુભગતિને પામે છે તથા નિંદાપાત્ર બને છે. આથી અસત્યવચનથી અટકવું એ શ્રેયસ્કર છે. તથા- પરદ્રવ્યહરણ કરવામાં આસક્તમતિવાળો ચોર સર્વને ઉગ કરનારો થાય છે. આ જ ભવમાં અભિઘાત, વધ, બંધન, હાથ, પગ, કાન, નાક ઉપરના હોઠનું છેદન, ભેદન, સર્વધનહરણ, વધ્યપાન, મારણ વગેરેને પામે છે અને પરભવમાં (નરકાદિ) અશુભગતિને પામે છે તથા નિંદાપાત્ર બને છે. આથી ચોરીથી અટકવું શ્રેયસ્કર છે.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy