________________
૨૦૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૨૧ કામી) આ મને એકાંતમાં તિરસ્કારે છે. અથવા દંપતી સિવાય અન્ય કોઈ એક પુરુષને કે કોઈ એક સ્ત્રીને તત્કાળ જે યોગ્ય હોય તે કહે.
સંયુતમ્ કૃતિ દંપતીને કે અન્યને જેનાથી રાગ=અતિશય હર્ષ ઉત્પન્ન થાય તેવી અનેક પ્રકારની એકાંતમાં થયેલી ક્રિયાથી કહેવું, અર્થાત્ એકાંતમાં અનેક પ્રકારનું થયેલું હોય તે કહેવું.
હાસ્ય રૂત્યવુિં કહેનાર પણ પરિહાસ-ક્રીડાના રાગથી(સ્વભાવથી) તેવું બોલે, આગ્રહથી નહિ, અર્થાત આવું કહેવું જ એવો આગ્રહ ન હોય કિંતુ પોતાને પરિહાસ-ક્રીડામાં મજા આવતી હોય તેથી કહે. હાસ્ય એટલે પરિહાસ. પરિહાસ એ જ ક્રીડા તે પરિહાસક્રીડા. આસક્તિ એટલે આસંગ અનુબંધ. (અનુબંધ એટલે પ્રેમ-સ્નેહ.)
આદિશબ્દ પ્રકારવચનવાળો છે, અર્થાત્ આદિશબ્દ પ્રકારના અર્થમાં છે. આથી હાસ્યક્રીડાપ્રકારોથી એવો અર્થ થાય. અથવા હાસ્યપ્રકારોથી કે ક્રીડાપ્રકારોથી એમ જુદો સંબંધ છે.
કૂટલેખક્રિયા લોકમાં પ્રતીત હોવાથી અત્યંત પ્રસિદ્ધ છે અને સુખેથી સમજી શકાય તેવી છે. અન્યમુદ્રા અને અન્યાક્ષરાદિનો વિન્યાસ કૂટલેખ તુલ્ય છે. કૂટલેખક્રિયાના અન્યનામ, અન્યમુદ્રા, અન્યાક્ષર, અન્યબિંબ અને અન્ય સ્વરૂપ એ પાંચ ભેદો છે.
અન્યનામ- સહી વગેરેમાં પોતાનું નામ લખવાને બદલે બીજાનું નામ લખવું અથવા અમુક વિગત લખે પોતે અને બીજાના નામે પ્રસિદ્ધ કરે.
અન્યમુદ્રા- જે મહોરછાપ કરવાની હોય તેના બદલે બીજી મહોરછાપ કરે.
અન્યાક્ષર- પોતાના હસ્તાક્ષરોથી લખવાના બદલે બીજાના હસ્તાક્ષરોથી લખે.
અન્યબિંબ– પોતાના જેવા અક્ષરો હોય તેનાથી જુદી જાતના અક્ષરોથી લખે. ૧. સામી ર વ્યવસ્થા પ્રારેડવયવે તથા !
વતુર્વર્થેમેઘાવી બદ્રિ પર્વે તુ થયેત્ (ષડ્રદર્શન સમુચ્ચય કા.૪ની ટીકામાં)