SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૧ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ ૨૦૭ સાકારમંત્ર. સાકારમંત્રને સ્વયં જાણીને અસૂયાથી પ્રગટ કરે તે સાકારમંત્ર ભેદ. ભેદ એટલે પ્રકાશિત કરવું. મિથ્થોપદેશ આદિ શબ્દોનો દ્વન્દ સમાસ કર્યો છે. આ પાંચ અતિચારો સ્થૂલ અસત્યવિરતિના છે. હવે ભાષ્યને અનુસરવામાં આવે છે આ એટલે સૂત્રમાં કહેલા. પાંચ એટલે મિથ્થોપદેશ વગેરે પાંચ જ. સ્થૂલ અસત્યના ત્યાગમાં અસત્ય ન બોલવું જોઇએ. તેથી આ અતિચારો સત્યવચનના છે. “તત્ર મિથ્થો” રૂત્યાદ્રિતે પાંચ અતિચારોમાં મિથ્થોપદેશ આ છે- પ્રમત્તનું પરને પીડા ઉત્પન્ન કરનારું વચન મિથ્થોપદેશ છે. જેમકે ગધેડાઓને અને ઊંટોને વહન કરાવોઃકામમાં જોડો, ચોરોને હણો. અર્થ (હકીકત) જે રીતે રહેલો છે તે પ્રમાણે વચનોપદેશ સત્ય છે. તેનાથી વિપરીત અયથાર્થ વચનોપદેશ છે. જેમકે સંદેહને પામેલા બીજાએ જે રીતે અર્થ પૂછ્યો તે પ્રમાણે ઉપદેશ ન આપે. વિવારેષ' રૂત્યાદિ વિવાદ એટલે કલહ. અતિસંધાન એટલે છેતરવું. કલહમાં કોઈ એકને છેતરવાનો ઉપદેશ આપે. આદિ શબ્દથી જુગારનું ગ્રહણ કરવું. ઈત્યાદિ આવા પ્રકારનો સઘળો જ ઉપદેશ મિથ્થોપદેશ જાણવો. “હ” રૂત્યાદ્રિ રહસ્યમાં એકાંતમાં કહેવું છે રહસ્યાભ્યાખ્યાન. છેતરવાની બુદ્ધિથી સ્ત્રી અને પુરુષને પરસ્પર કહેવું. જેમકે- જો સ્ત્રી વૃદ્ધ હોય તો તેને કહે કે આ તારો પતિ કુમારીમાં આસક્ત છે. જો સ્ત્રી તરુણી હોય તો એમ કહે કે આ તારો પતિ પ્રૌઢચેષ્ટાવાળી એવી મધ્યમવયવાળી સ્ત્રીમાં આસક્ત છે અથવા આ તારો પતિ કઠોરકામ(મૈથુન સેવવામાં બળવાન) છે કે મૃદુકામ(મૈથુન સેવવામાં કમજોર) છે, એમ હસે. તથા પતિની આગળ સ્ત્રીને ખોટો આરોપ આપે. પતિને કહે કે તારી પત્ની તારી નિંદા કરે છે કે કામગદંભ(=અતિશય ૧. સત્ય પાત પરપીડી વડા તોડપિ શૂય યાત્ શિવો નર તિઃ II (યોગશાસ્ત્ર પ્ર.૨ ગ્લો.૬૧) ૨. આ ટીકામાં ને યથાર્થ થી પ્રારંભી વન-પદ્દેશક ત્યાં સુધીનો પાઠ મને અશુદ્ધ જણાય છે. તેથી તેટલો પાઠ સિદ્ધસેન ગણિકૃત ટીકામાંથી અહીં કાઉંસમાં લીધો છે એ પાઠ પ્રમાણે અનુવાદ કર્યો છે. [વથા અર્થઃ સ્થિત તથા વવનોપવેશ: સાધુ, તપિરીતસ્વયથાર્થવવનો પવેશ:]
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy