SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ૧૭૯ સંલેખના કરીને– આ તપોથી આત્માને શરીરને) પાતળું કરીને વિશેષથી રૂક્ષ કરીને લોહી-મેદ-માંસ આદિની હાનિ કરીને, કષાયોને દૂર કરીને, ગૃહસ્થવ્રતોને છોડીને, સંયમને સ્વીકારીને અશનાદિ ચાર પ્રકારના કે સમાધિ રહે તે રીતે ત્રણ પ્રકારના આહારનું પ્રત્યાખ્યાન કરીને. યાવજીવ– વિશિષ્ટ અવધિ સુધી. ભાવના-અનુપ્રેક્ષામાં તત્પર– ભાવનાઓ પૂર્વે (પ્રસ્તુત અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં) કહી છે. અનુપ્રેક્ષાઓ નવમા અધ્યાયમાં (૭મા સૂત્રમાં) કહેવાશે. તેમાં તત્પર એટલે તેમાં જ ચિત્તને રાખનારો અને તેના જ અધ્યવસાયવાળો થાય. સ્મૃતિબહુલ– મહાવ્રત વગેરે જેની પ્રતિજ્ઞા કરી છે તે સર્વનું સ્મરણ કરે. જેની સ્મૃતિ ચોરાઈ ગઈ છે(= જતી રહી છે) એવા પ્રમાદીને નિર્જરા ન થાય. સમાધિબહુલ- સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા. ચિત્તની સ્વસ્થતા જેને ઘણી છે તે સમાધિબહુલ છે, આર્ત-રૌદ્રધ્યાનથી યુક્ત નથી. ઉત્તમાર્થ-આરાધક- આ પ્રમાણે કરતો તે ઉત્તમાર્થના=પ્રકૃષ્ટ પુરુષાર્થનો, અર્થાત્ મોક્ષનો આરાધક થાય છે. (૭-૧૭) भाष्यावतरणिका- एतानि दिग्वतादीनि शीलानि भवन्ति । 'निःशल्यो व्रतीति वचनादुक्तं भवति व्रती नियतं सम्यग्दृष्टिरिति तत्र ભાષ્યાવતરણિકાર્થ– આ દિવ્રતાદિ વ્રતો શીલ છે. નિ:શો વ્રતી (સૂ.૧૩) એવા સૂત્રથી વ્રતી નિયમા સમ્યગ્દષ્ટિ હોય એમ કહેલું થાય છે. તેમાં– टीकावतरणिका-सम्प्रति व्याख्यातस्वरूपाणि शीलानि निगमयति'एतानी'त्यादिना उत्तरसूत्रस्य च सम्बन्धमाचष्टे, दिक्षु व्रतं दिग्व्रतं, तदादौ येषां तान्येतानि दिग्व्रतादीनि सप्तापि सह संलेखनया शीलानि भवन्ति, शील्यन्ते-अभ्यस्यन्ते समाचीयन्ते आत्मनि पुनः पुनरिति
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy