SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ રાજદર R ૬૪૨૦) કહેવાય. વળી શાસ્ત્ર કહ્યું છે કે, “જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષયથી વિમુક્ત આત્માઓ અનંત, અન્યોન્ય બાધા વગર અવગાહીને સુખને પામેલા સુખી તરીકે રહે છે.” શંકા-વળી અહીં સકલકર્મરહિત આત્માઓની લોકાન્ત-લોકના પાર-છેડા સુધી ગતિ-ગમન કેવી રીતે? અથવા સકલ કર્મરહિત આત્માઓની ગતિનો સ્વીકાર કરો તો સર્વદા-કાયમની-નિત્ય ગતિ કેમ નથી થતી? સમાધાન–ચક્રને પ્રથમ દંડથી ભમાવી દંડ કાઢી લીધા બાદ પણ ચક્ર ભમતું રહે છે. એટલે અહીં જેમ “પૂર્વપ્રયોગ-પૂર્વ આવેશના વશથી ભ્રમણ થતું મનાય છે તેમ અહીં સકલકર્મરહિત આત્માઓની એક સમયની જ ઉર્ધ્વગતિ વિરોધ બાધા વગરની પ્રમાણસિદ્ધ-પુરવાર ઠરેલ હોઈ કોઈ પ્રકારનો દોષ નથી. અંત ભાગે તીણ ઘારા સરખી પાતળી છે. તે સિદ્ધશિલાની ઉપર ૧ જોજન દૂર લોકનો અંતભાગ છે, તે એક જોજનનો ચોથો ભાગ ૧ ગાઉ તેના છઠ્ઠા ભાગમાં શ્રી સિદ્ધોની અવગાહના છે. જે કરણથી સિદ્ધાંતમાં કહ્યું છે કે "ઈલતુ પ્રાગભારાની ઉપર નિશ્ચય ૧ યોજનને વિષે જે ૧ કોશ છે તે કેશના-ગાઉના છઠ્ઠા ભાગમાં શ્રી સિદ્ધોની અવગાહના કરી છે. ૧ તે જોજનના ૨૩ ભાગ ખાલી છે ને એક ચોવીશમા ભાગમાં સિદ્ધની અવગાહના છે. તે પ્રમાણે એક ગાઉના ૨૦૦૦ ધનુષ થાય છે, તેનો છન્ને ભાગ ૩૩૩ ધનુષ ઉપરાંત અર્ધ ધનુષના ત્રણ ભાગ કરે તેવા ૨ ભાગ એટલે એક તૃતીયાંશ , ધનુષ થાય છે. સિદ્ધ પરમાત્માના આત્મપ્રદેશોની અવગાહના ઉત્કૃષ્ટથી પણ એટલી જ હોય છે, અધિક અવગાહના હોતી નથી. સિદ્ધતમાં પણ કહ્યું છે કે, ૩૩૩ ધનુષ તથા એક ધનુષ્યનો ત્રીજો ભાગ એ પ્રમાણે સિદ્ધોની (અર્થાત ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગ એટલી સિદ્ધ પરમાત્માની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. કારણ કે, ૫૦૦ ધનુષ્યથી અધિક અવગાહનાવાળા જીવ મોયો જતા નથી તેથી ૫૦૦ નો , (બે તૃતીયાંશ) ભાગ એટલો જ હોય છે. x જે સ્થાને એક જીવ મોક્ષે ગયો હોય તે જ સ્થાને બીજા પણ ઘણા જીવો મોક્ષે ગયા હોય છે, અને તે સર્વ અનન્ત સિદ્ધ નિશ્ચયથી લોકના ઉર્ધાન્તને જ સ્પર્શનારા હોય છે. અર્થાત્ સંપૂર્ણ એક સિદ્ધના અવગાઢ ક્ષેત્રમાં બીજા અનંત સિદ્ધો (તેટલી જ અવગાહનાએ) અવગાહેલા છે, વળી તેઓના (સંપૂર્ણ અવગાહી સિદ્ધોના) એકેક પ્રદેશને આકમીને (દાબીને) પ્રત્યેક પ્રદેશે પણ જે સિદ્ધો (તેટલી જ અવગાહનાએ) અવગાહેલા છે, વળી તેઓના (સંપૂર્ણ અવગાહી સિદ્ધોના) એકેક પ્રદેશને આકમીને (દાબીને) પ્રત્યેક પ્રદેશે પણ જે સિદ્ધો અવગાહી રહેલ છે તે પણ અનંત અનંત છે. એ પ્રમાણે બે-ત્રણચાર-પાંચ ઈત્યાદિ પ્રદેશવૃદ્ધિએ આક્રમી રહેલા સિદ્ધો પણ પ્રત્યેકે અનંત અનંત છે. તથા તે સિદ્ધના અવગાહષેત્રના એકએક પ્રદેશ છોડીને રહેલા જે સિદ્ધો તે પણ પ્રત્યેકે અનંત અનંત છે. એ પ્રમાણે છોડીને રહેલા જે સિદ્ધો તે પણ પ્રત્યેકે અનંત અનંત છે. એ પ્રમાણે પ્રદેશની હાનિવૃદ્ધિએ અવગાહેલા સિદ્ધો સંપૂર્ણ ક્ષેત્રાવગાહી સિદ્ધોથી અસંખ્યગણ જેટલા અધિક છે. અને તેથી એક સિદ્ધ પોતાના અતિ નિર્મલ અને પરસ્પર અવગાયેલા સર્વ આત્મપ્રદેશો વડે અનંત સિદ્ધાને સ્પર્શે છે અને પૂર્વે દર્શાવેલા ભિન્ન ભિન્ન ક્ષેત્રાવગાહનાના ભેદોરૂપ દેશ અને પ્રદેશો વડે નિશ્ચય તેથી પણ અસંખ્ય ગુણ (એક સિદ્ધના અવગાહેલા આકાશ પ્રદેશ અસંખ્ય છે, ને પ્રત્યેક આકાશપ્રદેશને આ કમીને અનંત અનંત અવગાહેલા છે. તો પ્રદેશ હાનિવૃદ્ધિએ રહેલા સિદ્ધ સંપૂર્ણાવગાહી અનંતાસિદ્ધથી અસંખ્ય ગુણ અનંત થઈ શકે છે) સિદ્ધોને સ્પર્શે છે. * કુંભારનું ઉપકરણ : ચક, હિંચકો, બાણ, યંત્રમાંથી કે ગોફણમાંથી છોડેલા ગોળ વિગેરેથી ગતિ જેમ સ્પષ્ટપણે પૂર્વ પ્રયોગથી (ચકને પ્રથમ દંડથી ભમાવી દંડ કાઢી લીધા બાદ પણ ચક ભમતું રહે છે તે પૂર્વપ્રયોગથી ભ્રમણ થતું ડાકોર આ રીતે કરી શકે
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy