SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ જે ૪૧૦ વાલિત- વિરાજીCRાવERE (૪૧૯) ની હવે કેટલાક લોકો “સિદ્ધો નિયત દેશમાં રહેનાર નથી' એમ માને છે. વળી કહ્યું છે કે, “જ્યાં ક્લેશ(કર્મ)નો ક્ષય ત્યાં વિજ્ઞાન સ્થિતિ કરે છે. અને અહીં સર્વથા તે ક્લેશનો અભાવ હોવાથી કદાચિત આ વિજ્ઞાનને રહેવામાં બાધા આવતી નથી.” એટલે આવા મતનું નિરસન કરવા ખાતર બોલે છે કે “લોકના અગ્રભાગે ગયેલા-રહેલા સિદ્ધોને નમસ્કાર હો!' લોકાગ્ર ઉપગત-ઈષત* પ્રાગભાર નામના લોકના અગ્રભાગે, તેના સમીપપણાએ કરીને-સમસ્ત કર્મના ક્ષય થવાથી તેનાથી બીજા સિદ્ધોની સાથે અભિન્ન-એક પ્રદેશપણાએ કરીને ગયેલા-રહેલા તે લોકાગ્રઉપગત નિર્મળ ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન (પ્રથમ સમય સંબંધિ ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન) હોય. વળી તેનાથી પણ અનંત ગુણ નિર્મળ બીજે સમયે જધન્ય અધ્યવસાયસ્થાન હોય છે. એ જ પ્રમાણે (અનંતગુણ વિશુદ્ધિનું સ્વરૂપ) અન્ય સમય (આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનના ચરમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન) સુધી જાણવું. વળી પ્રત્યેક સમયના અધ્યવસાય સ્થાનો છ સ્થાનપતિત હોય છે. વળી નિશ્ચયથી આ ગુણસ્થાનને સમકાળે અંગીકાર કરેલા ઘણા ભવ્ય જીવોને પૂર્વે કહેલા સ્વરૂપવાળા અધ્યવસાયસ્થાનોની વ્યાવૃત્તિ પરસ્પર ફેરફારી) રૂપ નિવૃત્તિ જ કારણથી પરસ્પર વર્તે છે તે કારણથી પંડિતોએ આને નિવૃત્તિ નામનું પણ ગુણસ્થાન કહ્યું છે. (૯) અનિવૃત્તિ બાદર -ભાવોની-અધ્યવસાયોની અનિવૃત્તિ (નહી ફેરફારી) હોવાથી, અનિવૃત્તિ. વળી આ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનાદિ ૧૨ બાર બાદર કષાયોને અને બાદરનવનોકષાયોને ઉપશમક, ઉપશમાવવાને અને ક્ષપક, ખપાવવાને તત્પર થયેલા હોય છે એ કારણથી “અનિવૃત્તિ બાદર ગુણસ્થાન” કહેવાય છે. (૧૦) સૂક્ષ્મઃ-સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી સૂથમ સંપરાય ગુણસ્થાના (૧૧) ઉપશાંત મોહ-મોહનીયને ઉપશમાવવાથી ઉપશાંતમોહ ગુણસ્થાન. (૧૨) ક્ષીણમોહ-મોહનીયનો સર્વથા ક્ષય થવાથી ક્ષીણ મોહગુણસ્થાન. (૧૩) સયોગી:-મન વચન અને કાયયોગે સહિત વર્તે અને ઘાતિકર્મના ક્ષયથી કેવલજ્ઞાનવંત હોય તે સયોગી કેવલી ગુણઠાણું તેરમું. (૧૪) ત્રણે યોગનો રોધ જ્યાં કરે તે અયોગી કેવલી ગુણસ્થાન. * ઈષ પ્રાગભારા નામની જે પૃથ્વી સિદ્ધશિલા નામની પ્રસિદ્ધ છે તે પૃથ્વી, ચૌદ રાજલોકના અગ્રભાગે છે તે પૃથ્વી ઉપર લોકના અન્તભાગે શ્રી સિદ્ધ પરમાત્મા, આત્મપ્રદેશો વડે સ્પર્શીને રહ્યા છે એ ઈષતુ પ્રાગભારા પૃથ્વી કેવા પ્રકારની છે ? તો કહે છે કે મનોજ્ઞ-મનોહર પુનઃ કેવી છે ? . ' સરભિ ગંધયક્તઃ-કપરના સમહથી થિક સુગંધવાળી તથા તન્વી-સૂક્ષ્મ અવયવપણાથી અતિ કોમળ, પરંતુ સ્થળ અવયવોવાળી વસ્તુની પેઠે કર્કશ નહીં. તથા પવિત્ર, ઉત્કૃષ્ટ તેજ વડે દેદીપ્યમાન, મનુષ્યલોકપ્રમાણ (૪૫ લાખ જોજન પ્રમાણ) વિખંભ (વ્યાસવિસ્તાર) -ળી, છત્રના આકારવાળી અને ઉત્કૃષ્ટ ઉત્તાન (એટલે ચત્તા રાખેલા) છત્ર સરખી. તથાશભા-સર્વ શુભ ઉદયવાળી એવી તે ઈષતુ પ્રાગભારા નામની પૃથ્વી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનથી ૧૨ જોજન ઉંચે (દૂર) છે એ પૃથ્વી અતિ મધ્ય ભાગમાં ૮ જોજન જાડી છે. અને ત્યારબાદ અનુક્રમે પાતળી થતાં થતાં સાકાર કરવા લાગણIક
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy