SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ કરાર કરનાર Aવિ સારા સારવાર પણ (૩૧૨ કરવામાં આવે તો, ફૂટ (ખાટા-કપટી-મિથ્યા અથવા માયા-કપટ-દગા પૂર્વકની) નટની-નાટકીયાની નૃત્તરૂપ ક્રિયા (તાલ સાથે હાવભાવ યુક્ત નાચવારૂપ ક્રિયા) જેમ નિષ્ફલ છે. તેમ આ પ્રકૃત સૂત્રપાઠ-વગરનું કાયોત્સર્ગરૂપ અનુષ્ઠાન,નિષ્ફલપ્રાય નહીંવત હોઈ, તે નિષ્ફલરૂપ અનૂઠાન, પંડિતોને-પ્રેક્ષાવંતોને કર્તવ્યતાવિષયકબુદ્ધિ (આ કરવા લાયક છે. એવી બુદ્ધિ) રૂપ આસ્થા (નિશ્ચય) ના હેતુરૂપ થતું નથી. વાસ્તે જ સૂત્રપાઠપૂર્વકની સકલ કાયોત્સર્ગ રૂપ ક્રિયા-સમ્યગું અનુષ્ઠાનમાં જ ઉદ્યમ-પ્રયત્ન કરવો એ જ ધુરંધર ઉપદેશ ધ્વનિત થાય હવે શાસ્ત્રકાર, વિશાલ કે વ્યાપકરૂપે આપપરીહારપૂર્વક ચૈત્યસ્તવસૂત્રના અર્થની ગંભીર ગૂઢ વિવેચનાઆલેચના કરે છે. सूत्रार्थस्त्वयम्- 'अशोकायष्टमहाप्रातिहादिरूपां पूजामर्हन्तीत्यर्हन्तः-तीर्थंकराः तेषां चैत्यानि-प्रतिमालक्षणानि अर्हचैत्यानि, ૧ “તત્ર પ્રતિહારા સેવા પુરોગવસ્થાના પ્રતિહારઃ સુરતિનિયુક્તિા રેવાતેવાં વન-વાણિ પ્રતિહાર્યાશ' દ્વારપાલની માફક હંમેશા આગળ રહેનાર હોઈ ઈન્દ્ર જોડલા-નીમેલા દેવોને પ્રતિહાર તરીકે પરિભાષવામાં આવે છે. તેઓના જે કર્મ-કાર્યને પ્રાતિહાર્ય તરીકે ઓળખાવવામાં આવે છે અને તે પ્રાતિહાર્ય આઠ છે. (૧) અશોકવૃક્ષ-વીર ભગવાનનો અશોકવૃક્ષ, સમધિક જોજનની પહોળાઈ વાળો અને બત્રીશ ધનુષ્ય ઉંચો હતો તેથી વીર ભગવાનના સિવાય બાકીના ૨૩ જિનેશ્વરોના પોતાના દેહથી બાર ગુણો અશોકવૃક્ષ રચવામાં આવે છે. તેની નીચે બેસી ભગવાન્ દેશના આપે છે. તેનું બીજું નામ ચૈત્યવૃક્ષ પણ છે. (૨) સુરપુષ્પવૃષ્ટિ-એક જોજન પ્રમાણે સમવસરણની ભૂમિમાં જળમાં તથા સ્થળમાં ઉત્પન્ન થયેલા સુગંધી દટાવાળાવિકસ્વર-પાંચ વર્ણોવાળા તથા નિરૂપમ અચિંત્ય પરમેશ્વરના પ્રભાવથી (સંઘટ્ટો થવા છતાંય) જે જીવોને બાધા પીડા થતી નથી. એવા વિવિધ પુષ્પોની ઢીંચણ પ્રમાણ વૃષ્ટિ દેવતાઓ કરે છે. (૩) દિવ્યધ્વનિઃ-જો કે આ અનુપમ ધ્વનિ ભગવંતનો છે. તો પણ ભગવંતની દેશના વખતે પુષ્કલ બહુમાનના ઉત્કર્ષથી પ્રેરાયેલા બન્ને બાજુએ રહેલા સુરો, ભગવાનની માલકોશ રાગ યુક્ત વાણીને વીણા વાંસળી વિગેરેના સુમધુર સ્વરથી પૂરે છે. (૪) ચામર -રત્નજડિત સુવર્ણની દાંડીવાળા ચાર જોડી શ્વેતચામરો સમવસરણમાં દેવતાઓ ભગવાનને વીંઝે છે. (૫) સિંહાસનઃ-દેવતાઓ ભગવાનને બેસવા સારૂ પાદપીઠ સહિત, ઉજ્જવલ (ચંદ્રકાંત અને સૂર્યકાંત મણિરૂપ આકાશ સ્ફટિકમય-જડિત હોવાથી) નિર્મલ, સુવર્ણનું સિંહાસન રચે છે. () ભામંડલ-(ભાનાં-પ્રભાણાં મંડલ) ભગવાનના મસ્તકની પાછળ શરદ ઋતુના સૂર્ય જેવું ઉગ્રતેજસ્વી ભામંડલ દેવતાઓ રચે છે. તેમાં સ્વભાવથી દેદીપ્યમાન તીર્થંકરના શરીરમાંનો તેજપુંજ સંક્રમે છે. તેમ કરે તો જ ભગવાનનું રૂપ કે મુખ સુખે જોઈ શકાય રાત્રિમાં પણ અંધકારનો નાશ થાય. (૭) દુંદુભિ-ભગવાનની આગળ હંમેશા દેવતાઓ દુંદુભિ (એક જાતનું નગારૂં-ભેરી-પખાજ-મહા ઢક્કા) વગાડે છે. (૮) છત્રયી-સમવસરણમાં દેવતાઓ ભગવાનના મસ્તક ઉપર શરદચંદ્ર જેવા ઉજ્જવલ અને મોતીના હારોથી સુશોભિત - ગરાતી નવા એ ભકિસમિસ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy