SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ મુલાકાત કરી લાલિકા તો (૩૧૧ (૪) એકવચન આચાર સંપદા કરેલો કાઉસગ્ગ પણ આગાર (આકાર એટલે કાઉસગ્નમાં રાખવા યોગ્ય કે રહેવા યોગ્ય છૂટ) વિના નિર્દોષ રહી શકતો નથી, માટે "અન્નત્થથી હુજ્જ મે કાઉસગ્ગો” સુધીમાં કાઉસગ્ગના ૬ પ્રકારના આગાર દર્શાવેલા છે, તેમાં અન્નત્યથી પિત્તમુચ્છાએ સુધીનાં ૯ પદ એકવચનવાળાં હોવાથી એ ૯ પદોની ૪ થી "એકવચન આચારસંપદા” છે. (૫) બહુવચન આચારસંપદા ત્યારબાદ “સુહમેહિથી દિઠ્ઠિસંચાલેહિ સુધીના ૩ પદ બહુવચનના પ્રયોગવાળાં હોવાથી એ ત્રણ પદોની ૫ મી "બહુવચન આચારસંપદા” છે. (૬) આગંતુક આગાર સંપદા ત્યારબાદ અન્નત્થ સૂત્ર (માં કહેલા આગારો)થી બહારના પણ કેટલાક આગારો "એવભાઈ એહિ” એ પદવડે સૂચવીને તે સર્વ આગારોવડે પણ કાઉસગ્નનો ભંગ ન થવા માટે હુજ્જ મે કાઉસગ્ગો" સુધીનાં ૬ પદ કહ્યા છે તે ૬ પદવાળી ૬ કી “આંગતુક આગારસંપદા." (૭) કાર્યોત્સર્ગાવધિ=ત્યારબાદ "જાવ અરિહંતાણંથી ન પારેમિ” સુધીના ૪ પદમાં કાઉસગ્નમાં કેટલીવાર સુધી રહેવું તેનો કાળ નિયમ દર્શાવેલો હોવાથી એ ચાર પદવાળી ૭ મી “કાર્યોત્સર્ગઅવધિ સંપદા” છે. (૮) કાર્યોત્સર્ગસ્વરૂપ=ત્યારબાદ "તાવકાર્યથી વોસિરામિ” સુઘીનાં ૬ પદોમાં કાઉસગ્ગ કેવી રીતે કરવો? તેનું સ્વરૂપ દર્શાવ્યું છે માટે તે ચાર પદની ૮ મી " કાર્યોત્સર્ગ સ્વરૂપ” સંપદા જાણવી. - અહીં આપેલ સૂત્રનો શબ્દાર્થ એવો છે કે "શ્રી અરિહંતો-અરિહંત ભગવંતોના ચૈત્યોને, મન વચન કાયાથી વંદન કરવાના લાભ નિમિત્તે, દ્રવ્યોપકરણથી પૂજા કરવાના લાભ નિમિત્તે, વસ્ત્રાભરણાદિથી સત્કાર કરવાના લાભ નિમિત્તે, સ્તુતિ વિગેરેથી સન્માન કરવાના લાભ નિમિત્તે, એમ કરીને મને સમ્યકત્વ મળવાના લાભ નિમિત્તે, ઉપદ્રવ રહિત થવાના લાભ નિમિત્તે, હું કાર્યોત્સર્ગ કરું . વધતી જતી શ્રદ્ધા-બલાત્કાર વિના મનની રૂચિથી, તેથી વધતી જતી મેઘા-દેખાદેખી વિના જ્ઞાન અને મર્યાદાથી, તેથી વધતી જતી ધીરજ-રાગાદિથી દોરાયા વિના શાંતિથી, તેથી વધતી જતી ધારણા-મનની શૂન્યતા વિના અહંતના ગુણોના સ્મરણથી, તેથી વધતી જતી અનુપ્રેક્ષા-તાત્ત્વિક વિચારણાથી, હવે "ઉંચો શ્વાસ” વિગેરે સિવાય હું કાર્યોત્સર્ગકાયાના ત્યાગમાં સ્થાન-મન-ધ્યાનવડે સ્થિર થાઉં છું.” આ મજકૂર વિધિથી તે સાધુ કે શ્રાવકરૂપ મહાત્મા, વન્દના-ભૂમિકાનો આરાધક (આરાધના-સેવા કરનાર કે તે ભૂમિને પામનાર-મેળવનાર) થાય છે. અર્થાત વંદનમાં જ પરિણત (પરિણામ પામેલ, એકમેક, તદ્રુપ) જ્યારે આત્મા, થાય છે. ત્યારે વંદનાભૂમિકા (વંદના અને આત્માનું તાદ્ધપ્ય-ઐક્યતાદાભ્ય એનું નામ વંદનાભૂમિકા જાણવી) થાય છે કે કહેવાય છે. તે વંદનાભૂમિકાનો તે મહાત્મા, આરાધક થાય છે. વંદનાભૂમિકા પર કાબૂ કે કબ્દો-સત્તા મેળવે છે. વળી આ વંદનાભૂમિકાની આરાધના કરીને પરંપરાએ (ઉત્તરોત્તર ક્રમે કરીને) નિયમો-ચોક્કસ-એકાંતે તે સાધુ-શ્રાવકરૂપ મહાત્મા, મોક્ષને પામે છે-મોક્ષમાં જાય છે-પરમાત્મા બને છે. અન્યથા–“અરિહંત ચેઈયાણ રૂપ સૂત્રના પાઠ (બાલવા) રૂપ વિગેરે મજકૂર વિધિ સિવાય કાયોત્સર્ગ કાકા આ શરારતી આવી
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy