SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ના લલિતવિસ્તાર માં ઉભાઘિથિત ૬૩૦૭) યુક્તિ-ન્યાયના સામર્થ્યથી જે આગમ-પ્રવચનનો અર્થ લબ્ધ થાય છે તે અર્થોક્તરૂપ ઉક્તનું સ્વરૂપ જાણવું. તેથી આ યોગ સિદ્ધિરૂપ જ્ઞાપક પ્રમાણ (જ્ઞાનજનક પ્રમાણ) ઉક્તના બીજા પ્રકારરૂપ અર્થોક્ત (સૂત્રાર્થ યુક્તિ સામાÁ જે અર્થ હોય તે) રૂપ, પ્રવચનાર્થ વિભાગરૂપ ઉક્ત તરીકે જાણવું. કારણ કે; સ્તુતિપ્રણામરૂપ વંદનાનો અર્થ યોરૂક્ષય યત્રવર્તત સત્ત તસ્વાર્થ પ્રયોજન-ફળ-પરિણામ “વૃઢ્યા પલાતિવાદ્યોગથે તે વૃત્તિથી બોઘન કરાય તે અર્થ શુભચિત્તલાભરૂપ યોગ જ છે. સારાંશ કે; એક સરખું ફલ પેદા કરનાર હોઈ સ્તોત્રગુણ સંપન્ન મહાસ્તોત્રો, ઉપસર્ગહરાદિ-સ્તોત્રો સરખા છે. અને સ્તુતિ પ્રમાણરૂપ વંદનાનું ફળ, શુભચિત્તલાભરૂપ યોગની સિદ્ધિ-પ્રાપ્તિ જ છે. એટલે શુભચિત્ત લાલરૂપ યોગની સિદ્ધિરૂપ જ્ઞાપકથી જ્ઞાપ્ય (બોધ્ય અનુમેય) સ્તુતિ પ્રણામરૂપ વંદના છે. અર્થાત્ શુભચિત્તલાભરૂપ યોગજ્ઞાન જ્ઞાપ્ય વન્દનાવાળા મહાસ્તોત્રો છે. એટલે સઘળા મહાસ્તોત્રો એક સરખા છે. જો આ પ્રમાણે વસ્તુસ્થિતિ નિર્મીત છે. તો બીજા લોકો પરીહાસ-મશ્કરી-ઠઠ્ઠાબાજીની બુદ્ધિ ઇરાદાથી પ્રસ્તુત વિષય, અસાર-અસત્ય છે. અને તેની સિદ્ધિ માટે જે કાંઇ કહે છે તે અકિંચિત્કર, વજૂદ વગરનું છે. તે આ પ્રમાણેઃ-ક્ષપણક (સાધુ-નિગ્રંથ-બૌદ્ધ-સંન્યાસી)ની વંદનાના કોલાહલ (બહુ દૂર સુધી પહોંચનારો એક પ્રકારનો શબ્દ-ગરબડ) સરખા, અભાવિત (નિષ્ફળ-અસત-અવિદ્યમાન-મિથ્યાભૂત પદાર્થવાળા) નું અભિધાન કે અભાવિતરૂપ અભિધાન (પ્રકૃત સ્તોત્રને નહીં જાણનારને સ્તોત્ર પાઠનું ફળ નહીં મળતું હોઇ નિષ્ફળ અભિધાન) કથન-નિરૂપણથી સરો' આમ બોલી જે બીજાઓ પ્રસ્તુત વિષયને સાર વગરનો બનાવવા ખાતર મશ્કરી કરે છે તે તદ્દન અયુક્ત-ગેરવ્યાજબી જ છે. કારણ કે; સ્તોત્ર પાઠ કરતી વખતે, સ્તોત્ર પાઠ કર્તામાં, તેણે સ્થાનાદિ ચાર યોગમાં ચિત્ત, ચોટાડેલ હોઈ શુભ આશયરૂપ ભાવ, મુખ્યત્વે વિદ્યમાન છે. ' અર્થાત–ઉક્ત-આગમવાળામાં (આગમનું પ્રામાણ્ય સ્વીકારનાર કે આગમ વિહિત કર્તવ્ય કરનાર પુરૂષમાં) સ્થાન આદિદ્વારા શુભ આશય રૂપભાવ ફલ વિદ્યમાન હોઇ, ભાવિતરૂપ અભિઘાન, છાજતું-ઘટિત-વ્યાજબી “જે જે આગમવાળા છે તે તે ભાવિત અને જે જે આગમવાળા નથી તે તે અભાક્તિ. અર્થાત્ જ્યાં જ્યાં ઉક્તવત્ત્વ છે ત્યાં ત્યાં ભાવિતત્વ છે. કેમકે; ત્યાં સ્થાન આદિદ્વારા ભાવરૂપ ફલની હયાતી છે. જ્યાં જ્યાં ઉક્તવત્ત્વ નથી અર્થાત્ જે ઉક્તવતથી આગમવાળાથી અપર-ભિન્ન છે. અન્ય છે. ત્યાં ત્યાં ભાવિતત્વ નથી. કેમકે સ્થાન આદિદ્વારા ભાવનો અભાવ છે. અત એવ સ્વસ્તોત્ર તુલ્ય પઠયમાન સ્તોત્ર શ્રવણદ્વારા શુભચિત્ત લાભરૂપ એક સમાન ફળની પ્રાપ્તિ હોઈ, પદ્યમાન સ્તોત્રને નહીં જાણનાર પુરૂષની સ્તોત્ર પાઠમાં પ્રવૃત્તિ થાય છે. કેમકે; પદ્યમાન સ્તોત્રને નહીં જાણનારમાં આગમના બાધનો અભાવ છે. અર્થાત્ તે પુરૂષ, અબાધિત રીતે આગમવાળો જ ગણાય છે. એથી જ–તે સ્થાન આદિદ્વારા ભાવરૂપ ફળવાળો હોઈ ભાવિત જ કહેવાય. અભાવિત ન કહેવાય. જો ઉક્તવાનને આગમવાળાને (સ્થાન આદિદ્વારા-આગમવાળાને) ભાવિત ન માનવામાં આવે તો, જે સ્થાન આદિદ્વારા ભાવ વગરના અનુક્તવત-(આગમબાહ્ય-) સર્વ દર્શનોમાં ભાવિતત્વના અભિધાનરૂપ અતિવ્યાપ્તિ ગુજરાતી અનુવાદ કડક બહેરસૂરિ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy