SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસરા હજી ભદ્રરાશિવ ૩૦૬ આદિ વિષને દૂર કરવામાં પરમ (ઉત્કૃષ્ટ) મંત્રરૂપ મહાસ્તોત્રો, સાધુ કે શ્રાવકે (સર્વવિરતિઘરે કે દેશવિરતિઘરે) જાણવા જોઈએ. સારાંશ કે મજકૂર વિધિમુજબ સાધુ કે શ્રાવક, રાગ આદિ વિષના પ્રત્યે પરમ મંત્રરૂપ—અને પૂર્વકથિત સર્વગુણસંપન્નસ્તોત્રો (જાવંતિ છે. અને જાવંતિકેવિસાહુ પછી જે સ્તવનો કહેવામાં આવે છે તે સ્તવનોસ્તોત્રો) ભણે છે, સ્તોત્રો લલકારે છે. વળી સાધુ કે શ્રાવક, જે ઉપરોક્ત ગુણ-સ્વરૂપ સંપન્ન મહાસ્તોત્રોને ભણે છે તે આ મહાસ્તોત્રો, પ્રાયે કરીને-મોટેભાગે-બહુધા, ઉપસર્ગ આદિસ્તોત્રતુલ્ય છે તેમાં કાંઈ ફરક નથી. જો ઉપસર્ગહરઆદિમહાસ્તોત્રતુલ્ય, આ મહાસ્તોત્રો સ્તવનો ન માનવામાં આવે તો, શુભભાવરૂપયોગનો અભાવ પ્રાપ્ત થાય ! એ રૂપ મોટી આપત્તિ પ્રાપ્ત થાય વાતે ઉપસર્ગહરઆદિસ્તોત્રતુલ્ય મહાસ્તોત્રો માનવા જોઈએ. આ વિષયને દલીલસર સાબિત કરે છે કે પઠયમાન (જે મહાસ્તોત્રનો પાઠ થઈ રહ્યો છે. અર્થાત્ ભણાતા-બોલાતા) મહાસ્તોત્રને નહીં જાણનાર (તેના પદપદાર્થને નહીં જાણનાર) વ્યક્તિને, સ્તોત્રપાઠ વખતે, સ્વસ્તોત્રથી-પોતાના સ્તોત્રથી બીજાપદ્યમાનસ્તોત્રનું શ્રવણ-સાંભળવું થાય છે. પછી પોતાના સ્તોત્રના શ્રવણથી જેવો શુભચિત્તલાભ થાય છે, તેવો જ પોતાના સ્તોત્રથી ભિન્ન પઠયમાન સ્તોત્રના શ્રવણથી શુભચિત્ત (શુભઆશય-ભાવ) નો લાભ થાય છે.જો શુભચિત્તલાભરૂપ ફલજનક હોઇ સર્વ મહાસ્તોત્રો એકસરખા માનવામાં ન આવે તો શુભચિત્તલાલરૂપયોગ (અપ્રાપ્તપ્રાપણરૂપયોગ) નો અભાવ થઈ જાય એમ યોગાચાર્યો લલકારે છે. અહીં–સ્થાનયોગઆદિચારયોગમાં રહેલ ચિત્તવડે સ્તોત્રના પાઠમાં-ભણવામાં શુભચિત્તલાભરૂપયોગની સિદ્ધિ જ મુખ્ય કાર્યરૂપ હેતુ) જ્ઞાપક-જાવનાર છે. શુભચિત્તલાભરૂપયોગની સિદ્ધિદ્વારા, સ્થાન આદિ ચારયોગનિષ્ઠચિત્તવડે, સ્તોત્રપાઠનું જ્ઞાન થાય છે. અએવ સ્તોત્રપાઠના જ્ઞાન પ્રત્યે શુભચિત્તલાભરૂપયોગની સિદ્ધિ, હેતુ (જ્ઞાયકરૂપે) છે. અથવા ઉપસર્ગહરઆદિસ્તોત્રતુલ્ય સર્વમહાસ્તોત્રો છે. એ વિષયમાં જ્ઞાપકરૂપે કોઇ પ્રમાણ હોય તો કેવળ-મુખ્ય યોગસિદ્ધિ જ-શુભચિત્તલાલરૂપયોગની પ્રાપ્તિરૂપ સિદ્ધિ જ જ્ઞાપકરૂપે પ્રમાણ છે. યોગસિદ્ધિરૂપહેતુથી આ મહાસ્તોત્રો, ઉપસર્ગહરસ્તોત્રતુલ્ય છે એમ સિદ્ધ-સાબિત કરાય છે. કેમકે, ઉક્ત (પ્રવચનરૂપ આગમ અને સર્વજ્ઞવચનના અર્થનો વિભાગ) બે પ્રકારે છે. –-આગમ-સર્વજ્ઞવચનના અર્થવિભાગનો પહેલો પ્રકાર-તથા બીજો પ્રકાર–– (૧) શબ્દોક્ત સૂત્રદિષ્ટ-સૂત્રરૂપઅપેક્ષાકૃત જે આગમ એટલે સૂત્રરૂપ આગમ તે શબ્દોક્તરૂપ-આગમરૂપ ઉક્તનો અથવા સૂત્રમાં સાક્ષાત્ શબ્દો મૂકી અર્થ બતલાવેલો હોય તે શબ્દોક્તરૂપ, પ્રવચનાર્થ વિભાગરૂપ ઉક્તનો પહેલો પ્રકાર થાય છે. (૨) અર્થોક્ત અર્થરૂપ અપેક્ષાકૃત જે આગમ એટલે અર્થરૂપ આગમ તે અર્થાક્તરૂપયુક્ત-આગમ કહેવાય અથવા સૂત્રાર્થની યુક્તિના (ન્યાયના) સામર્થ્ય ગમ્ય જે અર્થ હોય તે અર્થોક્તરૂપ, પ્રવચનાર્થ વિભાગરૂપ ઉક્તનો બીજો પ્રકાર જાણવો. અર્થાત્ સૂત્રમાં સાક્ષાત્ શબ્દો મૂકી અર્થ નહીં બતલાવ્યો હોય પરંતુ સૂત્રાર્થની હતી વાતી અનુવાદક - વાદકરિ મ ા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy