SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રાવત એક રાજા { A-૯ મુત્તાણું સિવ. વિયસ્કૃછઉમાણે : અવતારવાદી આજીવિકમતનો નિરાસ જિણાવ્યું : સ્વચ્છસંવેદનમાત્રવાદી બૌદ્ધમતનું નિરાકરણ, માધ્યમિકબૌદ્ધમત ખંડન તિષ્ણાણે : અનંતનામના વાદીના મતનું ખંડન બુદ્ધાણં : જ્ઞાનપરોક્ષતાવાદી મીમાસકમતનું નિરાકરણ : જગત્કર્તા બ્રહ્મમાં વિલય એ મોક્ષ એવા જાતનો નિરાસ સવનૂ : સાંખ્યના અસર્વજ્ઞતા મતનું મિથ્યાત્વખ્યાપન, જ્ઞાનમાં સામાન્ય જ્ઞાત છે, અમૂર્વજ્ઞાનમાં આકાર વગેરેની છણાવટ : આત્મવિભુત્વમતનું અને વૈશેષિકમાન્ય દ્રવ્યાદિનું ખંડન, વ્યવહાર-નિશ્ચયદ્રષ્ટિ પરિણામીનિત્યતાનું નિરૂપણ નમો જિ. : અદ્વૈતમુક્તિમત નિરાકરણ પ્રજ્ઞાના ૩ સંસ્કાર આટલા નિરૂપણ બાદ સંપદાઓ પ્રયોજન, સંપદાઓથી અનેકાંતવાદ -સ્થાવાદની સિદ્ધિ એમાં વાસનામૂલક વ્યવહારવાદી બૌદ્ધમતનું ખંડન વગેરે કરી “નમુસ્કુણ'નું વિવેચન સમાપ્ત કર્યું છે. છેવટે સ્તોત્ર કેવા અને કેમ બોલવા એ જણાવી અરિહંતચેઈયાણ સૂત્રનું વિવેચન ગ્રન્થકારે કર્યું છે. જેમાં અઈચૈત્યના વંદનાદિનો અધિકાધિક લાભ પામવાની શ્રાવકની લાલસા, વંદન-પૂજનાદિ પર તેમજ કાયોત્સર્ગ શ્રદ્ધા-મેઘા વગેરે પાંચ સાધનો પર સુંદર પ્રકાશ ફેંક્યો છે. છેવટે શ્રદ્ધા વગેરે હોય તો જ સદ્અનુષ્ઠાન થાય એ દર્શાવી અન્નત્થ સૂત્રના વિવેચનનો પ્રારંભ કર્યો છે. એમાં “આગાર'નો અર્થ, એનું વિભાગીકરણ, એની આવશ્યકતા, કાયોત્સર્ગનું પરિણામ, ધ્યેય, કાયોત્સર્ગના પ્રકાર વગેરેનું નિરૂપણ કરીને ત્યારબાદ લોગસ્સસૂત્રની વિવેચનનો લલિતવિસ્તરામાં પ્રારંભ થાય છે. એમાં લોગસ્સઉજ્જો અગરે વગેરે પદોનું પદકૃત્ય વગેરે દર્શાવી “પસીયતુ' એ પ્રાર્થના નથી પણ સ્તુતિ છે એનું સ્પષ્ટીકરણ છે. આરોગ્યબોધિ લાભ વગેરેની માંગણી એ નિયાણું નથી કે મૃષાવાદ નથી એનું વિશદ વિવેચન વગેરે કરી લોગસ્સસૂત્રની વ્યાખ્યા પૂર્ણ થાય છે. પુખરવર સૂત્રની વ્યાખ્યામાં આગમ અપૌરૂષયત્વવાદનું ખંડન, શ્રુતવૃદ્ધિની આશંસાથી નિરાશ ભાવપ્રાપ્તિ વગેરેનું દિગ્દર્શન કરાવીને ગ્રન્થકારે સિદ્ધાણં સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કર્યો છે. એમાં, સંસાર-મોક્ષ ઉભયને છોડીને સિદ્ધો રહે છે તે મતનું, અક્રમ મુક્તિવાદનું, અનિયતદેશવાદનું તેમજ સ્ત્રીમુક્તિનિષેધક દિગંબરમતનું ખંડન અને ઈક્કોવિ વચન અર્થવાદ છે કે વિધિવાદે એની રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. વૈયાવચ્ચ સૂત્રમાં વૈયાવૃજ્યકર દેવો સ્મરણીય કેમ ? ઈત્યાદિની પ્રરૂપણા છે. જયવયરાય સૂત્રની વિવેચનમાં ભવનિર્વેદ વગેરે આશંસાઓનું સ્પષ્ટીકરણ, પ્રણિધાનની ૧૧ મુદ્દાથી વિચારણા, ચૈત્યવંદન સિદ્ધ કરવા માટેની ભૂમિકાનાં ૩૩ કર્તવ્યો વગેરેનું વિશદ વિવરણ ગ્રન્થકારે કર્યું છે. રાતી અનુવાદo , કરિમ સ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy