SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત- વિરાજ (૨ભદ્રસાવિ રચિત ( ૬૦ ) 'फलं प्रधानमेवाहुर्नानुषङ्गिकमित्यपि, पलालादिपरित्यागात्कृषौ धान्याप्तिवद् बुधाः ॥ ४ ॥ अत एव च मन्यन्ते तत्त्वभावितबुद्धयः । मोक्षमार्गक्रियामेकां पर्यन्तफलदायिनीम् ॥ ५ ॥ इत्यादि" । ભાવાર્થ-પંડિત પુરૂષો પ્રધાન-મુખ્ય ફલનેજ-પ્રયોજનનેજ ફલ તરીકે કહે છે. પરંતુ આનુષંગિક-પ્રાસંગિકગૌણફલને ફલરૂપ કહેતા નથી. આ બાબતને દ્રષ્ટાંત આપી દ્રઢ કરે છે કે; જેમ ખેતીમાં પલાલ ઘાસ અને પુષ્પરૂપ ગૌણફલને છોડીને ધાન્ય-અનાજની પ્રાપ્તિરૂપ પ્રધાન ફલનેજ ફલ તરીકે પંડિતો કહે છે. (અહીં ખેતીરૂપ પ્રવૃત્તિનું મુખ્યફલ ધાન્યપ્રાપ્તિ છે. અને પ્રાસંગિક ફલ ઘાસ આદિ છે.) એટલે જ :- મુખ્ય ફલને જ ફલ તરીકે માનવાથી જ પરમાર્થદર્શી બુદ્ધિનિધાનો પ્રધાન પંડિતો, પર્વતફલમોક્ષફલને કરનારી, એક (અદ્વિતીય, અજોડ-બીનહરીફ) સમ્યગદર્શન આદિ અવસ્થાને મોક્ષમાર્ગ તરીકે માને છે. અર્થાત્ મોક્ષરૂપ ચરમ (છેલ્લા) કાર્ય-ફલને કરનારી શૈલેશીરૂપ અવસ્થાને મોક્ષના માર્ગ (અવ્યવણિતઅનંતર-સાક્ષાત કારણ) તરીકે માને છે. કારણ કે, શૈલેશી અવસ્થાથી ભિન્ન-બીજી અવસ્થાઓથી તરતનું ફલ બીજું-જુદું થતું હોઈ મોક્ષરૂપ ફલ, તરત-અનંતર થતું નથી. અત એવ શૈલેશી અવસ્થારૂપ મોક્ષમાર્ગ ક્રિયાના અવ્યવહિત ઉત્તર ક્ષણમાં મોક્ષરૂપ ફલની પ્રાપ્તિ થતી હોઈ. મોક્ષ માર્ગ ક્રિયાનું મુખ્ય ફલ મોક્ષપ્રાપ્તિ જ છે. અને એને જ ફલ તરીકે પંડિતો માને છે. હવે વાદી શંકા કરે છે કે - બીજાધાનનો હેતુ થાય છે. શુદ્ધ અનુષ્ઠાનને કરવાની ઈચ્છા, તેનો અનુબંધ કેવો ? બીજી આકાંક્ષા વિગેરે દોષોથી રહિત એવો અનુબંધ, એ અંકુર કહેવાય છે. અનુબંધ એટલે અભંગ મનોરથ શ્રેણીનું પ્રવર્તન અથવા સહચારિતા, બીજ અને અંકર પછીથી થાય. અંધ, અનુષ્ઠાનની શુદ્ધિના હેતુઓની વિવિધ પ્રકારની જે અન્વેષણા તે અંધ છે. જ્ઞાનાચાર દર્શનાચાર અને ચારિત્રાચારમાં અનેક પ્રકારની પ્રવૃત્તિ કરવી એ ઘર્મરૂપ વૃક્ષનાં પાંદડાં વિગેરે છે. શાખા પ્રશાખાનો સમાવેશ પણ આમાં થઈ જાય છે. આ પછીથી ગુરૂનો યોગ, શાસ્ત્રશ્રવણ, ધર્માધ્યયન આદિ હેતુસંપત્તિ, એ કુસુમરૂપ છે, અને સદેશનાથી ભાવધર્મની જે પ્રાપ્તિ તે ફળરૂપ છે એ ફળ નિયમો મોક્ષ સાધક છે. જૈ. પ્ર. १. यमर्थमधिकृत्य प्रवर्तते तत् फलम्, यदुद्दिश्य प्रवर्तन्ते पुरुषास्तत्प्रयोजनं-फलम्, साध्यतयेच्छाविषयः फलम्, उद्देश्यं फलम् । २. स्वविधेयकप्रवृत्तिप्रयोजकीभूतोत्कटेच्छाविषयीभूतं स्वस्य मुख्य फलम् । धान्यप्राप्तिविधेयककृषिरूपप्रवृत्तिप्रयोजकीभूता, 'अनया प्रवृत्त्या घान्यप्राप्तिरेव भवतु' इत्याकारिका या उत्कटेछा तस्या विषयीभूतं फलं धान्यप्राप्तिरूपं फलं कृषिरूपप्रवृत्ते मुख्यं फलं भवति तद्वदत्रापि प्रकृते मुक्तिप्राप्तिविधेयकमोक्षमार्गक्रियाप्रयोजकीभूता 'अनया क्रियया मुक्तिप्राप्तिरेव भवतु' इत्याकारिका या उत्कटेच्छा तस्या विषयीभूतं फलं मुक्तिप्राप्तिरेव भवतु' इत्याकारिका या उत्कटेच्छा तस्या विषयीभूतं फलं मुक्तिप्राप्तिरूपं फलं मोक्षमार्गक्रियाया मुख्यं फलम् बोध्यम् । ३ स्वविधेयकप्रवृत्तिप्रयोजकानुत्कटेच्छाविषयीभूतं स्वस्यानुषङ्गिकं फलम् । फलस्यगौणत्वं च मुख्यफलेच्छाधीनेच्छाविषयत्वम् । उद्देश्यान्तरप्रवृत्तस्यतत्कर्मनान्तरीयकतया प्राप्तः प्रासङ्गिकोऽनुद्देश्यः कार्यविशेषः आनुषङ्गिकम् । यथा भो ! बटो भिक्षामट यदि गां पश्येस्तां चानथेत्यादौ। अत्र भिक्षार्थं प्रवृत्तस्य दैवाद्गोदर्शनात्तस्या आनयनमानुषङ्गिकम् । तत्रोद्देश्यत्वाभावादिति बोध्यम् (वाच.) ૧ ત્રણ યોગનો રોઘ જ્યાં કરે તે અયોગી કેવલી ગુણસ્થાન ચૌદમું જાણવું. તે કેમ ? તેરમાને અંતે ભવોપગ્રાહી કર્મ ખપાવવાને માટે પ્રથમ બાદરકાય યોગે કરીને બાદર મનિયોગ રૂંધે, તે પછી વચન યોગ રૂંધે, તે પછી સૂક્ષ્મકાય રાતી અનુવાદક - મકરસૂરિ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy