SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાતાર ભેદો ન્યાયાવતારમાં આપેલા છે તે જ ન્યાયપ્રવેશ, ન્યાયબિંદુ અને પ્રશસ્તપાદ ભાષ્યમાં પણ છે. એ જ ત્રણ ભેદોને મુખ્ય રાખીને પાછળના જૈન તાર્કિકોએ તેના ભેદ-પ્રભેદો બતાવી હેત્વાભાસની કલ્પના વિસ્તારી છે. વૈશેષિક, બૌદ્ધ કે જેને તગ્રંથોમાં ગૌતમના પાંચ હેત્વાભાસો મૂળ ક્રમમાં નથી. દષ્ટાંતાભાસનું વર્ણન કરતાં સિદ્ધસેન પૂર્વવર્તી ન્યાય નિષ્ણાતોની પરંપરા પ્રમાણે છ છ સાધર્મ અને વૈધર્મે દષ્ટાન્તાભાસો સૂચવતા જણાય છે. એ પૂર્વવર્તી ન્યાયનિષ્ણાતો કોણ હશે ? જૈન કે જૈનેતર એ કહેવું કઠણ છે. ન્યાયપ્રવેશમાં તો સાધમ્ય અને વૈધર્મે બન્નેના પાંચ પાંચ પ્રકાર છે. જ્યારે ન્યાયબિંદુમાં નવ નવ પ્રકાર આપેલા છે. છની સંખ્યા માત્ર પ્રશસ્તપાદ ભાષ્યમાં છે. સાધનાભાસના નિરૂપણ પછી દૂષણ અને દૂષણાભાસનું નિરૂપણ ન્યાયાવતારમાં જેવું છે તેવું જ ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુમાં પણ છે. ન્યાયાવતારમાં જે પ્રમાણના ફલનું કથન છે તે ન્યાયપ્રવેશ અને ન્યાયબિંદુ બન્નેથી જુદી જ જાતનું છે. કદાચ એમાં બૌદ્ધ દષ્ટિ કરતાં જૈન દષ્ટિની ભિન્નતાનો ધ્વનિ હોય. પરંતુ ન્યાયાવતારનું એ કથન માત્ર સમંતભદ્રની આપ્તમીમાંસા સાથે મળે છે અને ફલકથનની એ જ પરંપરા સમગ્ર જૈનતર્મગ્રંથોમાં છે. પ્રમાણ અને નયનો જે વિષયભેદન્યાયાવતારમાં છે તે જૈનેતર ગ્રંથોમાં તો હોવાનો સંભવ જ નથી. કારણ કે જૈન સિવાય બીજા કોઈ શાસ્ત્રમાં નયની મીમાંસા જ નથી. નયનો વિષય, નયનું સ્વરૂપ, સ્યાદ્વાદથુતનું લક્ષણ, અને જૈનદષ્ટિએ પ્રમાતાનું સ્વરૂપ; ટૂંકમાં છતાં બહુ જ સ્પષ્ટ અને નિશ્ચિતરૂપે બતાવી સિદ્ધસેન દિવાકર ન્યાયાવતારને વિશિષ્ટ જૈનતર્યપદ્ધતિના પ્રથમ ગ્રંથનું સ્થાન આપ્યું છે. જે અત્યાર સુધી કાયમ છે. - જૈન પ્રમાણમીમાંસા પદ્ધતિનો વિકાસકમ આજ સુધીમાં તત્વચિંતકોએ જ્ઞાનવિચારણા એટલે પ્રમાણમીમાંસામાં જે વિકાસ કરેલો છે, તેમાં જૈન દર્શનનો કેટલો ફાળો છે એ પ્રશ્નનો ઉત્તર મેળવવા જ્યારે જૈનસાહિત્યને વધારે ઊંડાણથી જોઈએ
SR No.022467
Book TitleNyayavatar Sutra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherShardaben Chimanbhai Educational Research Institute
Publication Year1995
Total Pages58
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy