SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ અન્નત્ય સૂત્ર જગતમાં બુદ્ધિમાન એવા દેવોથી અને દેવેન્દ્રોથી અશોક આદિ અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તે અરિહંતો છે અને સમગ્ર ઐશ્વર્યાદિરૂપ ભગ વિદ્યમાન છે જેઓને તે ભગવંત છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓની પૂજાથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે માટે બુદ્ધિમાન એવા દેવો તેઓની વિશિષ્ટ પ્રકારના મહા પ્રાતિહાર્ય દ્વારા પૂજા કરે છે, વળી, તે ભગવાન અંતરંગ વીતરાગતા આદિ સંપૂર્ણ ઐશ્વર્યવાળા છે, તેથી તેવા ઉત્તમ પુરુષને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગના પારને ન પામું ત્યાં સુધી હું કાયોત્સર્ગમાં રહીશ. કઈ રીતે કાયોત્સર્ગમાં રહીશ ? તેથી કહે છે – કાયાથી લટકતી ભુજાવાળો હું સ્થિરમુદ્રામાં રહીશ, વાણીથી સંપૂર્ણ મૌનને ધારણ કરીશ અને મનથી પ્રશસ્ત ધ્યાનને અનુગત એવો હું કાયોત્સર્ગકાળમાં રહીશ, તેથી જે મહાત્મા તે પ્રકારના પ્રતિસંધાનપૂર્વક ઉચ્છ્વાસ આદિના નિરોધમાં યત્ન કરવાનું છોડીને કાયાને નિષ્પ્રકંપ કરવા યત્ન કરે છે, વાણીથી સંપૂર્ણ મૌન ધારણ કરે છે અને મન દ્વારા કાયોત્સર્ગમાં ચિંતનીય સૂત્રમાં ચિત્તને સ્થાપન કરીને મનોયોગ પ્રવર્તાવે છે તેમના ચિત્તમાં જે પ્રકારે અરિહંત ચેઇયાણં સૂત્રથી પ્રતિસંધાન થયેલું તે પ્રમાણે વધતી જતી શ્રદ્ધાપૂર્વક અરિહંત ચૈત્યોના પૂજન આદિથી નિષ્પાદ્ય વીતરાગભાવને અનુકૂળ યત્નવાળું તેઓનું ચિત્ત બને છે અને અભ્યાસદશામાં ક્વચિત્ સ્ખલના થતી હોય તોપણ તે પ્રકારના યત્નથી સંપન્નદશાને પામીને ઉપાધિશુદ્ધ અનુષ્ઠાન ક૨વા માટે તે મહાત્મા સમર્થ બને છે અને પ્રસ્તુત સૂત્રથી જે કાયોત્સર્ગ કરાય છે તેમાં જઘન્યથી પણ આઠ ઉચ્છ્વાસનું પ્રમાણ છે તેનાથી ન્યૂન નથી. લલિતવિસ્તરા : इह च प्रमादमदिरामदापहतचेतसो यथावस्थितं भगवद्वचनमनालोच्य तथाविधजनासेवनमेव प्रमाणयन्तः पूर्वापरविरुद्धमित्थमभिदधति- 'उत्सूत्रमेतत्, साध्वादिलोकेनानाचरितत्वात्', एतच्चायुक्तम्, अधिकृतकायोत्सर्गसूत्रस्यैवार्थान्तराभावात्, उक्तार्थतायां चोक्ताविरोधात् । अथ 'भवत्वयमर्थः कायोत्सर्गकरणे, न पुनरयं स' इति। किमर्थमुच्चारणमिति वाच्यम्, वन्दनार्थमिति चेत्, न, अतदर्थत्वात्; अतदर्थोच्चारणे चातिप्रसङ्गात्, कायोत्सर्गयुक्तमेव वन्दनमिति चेत्, कर्तव्यस्तर्हि स इति, भुजप्रलम्बमात्रः क्रियत एवेति चेत्, न, तस्य प्रतिनियतप्रमाणत्वात्; चेष्टाभिभवभेदेन द्विप्रकारत्वात्, उक्तं च 'सो उस्सग्गो दुविहो, चेट्ठाए अभिभवे य णायव्वो । મિવવાયરિયાફ પઢમો, ૩સ્લમિો(પ્ર૦ ૩)નો વીઓ।।' अयमपि चानयोरेवान्यतरः स्यात्, अन्यथा कायोत्सर्गत्वायोगः, न चाभिभवकायोत्सर्ग एषः, तल्लक्षणायोगात्, एकरात्रिक्यादौ तद्भावात्; चेष्टाकायोत्सर्गस्य चाणीयसोऽप्युक्तमानत्वात्, उक्तं - દેસસમુદ્દેશે, સત્તાવીસ અનુળળિયા । अट्ठेव य उस्सासा, पट्ठवणपडिक्कमणमाई ।।'
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy