SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ अशोकाद्यष्टमहाप्रातिहार्यलक्षणां पूजामर्हन्तीत्यर्हन्तः, तेषामर्हताम्, भगः समग्रैश्वर्यादिलक्षणः, स विद्यते येषां ते भगवन्तः, तेषां सम्बन्धिना नमस्कारेण = 'नमो अरिहंताणं' ति अनेन, 'न पारयामि' =न पारं गच्छामि, तावत्किमित्याह- 'ताव कार्य ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि', तावच्छब्देन જ્ઞાનનિર્દેશમાહ, ‘જાવં’=વે, ‘સ્થાનેન’=ર્ધ્વસ્થાનેન હેતુભૂર્તન, તથા ‘મોનેન' વાનિરોધનક્ષળેન, તથા ‘ધ્યાનેન’-ધર્મધ્યાનાવિના, ‘અપ્પાળ તિ-પ્રાકૃતોત્યા આત્મીયમ્। અન્યે ન ૫૦ન્ચેવેનમાલાપમ્ 'वोसिरामि'='व्युत्सृजामि' = परित्यजामि, इयमत्र भावना- कायं स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य व्युत्सृजामि, नमस्कारपाठं यावत् प्रलम्बभुजो निरुद्धवाक्प्रसरः प्रशस्तध्यानानुगतस्तिष्ठामीति, ततः कायोत्सर्गं करोतीति, जघन्योऽपि तावदष्टोच्छ्वासमानः । લલિતવિસ્તરાર્થ : ૭૨ जाव કેટલા કાળ સુધી હું રહું છું=કાયોત્સર્ગમાં રહું છું, એ પ્રકારના પ્રશ્નમાં કહે છે અરિહંતાળમિત્યાદિ, તેનો જ અર્થ સ્પષ્ટ કરે છે થાવત્ એ કાલ અવધારણમાં છે=કેટલા કાળ સુધી એ પ્રકારના અર્થમાં છે, અશોક આદિ અષ્ટ મહાપ્રતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે એ અરિહંતો છે, તે અરિહંતોને, ભગ=સમગ્ર ઐશ્વર્યાદિરૂપ ભગ, તે વિધમાન છે જેઓને તે ભગવંતો તેઓના સંબંધી નમસ્કારથી=નમો અરિહંતાણં એ પ્રકારના આનાથી, ન પારું=પારને પામું નહિ, ત્યાં સુધી શું ?=ત્યાં સુધી શું કરીશ ? એથી કહે છે – પોતાની કાયાને સ્થાનથી, મૌનથી, ધ્યાનથી ત્યાં સુધી વોસિરાવું છું, તાવત્ શબ્દથી કાળના નિર્દેશને કહે છે=તેટલા કાળ સુધી હું આ ત્રણ ક્રિયા દ્વારા મારી કાયાને વોસિરાવું છું એ પ્રકારે કાળના નિર્દેશને કહે છે, સ્થાનથી=હેતુભૂત એવા ઊર્ધ્વ સ્થાનથી=કાયોત્સર્ગના હેતુભૂત એવા ઊર્ધ્વસ્થાનથી, અને વાણીના નિરોધરૂપ મૌનથી અને ધર્મધ્યાનાદિ રૂપ ધ્યાનથી પોતાની કાયાને=દેહને, વોસિરાવું છું, અન્ય, આ આલાપકને=‘અપ્પાણં' એ આલાપને, બોલતા નથી જ, વોસિરામિ=હું ત્યાગ કરું છું. — - - અહીં=સ્થાનાદિ દ્વારા હું કાયાને વોસિરાવું છું એ કથનમાં, આ ભાવના છે સ્થાન, મૌન અને ધ્યાનની ક્રિયાને છોડીને યિાંતરના સેવનને આશ્રયીને કાયાનો હું ત્યાગ કરું છું, નમસ્કાર પાઠ સુધી પ્રલંબ ભુજાવાળો નિરુદ્ધ વાણીના પ્રસરવાળો પ્રશસ્ત ધ્યાનથી અનુગત રહું છું, તેથી કાયોત્સર્ગને કરું છું, જઘન્ય પણ આઠ ઉચ્છ્વાસ પ્રમાણ સુધી કાઉસ્સગ્ગ કરું છું એમ યોજન છે. ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે આ આગારોથી મારો કાઉસ્સગ્ગ અભગ્ન અવિરાધિત થાવ. હવે કેટલા કાળ સુધી હું કાઉસ્સગ્ગમાં રહીશ બતાવવા માટે કહે છે જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર દ્વારા હું પારને ન પામું=કાયોત્સર્ગની મર્યાદાને પૂર્ણ ન કરું, ત્યાં સુધી હું કાયોત્સર્ગમાં રહીશ, નવકારથી પા૨વાનું કહ્યું ત્યાં અરિહંત ભગવંત કેવા છે તેનું સ્મરણ કરે છે,
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy