SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ અરિહંત ચેઈયાણં સૂત્ર કષાય પણ કંઈક મંદ થયેલો છે તેવા જીવો ક્વચિત્ સંસારના આશયથી ચૈત્યવંદન કરતા હોય તોપણ વ્યક્તરૂપે વર્તતો તેઓનો સંસારના સુખનો આશય નિવર્તન પામે તેવો શિથિલ હોય છે અને મિથ્યાત્વની મંદતાને કા૨ણે મોક્ષને અનુકૂળ એવા તે ચૈત્યવંદન અનુષ્ઠાનમાં કંઈક સૂક્ષ્મ આદર આદિ ભાવો પણ વર્તતા હોય છે. તેવા જીવોને તે ચૈત્યવંદન અનુષ્ઠાન ઇક્ષુ જેવા કંઈક શમમાધુર્યથી યુક્ત છે, આથી જ તેવા જીવો સદનુષ્ઠાન કરીને આ લોકનાં બાહ્ય સુખોને પ્રાપ્ત કરે છે ત્યારે ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થયા પછી મોક્ષ માટે પણ સદનુષ્ઠાન કરનારા બને છે અને જેઓના ચિત્તમાં અત્યંત મિથ્યાત્વ વર્તે છે તેઓ અસગ્રહથી દૂષિત મતિવાળા હોય છે, તેઓ ક્વચિત્ મોક્ષના આશયથી ચૈત્યવંદન કરતા હોય તોપણ વીતરાગના વચનથી વિપરીત અતત્ત્વમાં દૃઢ અભિનિવેશ હોય તો તેઓનું ચૈત્યવંદન અનુષ્ઠાન ઇક્ષુ જેવા માધુર્યવાળું પણ નથી, જેમ અસગ્રહથી દૂષિત મતિવાળા જમાલી વ્યક્ત મોક્ષના આશયવાળા હોવા છતાં ભગવાનના વચનથી વિપરીતમાં દૃઢ અભિનિવેશવાળા હોવાથી મિથ્યાત્વની કટુતા ઉત્કટ હોવાને કારણે જમાલીમાં લેશ પણ શમમાધુર્યનો ભાવ ન હતો. તેથી ચારિત્રના ગુણસ્થાનકને પામેલા પણ જીવો જ્યારે અસગ્રહથી અત્યંત દૂષિત મતિવાળા થાય છે ત્યારે તેઓના અનુષ્ઠાનથી લેશ પણ આદર આદિ ભાવો પ્રગટ થતા નથી અને મિથ્યાદૃષ્ટિ જીવો પણ મિથ્યાત્વની મંદતાને કા૨ણે કંઈક તત્ત્વને અભિમુખ સમાલોચન કરે તેવી અનંતાનુબંધી કષાયની મંદતાના પરિણામવાળા થાય છે, ત્યારે ઇક્ષુકલ્પ આદરાદિ પ્રગટે છે અને તેવા જીવો ચૈત્યવંદન આદિ સદનુષ્ઠાન કરીને મિથ્યાત્વને ક્રમસર મંદ-મંદતર કરીને સમ્યક્ત્વ પામે છે ત્યારે શર્કરા જેવું શમમાધુર્ય પ્રાપ્ત થાય છે અને સમ્યગ્દષ્ટિ જીવો પણ શક્તિ અનુસાર સદનુષ્ઠાન સેવીને શમપરિણામને અતિશય કરીને ક્ષપકશ્રેણિને અનુકૂળ બળસંચય કરતા હોય છે, આથી જ શક્તિસંચય થાય ત્યારે અવિરત સમ્યગ્દષ્ટિ જ ક્રમસર દેશવિરતિ, સર્વવિરતિ અને અસંગ અનુષ્ઠાનનો સ્વીકાર કરે છે. તેનાથી મહાવીર્ય સંચય થાય ત્યારે ક્ષપકશ્રેણિને પ્રાપ્ત કરીને વીતરાગ થાય છે ત્યારે તેઓમાં સદા માટે શમભાવના પરિણામરૂપ માધુર્ય સ્થિરભાવરૂપે પ્રાપ્ત થાય છે. અહીં ઇક્ષુ-૨સ આદિની ઉપમા દ્વારા યોગમાર્ગના પરિણામને કેમ કહેલ છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – આત્મામાં કષાયના પરિણામો અને ઇન્દ્રિયોની વિષયોને અભિમુખ ઉત્સુકતા એ કટુ પરિણામ છે અને એ કષાયોના અને ઇન્દ્રિયોના વિકારરૂપ કટુક ભાવો જેમ જેમ નિરોધ પામે છે તેમ તેમ શમભાવના પરિણામરૂપ માધુર્ય પ્રાપ્ત થાય છે, તેથી ઇક્ષુમાં અને શમભાવમાં મધુરભાવનું સામ્ય છે તે બતાવવા માટે ઇક્ષુ આદિ તુલ્ય ચિત્તધર્મો છે એ પ્રકારે ઉપન્યાસ કર્યો છે. ફક્ત ઇક્ષુ આદિનું માધુર્ય ૨સનેન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે, તે પુદ્ગલમાં વર્તતા માધુર્યનું વેદન છે અને સદનુષ્ઠાનના સેવનથી થતા કષાયોના અને ઇન્દ્રિયોના વિકારોના શમનથી થતું માધુર્ય આત્માની મૂળ પ્રકૃતિરૂપ સ્વસ્થતાના અનુભવરૂપ છે. વળી, જે જીવોમાં ઇક્ષુ આદિ તુલ્ય કષાયોનું શમન પ્રગટ્યું છે તેની વૃદ્ધિનો ઉપાય ચૈત્યવંદન આદિ સદનુષ્ઠાન જ છે; કેમ કે ચૈત્યવંદન આદિ સદનુષ્ઠાનકાળમાં અનુષ્ઠાન વિષયક પ્રવર્તતો તે પ્રકારનો
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy