SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પક લલિતવિસ્તરા ભાગ-૩ અનુષ્ઠાન જ=પ્રકૃત કાયોત્સર્ગનું સેવન જ, આ રીતે=સામાન્યથી આદર આદિ યુક્ત, ઉપાય છે=હેતુ. છે, પરંતુ અન્ય નથી, શબ્દ સમુચ્ચયમાં છે, કયા કારણથી શર્કરાદિ જેવા શ્રદ્ધાદિ થવામાં કાયોત્સર્ગનું સેવન જ ઉપાય છે, અન્ય નહિ. કયા કારણથી ? એથી કહે છે – તે તે પ્રકારે સદ્ભાવતા શોધતથી શુદ્ધ પરિણામના નિર્મલીકરણથી, આ પરિભાવન કરવું જોઈએ=અવયવ્યતિરેક દ્વારા આ આલોચન કરવું જોઈએ=જેઓ પ્રકૃત કાયોત્સર્ગ આદર આદિ યુક્ત સેવે છે તેઓના શ્રદ્ધાદિ ક્રમસર વૃદ્ધિ પામે છે અને જેઓ પ્રસ્તુત કાયોત્સર્ગ આદર આદિપૂર્વક સેવતા નથી તેઓના શ્રદ્ધાદિ વૃદ્ધિ પામતા નથી એ પ્રકારે અવય-વ્યતિરેક દ્વારા પરિભાવિત કરવું જોઈએ, આ પણ=આદરાદિનું કાર્ય શ્રદ્ધાદિ છે એ પણ, પરમત વડે સંવાદન કરતા=બતાવતાં કહે છે – અને પર એવા મુમુક્ષુઓ વડે કહેવાયું છે, શું કહેવાયું છે? એથી કહે છે – મારેત્યાદિ શ્લોકઠય સુગમ છે, ફક્ત અવિMeતે બે શ્લોકમાં રહેલો અવિદ્ધ શબ્દ, સદનુષ્ઠાનથી હણાયેલા ક્લિષ્ટ કર્મપણાને કારણે સર્વત્ર કૃત્યોમાં=સંસારની કે યોગમાર્ગની સર્વ પ્રવૃત્તિઓમાં, વિધ્યનો અભાવ એ અવિદ્ધ શબ્દનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કાયોત્સર્ગમાં મંદ-તીવ્રાદિ ભેદવાળા શ્રદ્ધાદિ ભાવો આદર આદિ લિંગવાળા છે, તેનાથી એ ફલિત થાય કે આદર આદિની તરતમાતાને અનુસાર તરતમતાના પરિણામવાળા શ્રદ્ધાદિ ભાવો છે; કેમ કે શ્રદ્ધાદિ સાથે નિયત વ્યાપ્તિવાળા આદર આદિ પરિણામો છે અને તે વચન યોગમાર્ગને કહેનારા અન્યોને પણ સંમત છે, તે બતાવવા માટે કહે છે – અન્ય દર્શનકારો પણ યોગીઓના ચિત્તના પરિણામો ઇક્ષ-રસ-ગોળ-ખાંડ અને શર્કરાના ભેદથી પાંચ પ્રકારે સ્વીકારે છે, એથી ફલિત થાય છે કે કેટલાક જીવોને કાયોત્સર્ગમાં ઇક્ષકલ્પ આદરાદિ વર્તે છે અને તેઓ ચૈત્યવંદન કરે તો તે આદરાદિ ક્રમસર વૃદ્ધિ પામીને શર્કરા જેવા થાય છે, તેથી તે જીવોને શ્રદ્ધાદિ ચિત્તધર્મો પણ ઇક્ષુકલ્પ હોવા છતાં ચૈત્યવંદનના અનુષ્ઠાનથી ક્રમસર વૃદ્ધિ પામીને શર્કરાદિ જેવા થાય છે. અહીં વિશેષ એ છે કે અન્ય દર્શનકારો યોગમાર્ગની પ્રથમ ભૂમિકાથી માંડીને ક્ષપકશ્રેણિ સુધીની ભૂમિકાની પરિણતિને ઇક્ષુ આદિ પાંચ ભેદોમાં વિભાજન કરે છે, તેથી યોગની પ્રથમ ચાર દૃષ્ટિઓ ઇશુરસ-ગુડ-ખાંડ જેવી છે અને ઉત્તરની ચાર દૃષ્ટિઓ શર્કરા જેવી છે, તેથી જે જીવોને સૂક્ષ્મ બોધ થયો નથી, તેઓ ઇલુથી માંડીને ખાંડ સુધીના મધુર સમભાવના પરિણામને વેદન કરનારા છે અને સમ્યગ્દષ્ટિ જીવો શર્કરા જેવા મધુર શમપરિણામને વેદન કરનારા છે અને તે શર્કરા જેવો શમભાવનો પરિણામ જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને યોગની આઠમી દૃષ્ટિને પ્રાપ્ત કરે ત્યારે પ્રકર્ષના પરિણામથી ક્ષપકશ્રેણિ કાલભાવિ પરાકોટિના શર્કરા જેવા મધુર શમપરિણામનું વેદન કરે છે, તેથી જેઓ શમપરિણામના કારણભૂત આદર આદિપૂર્વક ચૈત્યવંદન અનુષ્ઠાન કરે છે તેઓમાં વર્તતા આદર આદિ પરિણામો અનુસાર શ્રદ્ધાદિ ભાવો છે તેમ અનુમાન થાય છે, આથી જ આદ્ય ભૂમિકાવાળા જીવોનું મિથ્યાત્વ મંદ થયેલું હોવાના કારણે અનંતાનુબંધી
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy