SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ હિંત સારું સૂ લલિતવિસ્તરાર્થ ઃ આ શ્રદ્ધાદિ અપૂર્વકરણ નામની મહાસમાધિનાં બીજો છે; કેમ કે તેના પરિપાકના અતિશયથી તેની સિદ્ધિ છે=શ્રદ્ધા-મેધાદિ ચારના પરિપાકના અતિશયથી અપૂર્વકરણ નામની મહાસમાધિની સિદ્ધિ છે, વળી, આમની પરિપાચના=શ્રદ્ધાદિની પરિપાચના, કુતર્કથી પ્રભવ મિથ્યાત્વના વિક્લ્પના ત્યાગથી શ્રવણ, પાઠ, પ્રતિપત્તિ, ઇચ્છા, પ્રવૃત્તિ આદિરૂપ છે=કુતર્કોનો ત્યાગ કરીને શાસ્ત્રોના અર્થનું સમ્યક્ શ્રવણ કરે ત્યારે શ્રદ્ધાદિ કંઈક અતિશય થાય, ત્યારપછી તે શ્રવણ કરાયેલાં સૂત્રોનો પાઠ કરે ત્યારે શ્રદ્ધાદિ તેના કરતાં અતિશય થાય અને જ્યારે આ આમ જ છે એ પ્રકારનો સ્પષ્ટ નિર્ણય થાય ત્યારે પ્રતિપત્તિરૂપ શ્રદ્ધાદિની પરિપાચના થાય છે, ત્યારપછી તે બોધને અનુરૂપ તે અનુષ્ઠાન સેવવાની ઇચ્છા થાય છે ત્યારે તે શ્રદ્ધાદિની વિશેષ પરિપાચના થાય છે અને ત્યારપછી તે બોધને અનુકૂળ પ્રવૃત્તિ કરે ત્યારે તે શ્રદ્ધાદિની અધિક પરિપાચના થાય છે અને પ્રવૃત્તિથી જેમ જેમ તે અનુષ્ઠાન સ્થિરતા આદિ ભાવને પામે તેમ તેમ શ્રદ્ધાદિ અધિક પરિપાકને પામે છે. વળી, આનો=શ્રદ્ધાદિની પરિપાચનાનો, અતિશય તે પ્રકારના સ્વૈર્ય અને સિદ્ધિરૂપ પ્રધાન સત્ત્વના અર્થનો હેતુ=જીવના મુખ્ય પ્રયોજનનો હેતુ, એવા અપૂર્વકરણને લાવનાર છે, એ પ્રમાણે સ્વયં આ રીતે પરિભાવન કરવું જોઈએ=જેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં પરિભાવન કર્યું એ રીતે પરિભાવન કરવું જોઈએ, વળી, આનું ઉચ્ચારણ=પ્રસ્તુત સૂત્રનું ઉચ્ચારણ, આ રીતે જ= શ્રદ્ધાદિના બોધપૂર્વક તેને અતિશય કરવા માટે યત્ન થાય એ રીતે જ, ઉપધાશુદ્ધ=ઉપાધિઓથી શુદ્ધ, સદ્ અનુષ્ઠાન થાય છે અને આનાવાળો જ=ઉપધાશુદ્ધ અનુષ્ઠાનવાળો જ, આનો=પ્રસ્તુત સૂત્ર બોલવાનો, અધિકારી છે એ જ્ઞાપન અર્થવાળું આ ઉચ્ચારણ છે. પંજિકા ઃ ૪૩ 'श्रवणपाठप्रतिपत्तीच्छाप्रवृत्त्यादिरूपा' इति श्रवणं = धर्म्मशास्त्राऽकर्णनं, पाठः = तत्सूत्रगतः, प्रतिपत्तिः= सम्यग्तदर्थप्रतीतिः, इच्छा = शास्त्रोक्तानुष्ठानविषया चिन्ता, प्रवृत्तिः = तदनुष्ठानम्, 'आदि'शब्दाद्विघ्नजयसिद्धिविनियोगा दृश्याः; तत्र विघ्नजयः = जघन्यमध्यमोत्कृष्टप्रत्यूहाभिभवः सिद्धिः=अनुष्ठेयार्थनिष्पत्तिः, विनियोगः = तस्या यथायोग्यं व्यापारणम्, ततस्ते रूपं यस्याः सा तथा । પંજિકાર્ય : શ્રવળપાઇ ..... વસ્યા: સા તથા ।। શ્રવળપાતપ્રતિપત્તીાપ્રવૃત્ત્તાવિરૂપા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે શ્રવણ=ધર્મશાસ્ત્રનું શ્રવણ, પાઠ=તેના સૂત્રગત પાઠ, પ્રતિપત્તિ=સમ્યક્ તદ્ અર્થની પ્રતિપત્તિ અર્થાત્ સૂત્રના અર્થની પ્રતિપત્તિ, ઇચ્છા=શાસ્ત્રોક્ત અનુષ્ઠાનના વિષયવાળી તેના સેવનની ચિંતા, પ્રવૃત્તિ=તે અનુષ્ઠાન=તે અનુષ્ઠાનનું સેવન, આવિ શબ્દથી વિઘ્નજય-સિદ્ધિ-વિનિયોગ જાણવા, ત્યાં=પ્રવૃત્તિ આદિમાં, વિઘ્નજય=જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વિઘ્નોનો અભિભવ, સિદ્ધિ=અનુ ખૈય અર્થની નિષ્પત્તિ=અનુષ્ઠાનથી પ્રાપ્તવ્ય પરિણામની નિષ્પત્તિ, વિનિયોગ=તેનું યથાયોગ્ય વ્યાપારણ=પ્રાપ્ત
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy