SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ લલિતવિસ્તરા ભાગ-૩ છે, આથી જ વિવેકી સાધુઓ અને શ્રાવકો તે તે અનુષ્ઠાનકાળમાં સ્વઅનુભવ અનુસાર કષાયોના ઉપશમજન્ય ભાવોને જ અભ્યાસના બળથી અતિશય-અતિશયતર કરે છે તે અનુપ્રેક્ષા સ્વરૂપ છે. વળી, આ અનુપ્રેક્ષા પરમ સંવેગનો હેતુ છે અર્થાત્ પૂર્વમાં જે શાંતરસનો અનુભવ હતો તેના બળથી વિવેકી સાધુને અને શ્રાવકને વીતરાગતા પ્રાપ્ત કરવાની બલવાન ઇચ્છા વર્તે છે અને અનુપ્રેક્ષાપૂર્વક કરાયેલા અનુષ્ઠાનથી કષાયોનો વિશેષ પ્રકારના ઉપશમ થવાના કારણે જે શાંતરસનો વિશેષ અનુભવ થાય છે તે વિતરાગતાના અભિલાષને પૂર્વ કરતાં અધિક પ્રગટ કરે છે, તેથી અનુપ્રેક્ષા પૂર્વના સંવેગ કરતાં અધિક સંવેગનો હેતુ છે. વળી, તે અનુપ્રેક્ષા જીવમાં વર્તતા સંવેગને દઢ કરનાર છે, તેથી પૂર્વમાં જે સંવેગ હતો તે જે પ્રકારના સ્થિર ભાવવાળો હતો તેના કરતાં વિશેષ દૃઢ થાય છે, આથી જ સંવેગના પ્રકર્ષવાળા સુસાધુઓ સુખપૂર્વક નિરતિચાર સંયમ પાળી શકે છે એવો દૃઢ સંવેગ જેઓમાં નથી એવા સાધુ અને શ્રાવકો પણ પોતાનામાં વર્તતા સંવેગના પરિણામને ક્રિયાકાળમાં લેવાતા અનુપ્રેક્ષાના ઉપયોગના બળથી દઢ કરે છે. વળી, આ અનુપ્રેક્ષાના પરિણામ ઉત્તરોત્તર વિશેષ પ્રકારના સંપ્રત્યયના આકારવાળો કેવલજ્ઞાનને સન્મુખ મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તનો ધર્મ છે, આથી જ જે સાધુ અને જે શ્રાવક અનુપ્રેક્ષાપૂર્વક અનુષ્ઠાન કરે છે તેઓને આત્માની નિરાકુળ અવસ્થાનો પૂર્વમાં જે સમ્યગુ પ્રત્યય હતો સમ્યફ પ્રતીતિ હતી, તે પ્રતીતિ ઉત્તરોત્તર વિશેષ-વિશેષતર થાય છે અને તે પ્રતીતિ કેવલજ્ઞાનની સન્મુખ જતો જીવનો પરિણામ છે, આથી જ ચાર ભાણેજને વંદન કરતા મામા મુનિને દરેક કેવલીને વંદન કરતાં ઉત્તરોત્તર કેવલજ્ઞાનને અભિમુખ નિરાકુળ જીવની પરિણતિનું વિશેષ સંવેદન થતું હતું, તે પ્રકર્ષને પ્રાપ્ત કરીને ચોથા મહાત્માને વંદન કરતાં વીતરાગતાની પ્રાપ્તિ દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બન્યું. આ કથનને જ દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે રત્નને શુદ્ધ કરનાર અગ્નિ રત્નને પ્રાપ્ત થાય ત્યારે રત્ન ઉપર લાગેલા મલને બાળીને તે તે અંશથી રત્નની શુદ્ધિને આપાદન કરીને અંતે રત્નને પૂર્ણ શુદ્ધ કરે છે, તેમ આત્મામાં મતિજ્ઞાનના ઉપયોગરૂપે પ્રવર્તતો વીતરાગતાને અભિમુખ જતો અનુપ્રેક્ષારૂપી અગ્નિ આત્મારૂપી રત્નને પ્રાપ્ત થયેલો હોય તો આત્મા ઉપર લાગેલા અવતરાગભાવજન્ય કર્મમલને બાળીને ક્રમસર આત્માને શુદ્ધ કરતાં કરતાં કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવે છે; કેમ કે અનુપ્રેક્ષારૂપ પરિણામનો તેવો જ સ્વભાવ છે કે આત્માના વીતરાગભાવના પ્રતિબંધક કર્મમલને બાળીને આત્માના વિતરાગભાવને પ્રગટ કરે છે અને અંતે વીતરાગભાવના બળથી જ્ઞાનાવરણીયકર્મનો નાશ કરીને તે મહાત્માને કેવલી બનાવે છે. લલિતવિસ્તરા : एतानि श्रद्धादीनि अपूर्वकरणाख्यमहासमाधिबीजानि, तत्परिपाकातिशयतस्तत्सिद्धेः, परिपाचना त्वेषां कुतर्कप्रभवमिथ्याविकल्पव्यपोहतः श्रवणपाठप्रतिपत्तीच्छाप्रवृत्त्यादिरूपाः; अतिशयस्त्वस्याः तथास्थैर्यसिद्धिलक्षणः प्रधानसत्त्वार्थहेतुरपूर्वकरणावह इति परिभावनीयं स्वयमित्थम्, एतदुच्चारणं त्वेवमेवोपधाशुद्धं सदनुष्ठानं भवतीति, एतद्वानेव चास्याधिकारीति ज्ञापनार्थम्।
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy