SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ લલિતવિસ્તરા ભાગ-૩ માળા પરોવનાર પુરુષના ચિત્તનો ઉપયોગ તે તે પ્રકારે દઢ પ્રવર્તે છે અર્થાત્ તે માળા અતિ શોભાયમાન થાય તે પ્રકારે પરોવવાને અનુકૂળ વ્યાપારમાં દઢ ઉપયોગ વર્તે છે અને વિક્ષેપ વગર તે પુરુષ યથાયોગ્ય મોતીઓને વિધિપૂર્વક પરોવે તો તે માળા ગુણવાળી થાય છે, એ રીતે ધારણાના ઉપયોગવાળા મહાત્મા સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબનમાં યથાયોગ્ય યત્ન કરીને વિધિપૂર્વક ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન કરે તો તેના આત્મામાં ધારણાના બળથી યોગગુણની માળા નિષ્પન્ન થાય છે, કેમ કે સમ્યગુ ઉપયોગપૂર્વક ધારણાથી યુક્ત કરાયેલું અનુષ્ઠાન યોગની પુષ્ટિનું કારણ બને છે અર્થાત્ જે યોગ તે મહાત્મામાં પૂર્વમાં હતો તે અતિશય પુષ્ટ-પુષ્ટતર થાય છે, તેથી કલ્યાણના અર્થી એવા વિવેકી સાધુ અને શ્રાવક વધતી જતી ધારણાથી કાયોત્સર્ગ કરવા માટે યત્ન કરે છે. લલિતવિસ્તરા - एवमनुप्रेक्षया, न प्रवृत्तिमात्रतया, अनुप्रेक्षा नाम तत्त्वार्थानुचिन्ता, इयमप्यत्र ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुद्भवोऽनुभूतार्थाभ्यासभेदः (१) परमसंवेगहेतुः (२) तद्दाळविधायी (३) उत्तरोत्तरविशेषसम्प्रत्ययाकारः (४) केवलालोकोन्मुखश्चित्तधर्मः, यथा रत्नशोधकोऽनलः रत्नमभिसंप्राप्तः रत्नमलं दग्ध्वा शुद्धिमापादयति, तथानुप्रेक्षानलोऽप्यात्मरत्नमुपसंप्राप्तः कर्ममलं दग्ध्वा कैवल्यमापादयति तथा तत्स्वभावत्वात् इति। લલિતવિસ્તરાર્થ: એ રીતેaધારણાથી કાયોત્સર્ગ કરે છે એ રીતે, અનપેક્ષાથી=વધતી જતી અનપેક્ષાથી, સાધુ અને શ્રાવક કાયોત્સર્ગ કરે છે, પ્રવૃત્તિમાત્રપણાથી નહિકમારે ચૈત્યવંદન કરવું છે એ પ્રકારે પ્રવૃત્તિમાત્રપણાથી કાયોત્સર્ગ કરતા નથી. અનુપ્રેક્ષા શું છે? તે સ્પષ્ટ કરે છે – અનપેક્ષા એટલે તત્ત્વાર્થની અનુચિંતા અનુષ્ઠાનથી સાધ્ય જે તત્ત્વરૂપ અર્થ છે તેનું અનુચિંતવન અનુપ્રેક્ષા છે, આ પણ=અપેક્ષા પણ, અહીં=અનુષ્ઠાનના વિષયમાં, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી સમુભવ એવો ચિત્તનો ધર્મ છે, અનુભૂત અર્થના અભ્યાસના ભેદવાળો, પરમ સંવેગનો હેતુ, તેની દઢતાને કરનાર=સંવેગની અતિશયતાને કરનાર, ઉત્તરોતર વિશેષ પ્રકારે સંપ્રત્યાયના આકારવાળો કેવલજ્ઞાનને સન્મુખ ચિત્તનો ધર્મ છે, જે પ્રમાણે રત્નાશોધક અગ્નિ રત્નને પ્રાપ્ત થયેલા રત્નમલને બાળીને શુદ્ધિને આપાદન કરે છે–રત્નની શુદ્ધિ કરે છે, તે પ્રમાણે અનપેક્ષારૂપી અગ્નિ પણ આત્મારૂપી રત્નને પ્રાપ્ત થયેલા કર્મમલને બાળીને કેવલ્યને આપાદન કરે છે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવે છે; કેમ કે તે પ્રકારે તેનું સ્વભાવપણું છેઃકર્મમલને બાળીને આત્માના નિર્મળ સ્વભાવને પ્રગટ કરે તે પ્રકારનું અનપેક્ષાનું સ્વભાવપણું છે.
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy