SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ લલિતવિસ્તરા ભાગ-૩ વળી, આ ધૃતિ અવંધ્ય કલ્યાણનું કારણ બને એવી વસ્તુની પ્રાપ્તિની ઉપમાથી ધીર-ગંભીર આશય સ્વરૂપ છે એ કથનને જ સ્પષ્ટ કરે છે – જેમ કોઈ દરિદ્રતાથી યુક્ત પુરુષ હોય અને તેને ચિંતામણિ રત્નની પ્રાપ્તિ થાય અને ચિંતામણિના ગુણોને તે જાણતો હોય, તેથી તેને નક્કી થાય કે “હવે મારી દરિદ્રતા ગઈ.' તેથી તે દરિદ્રતાના વિઘાતનો ભાવ આ ચિંતામણિનું વિધિપૂર્વકનું સેવન છે, એમ જાણીને તે પુરુષ ધૃતિપૂર્વક તે ચિંતામણિના સેવન માટે યત્ન કરે છે, પરંતુ દીનતાને ધારણ કરતો નથી કે વિધિને સેવવા પૂર્વે જ તેના ફળની ઇચ્છારૂપ ઔસ્ક્યને ધારણ કરતો નથી, પરંતુ ધીરતા અને ગંભીરતાપૂર્વક વિધિના સેવન માટે યત્ન કરે છે; કેમ કે તેને અવંધ્ય કલ્યાણનું કારણ એવું ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું છે, તેથી ખેદ રહિત અને ઉદ્વેગ રહિત તેની વિધિને સેવે છે, જેનાથી ઇચ્છિત ફલ તે પ્રાપ્ત કરશે. તેમ જે પ્રાજ્ઞ પુરુષને જિનધર્મરૂપી ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું છે અને તે પુરુષને જ્ઞાન છે કે વિધિપૂર્વક સેવાયેલો આ ધર્મ સદ્ગતિઓની પરંપરાથી અવશ્ય મોક્ષપ્રાપ્તિનું કારણ છે, તેથી તે પુરુષને ખાતરી છે કે હવે મારા માટે આ સંસારની વિડંબના નથી, તેથી સંસારના પરિભ્રમણના દુઃખની ચિંતાથી રહિત જિનવચનાનુસાર સદ્ અનુષ્ઠાનના સેવનની વૃતિ તેનામાં પ્રગટે છે અને ઉત્તમ એવા જિનવચનનું અવલંબન લઈને ધૃતિપૂર્વક સદનુષ્ઠાન સેવવા માટે તે મહાત્મા અવશ્ય યત્ન કરે છે, કેમ કે અવંધ્ય એવા કલ્યાણની પરંપરાનું કારણ ચિંતામણિ રત્નથી અધિક એવી જિનધર્મ વસ્તુ તેને પ્રાપ્ત થઈ છે એવા મહાત્માઓ ધૃતિપૂર્વક સ્વભૂમિકાનું અનુષ્ઠાન સેવીને અવશ્ય સંસારનો ક્ષય કરે છે. તે રીતે જ વિવેકી સાધુ અને શ્રાવક પ્રસ્તુત સૂત્રના બળથી વધતી જતી વૃતિથી કાયોત્સર્ગમાં સ્થિર થવા યત્ન કરે છે, તેનાથી તેઓને સર્વ કલ્યાણની પ્રાપ્તિ થશે. લલિતવિસ્તરા - एवं धारणया-न चित्तशून्यत्वेन, 'धारणा'-अधिकृतवस्त्वविस्मृतिः, इयं चेह ज्ञानावरणीयकर्मक्षयोपशमसमुत्था अविच्युत्यादिभेदवती प्रस्तुतवस्त्वानुपूर्वीगोचरा चित्तपरिणतिः, जात्यमुक्ताफलमालाप्रोतकदृष्टान्तेन तस्य तथातथोपयोगदाात् अविक्षिप्तस्य सतो यथार्ह विधिवदेतत्प्रोतनेन गुणवती निष्पद्यते अधिकृतमाला; एवमेतबलात् स्थानादियोगप्रवृत्तस्य यथोक्तनीत्यैव निष्पद्यते योगगुणमाला, पुष्टिनिबन्धनत्वादिति। લલિતવિસ્તરાર્થ - આ રીતે=જે રીતે વૃતિ આદિથી કાયોત્સર્ગ કરે છે એ રીતે, ધારણાથી–વિવેકી સાધુ અને શ્રાવક જે સૂત્ર બોલે છે તે સૂત્રના ભાવોની ધારણાથી, કાયોત્સર્ગ કરે છે, ચિત્તશૂન્યપણાથી નહિ. ધારણા શું છે? તે સ્પષ્ટ કરે છે – અધિકૃત વસ્તુની અવિસ્મૃતિ=જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાનના પૂર્વ-પૂર્વના ભાવો સાથે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy