SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ ૨ પણ આરંભદોષને દૂર કરીને=પૂજાકાળમાં સ્ખલનાજન્ય આરંભદોષને દૂર કરીને, શુભ અધ્યવસાયના ઉત્પાદનથી અશુભકર્મનું નિર્જરણ અને પુણ્યબંધનું કારણ થાય છે. દૃષ્ટાંતશુદ્ધિને માટે કહે છે=જે તે પ્રકારનું કૂપખનન દૃષ્ટાંત નથી, પરંતુ જલનિષ્પત્તિનું કારણ બને તેવું જ કૂપખનન દૃષ્ટાંત છે તે રૂપ દૃષ્ટાંતની શુદ્ધિને માટે કહે છે – આ પણ=કૂવાનું દૃષ્ટાંત પણ, અનીદૅશ=ઉદાહરણીય એવા બહુગુણવાળા દ્રવ્યસ્તવથી વિસદેશ, યથા કથંચિત્ ખનન પ્રવૃત્તિથી ઇષ્ટ ફલની સિદ્ધિ માટે થતું નથી જ=આરંભીઓને દ્રવ્યસ્તવના બહુગુણત્વનું જ્ઞાપન ઇષ્ટ ફલ છે અર્થાત્ કૂપ દૃષ્ટાંતથી સાધ્ય ઇષ્ટ ફલ છે, તેની સિદ્ધિ માટે થતું નથી; કેમ કે દાષ્કૃતિકની સાથે વૈધર્મી છે= પૂજાના ફલરૂપ દાાઁતિક સાથે યથા કથંચિત્ કૂવાના દૃષ્ટાંતનું વૈધર્મી છે, જે રીતે થાય=જે રીતે દૃષ્ટાંતનું સાધર્મ્સ થાય, તે પ્રમાણે કહે છે પરંતુ આજ્ઞા અમૃતયુક્ત જ=આજ્ઞા જ અમૃત પરમ સ્વાસ્થ્યકારીપણું હોવાથી આજ્ઞા અમૃત છે, તેનાથી યુક્ત જ અર્થાત્ તેનાથી સંબદ્ધ જ, કૂપખનન ઇષ્ટ ફલસિદ્ધિ માટે છે એમ અન્વય છે, તે આ પ્રમાણે – અત્યંત પિપાસા આદિ આપત્તિમાં કૂપખનનથી સુખતર અન્ય ઉપાય દ્વારા વિમલ જલનો અસંભવ હોતે છતે અન્ય ઉપાયના પરિહારપૂર્વક નિશ્ચિત સ્વાદુ શીત સ્વચ્છ જલવાળી ભૂમિમાં ફૂપખનન ઉચિત છે; કેમ કે ત્યારે તેનું જ=ધૂપખનનનું જ, બહુગુણપણું છે અને આ રીતે જ=નિશ્ચિત સ્વાદુ શીત સ્વચ્છ જલવાળી ભૂમિમાં ફૂપખનન કરવું જોઈએ એ રીતે જ, ખાતશાસ્ત્રની આજ્ઞા છે, કયા કારણથી આ છે ?=કયા કારણથી આવા પ્રકારનું કૂપખનન આશા અમૃતસંયુક્ત છે ? એથી કહે છે – સ્થાનમાં=ઉપકારી એવા દ્રવ્યસ્તવ આદિમાં અને કૂપખનન આદિમાં, વિધિની પ્રવૃત્તિ હોવાને કારણે=ઔચિત્યથી પ્રવૃત્તિ હોવાને કારણે, તેવું દ્રવ્યસ્તવ અને તેવું કૂપખનન આશા અમૃતયુક્ત છે એમ અન્વય છે, અન્યથા=આજ્ઞા અમૃત સંયુક્ત ન હોય તેવું દ્રવ્યસ્તવ કરવામાં આવે કે પખનન કરવામાં આવે તો, તેનાથી પણ=કૂપખનનથી અને દ્રવ્યસ્તવથી પણ, અપાયનો ભાવ હોવાથી તે કૂપખનન અને તે દ્રવ્યસ્તવ ઇષ્ટ ફલસિદ્ધિ માટે નથી. - ભાવાર્થ: વિવેકી શ્રાવકનું દ્રવ્યસ્તવ ઔચિત્ય આજ્ઞા અમૃતના યોગવાળું હોવાથી અસદ્ આરંભની નિવૃત્તિનું કારણ છે તે કથનને તર્વાદથી સ્પષ્ટ કરે છે . શ્રાવકથી કરાયેલાં ભગવાનનાં પૂજન-સત્કાર દ્રવ્યસ્તવ છે અને દ્રવ્યસ્તવ ભાવસ્તવના કારણરૂપે જ ઇષ્ટ છે, પરંતુ જે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ નથી તે દ્રવ્યસ્તવ પરમાર્થથી દ્રવ્યસ્તવ નથી; કેમ કે ભાવસ્તવનું કારણ ન હોય તેવું ભગવાનની પૂજાના આચરણરૂપ દ્રવ્યસ્તવ અપ્રધાન દ્રવ્યસ્તવ છે અને તેવું દ્રવ્યસ્તવ અભવ્યમાં પણ વર્તે છે, તેથી જે શ્રાવકો ભગવાનની આજ્ઞા સર્વ શક્તિથી વીતરાગ થવાની છે તેનું સ્મરણ કરીને ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરીને વીતરાગ પ્રત્યે પ્રવર્ધમાન બહુમાનવાળા થાય છે તે દ્રવ્યસ્તવ જ પરમાર્થથી દ્રવ્યસ્તવ છે અને આવું દ્રવ્યસ્તવ અસદ્ આરંભની નિવૃત્તિરૂપ જ છે; કેમ કે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy