SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ કર્તવ્ય કરનારા અપુનર્ભધકાદિ જીવો ૨૫૯ રીતે કરે છે, તેથી નિયમથી તેઓની સર્વ પ્રવૃત્તિ કષાયને ક્ષીણ કરીને મોક્ષમાર્ગને અનુસરનારી હોય છે, તેથી તેઓની સર્વ પ્રવૃત્તિ સુંદર જ છે અને જેઓ અપુનબંધક આદિ દશાને પામ્યા નથી તેઓની પાસે પૂર્વમાં કહ્યું તેવી અકલ્યાણમિત્રોનો પરિહાર, કલ્યાણમિત્રનું સેવન ઇત્યાદિ કૃત્યરૂપ ગુણસંપદા નથી, તેથી તેઓની માર્ગાનુસારી પ્રવૃત્તિ નથી. અહીં તેવા જ અપુનબંધકોનું ગ્રહણ છે જેઓનું ચિત્ત વર્તમાનમાં મોક્ષને અનુકૂળ વર્તે છે, જ્યારે કેટલાક અપુનબંધક હોવા છતાં વર્તમાનમાં મોક્ષને પ્રતિકૂળ ચિત્તવાળા પણ હોય છે, જેમ જમાલી વગેરે, તેઓનું અહીં ગ્રહણ નથી અને મોક્ષને અનુકુળ જેઓનું ચિત્ત છે તેઓ પૂર્વમાં કહ્યું તેવા ઉચિત આચારોને સેવીને પોતાની ઉત્તમ પ્રકૃતિ સુંદર બનાવે છે અને જેઓ આવી સુંદર પ્રકૃતિવાળા છે તેવા અપુનબંધકની આદિથી માંડીને સર્વ પ્રવૃત્તિ સત્યવૃત્તિ જ છે અને નૈગમનય અનુસારથી તેઓની ચિત્ર પણ સત્યવૃત્તિ પ્રસ્થક પ્રવૃત્તિ જેવી જ છે. જેમ કોઈ પ્રસ્થક ઘડનાર સુથાર પ્રસ્થક ઘડવા માટે કુહાડો ગ્રહણ કરે, તેનો દંડ સાથે સંયોગ કરે, કુહાડાની ધાર તીક્ષ્ણ કરે, ત્યારપછી જંગલમાં જઈને તે પ્રસ્થક માટે લાકડું લઈ આવે અને પ્રસ્થક નિર્માણની પ્રવૃત્તિનો પ્રારંભ કરે ત્યાં નૈગમનય પ્રસ્થક માટે કુહાડાનો ઘટન આદિ પ્રવૃત્તિને પણ પ્રચકની પ્રવૃત્તિ કહે છે; કેમ કે તે પ્રવૃત્તિ વગર પ્રસ્થક નિર્માણની પ્રવૃત્તિ થઈ શકે નહિ, જો કે વ્યવહારનય પ્રસ્થક નિર્માણની ક્રિયા કરતો હોય ત્યારે પ્રસ્થકની ક્રિયા કરે છે તેમ કહે છે જ્યારે નૈગમનય કુહાડાનું ગ્રહણ આદિ સર્વ ક્રિયા પ્રસ્થક કરવાની ક્રિયા છે તેમ કહે છે, તે રીતે આદ્યભૂમિકાવાળો અપુનબંધક જીવ જે કંઈ આદ્યભૂમિકાની ઉચિત પ્રવૃત્તિ કરે છે તે જ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ત્રણ ગુપ્તિવાળા ભાવસાધુની ક્રિયામાં વિશ્રાંત થવાનું કારણ બને તેવી છે, તેથી જેમ ત્રણ ગુપ્તિવાળા મુનિ અસ્મલિત મોક્ષમાર્ગમાં જાય છે તેમ અપુનબંધક જીવ પણ આદ્યભૂમિકામાં માતા-પિતાની ભક્તિ, અકલ્યાણમિત્રનો પરિહાર ઇત્યાદિ જે જે કૃત્યો કરે છે તેનાથી કષાયોની વિરુદ્ધ પ્રવૃત્તિ કરીને અકષાયભાવ તરફ જાય છે, તેથી તેવી સર્વ પ્રવૃત્તિ ધર્મમાં જવાનું પ્રબળ કારણ છે, માટે આઘભૂમિકામાં અજ્ઞાનને વશ તે જીવ કોઈક દોષવાળી પ્રવૃત્તિ કરે તોપણ તે પ્રવૃત્તિ ધર્મને સન્મુખ જ જનારી છે, એ પ્રમાણે ધર્મને જોનારા આપ્તપુરુષો કહે છે. અહીં પ્રશ્ન થાય કે અપુનબંધક જીવો આત્મકલ્યાણ માટે ઉચિત પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ સ્કૂલ બોધને કારણે તેઓની પ્રવૃત્તિમાં કોઈક દોષો વર્તતા હોય તે દોષને કારણે તેટલા અંશથી તેની પ્રવૃત્તિ ધર્મથી વિમુખ કેમ બનતી નથી ? તેથી કહે છે – જે અપુનબંધક જીવો પૂલ બોધવાના છે તોપણ સંસારને નિર્ગુણ જાણીને સંસારના ઉચ્છેદના ઉપાયરૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓનું હૃદય તત્ત્વને અવિરોધક છે, ફક્ત અનાભોગને કારણે જ તત્ત્વને વિરોધી પ્રવૃત્તિ થાય છે, તેથી તે પ્રવૃત્તિમાં તેનું અજ્ઞાન જ અપરાધી છે, તેનું હૈયું તો તત્ત્વને અનુકૂળ જ છે અને તત્ત્વને અનુકૂળ હૈયાથી જ સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે, પરંતુ કેવલ પ્રવૃત્તિથી નહિ અર્થાત્ જેઓનું હૈયું તત્ત્વને અનુકૂળ નથી અને તેઓ કોઈક નિમિત્તે ધર્મની પ્રવૃત્તિ કરે છે તોપણ તે પ્રવૃત્તિથી તેઓનું કલ્યાણ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy