SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ પ્રવૃત્તિ=ઘટન-દંડસંયોગ-ધારનું તીક્ષ્ણતાકરણ આદિ અર્થાત્ કુહાડાને અનુકૂળ લાકડાને ઘડે, દંડનો કુહાડામાં સંયોગ કરે, કુહાડાની ધારને તીક્ષ્ણ કરે અને તે લઈને જંગલમાં જાય તે સર્વ પણ પ્રવૃત્તિ, રૂપનિર્માણની પ્રવૃત્તિ જ છે=પ્રસ્થક આદિ આકારની નિષ્પત્તિનો વ્યાપાર જ છે; કેમ કે ઉપકરણની પ્રવૃત્તિ વગર ઉપકર્તવ્યની પ્રવૃત્તિનો=પ્રસ્થક નિર્માણની પ્રવૃત્તિનો, અયોગ છે, જુતારાવિપ્રવૃત્તિષિમાં રહેલા ઋષિ શબ્દનો અર્થ કરે છે – પ્રસ્થકની ઉત્કિરણાદિ ક્રિયા દૂર રહો, કુઠારાદિ પ્રવૃત્તિ પણ પ્રસ્થક નિર્માણની ક્રિયા છે એમ સંબંધ છે, તેની જેમ=પ્રસ્થક નિર્માણમાં કુઠારાદિ પ્રવૃત્તિની જેમ, આદિ ધાર્મિક એવા અપુનબંધકની ધર્મવિષયમાં જે દેવતાપ્રણામાદિ સદોષ પણ પ્રવૃત્તિ છે તે કાર્ત્યથી= સમસ્તપણાથી, તદ્ગામિની=ધર્મગામિની છે, પરંતુ ધર્મબાધિકા નથી, એ પ્રમાણે હાર્દને જોનારા=ઐપર્વને જોનારા, કહે છે, લલિતવિસ્તરામાં ગાઢુ એ અધ્યાહાર છે એ બતાવવા માટે આિિત શેષઃ કહેલ છે. – ૨૫. કયા કારણથી આ=અપુનર્બંધકની સદોષ પણ દેવતા પ્રણામાદિની પ્રવૃત્તિ એ, એ પ્રમાણે છે ?= સદોષ પણ સંપૂર્ણ ધર્મગામિની છે એ પ્રમાણે છે ? એથી કહે છે જે કારણથી આનું=અપુનબંધકનું, તત્ત્વ અવિરોધક=દેવાદિ તત્ત્વ અપ્રતિકૂલ, હૃદય છે, પરંતુ પ્રવૃત્તિ પણ નહિ; કેમ કે ત્યાં=અપુનબંધકની તત્ત્વ વિરોધી પ્રવૃત્તિમાં, અનાભોગનું જ=સૂક્ષ્મબોધના અભાવનું જ, અપરાધીપણું છે, તેથી=તત્ત્વ અવિરોધક એવા હૃદયથી, સમંતભદ્રતા છે=સર્વથી કલ્યાણતા છે, પરંતુ કેવલ પ્રવૃત્તિથી સમંતભદ્રતા નથી; કેમ કે તેનું=પ્રવૃત્તિનું, કુશલ હૃદયમાં ઉપકારીપણું છે અને તેનું=તત્ત્વ અવિરોધક હૃદયનું, તેના વગર પણ=ઉચિત પ્રવૃત્તિ વગર પણ, ક્યારેક લહેતુપણું હોવાથી અપુનબંધકની સમંતભદ્રતા છે એમ અન્વય છે, કથા કારણથી=કુશલ પ્રવૃત્તિ નહિ હોવા છતાં કુશલ હૃદયથી અપુનબંધકની સમંતભદ્રતા કયા કારણથી છે ? એથી હેતુ કહે છે સકલ ચેષ્ટિતનું=શુભાશુભરૂપ પુરુષાર્થની પ્રવૃત્તિરૂપ સકલ ચેષ્ટિતનું, તદ્ મૂલપણું છે=તત્ત્વ અવિરુદ્ધ હૃદયપૂર્વકપણું છે, આથી અપુનબંધકની સમંતભદ્રતા છે એમ અન્વય છે. - ભાવાર્થ: કેટલાક જીવો સંસારથી અત્યંત ભય પામેલા હોય છે, છતાં સ્કૂલ બોધવાળા હોય છે તેઓ અપુનર્બંધક છે, તેથી પોતાના સ્થૂલ બોધ અનુસાર સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે, કેટલાક સૂક્ષ્મ બોધવાળા હોય છે તેઓ પોતાના બોધ અનુસાર સંસારના ઉચ્છેદ માટે યત્ન કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ છે અથવા દેશવિરતિવાળા છે. અને તેવા અપુનર્બંધક, સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિવાળા જીવો પૂર્વમાં બતાવ્યું તેવી તેત્રીશ પ્રકારની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ પોતાની શક્તિ અનુસાર કરે છે એવા પ્રકારના જીવોની સંસારમાં જે પ્રવૃત્તિ છે તે સર્વ જ સુંદર છે; કેમ કે તેઓને સંસારના ઉચ્છેદની ઉત્કટ ઇચ્છા છે, તેથી અર્થ-કામની ઇચ્છા થાય તોપણ આ મારું હિત નથી તેમ જાણીને તેને ક્ષીણ કરવા યત્ન કરે છે અને વિકારો ચિત્તને વિહ્વળ કરે ત્યારે યતનાપૂર્વક વિકારોને શમન ક૨વા યત્ન કરે છે અને ધર્મની પ્રવૃત્તિ પણ પોતાના બોધ અનુસાર કષાયો અલ્પ થાય તે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy