SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ ‘પૂનનપ્રત્યયં’=પૂનનનિમિત્તે, પૂનનું મ્યમાત્ત્વાલિમિઃ સમય્યર્થનમ્, તથા ‘સવારવત્તિયાણ’‘सत्कारप्रत्ययं’=सत्कारनिमित्तं, प्रवरवस्त्राभरणादिभिरभ्यर्चनं सत्कारः । ४ લલિતવિસ્તરાર્થ : વળી, સૂત્રનો અર્થ=અરિહંત ચેઈયાણં સૂત્રનો અર્થ, આ છે=આગળ કહે છે એ છે – અશોક આદિ આઠ મહાપ્રાતિહાર્યાદિરૂપ પૂજાને યોગ્ય છે એ અરિહંત તીર્થંકરો છે, તેઓનાં પ્રતિમારૂપ ચૈત્યો અરિહંતનાં ચૈત્યો છે. ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે ચિત્ત અંતઃકરણ છે, તેનો ભાવ અથવા કર્મ વ્યાકરણના સૂત્ર અનુસારે તે થાય છે, તેથી અંતઃકરણના ભાવ માટે અથવા કર્મ માટે (જે જિનપ્રતિમા છે તે) ચૈત્ય થાય છે=ભગવાનની પ્રતિમાના દર્શનને કારણે અંતઃકરણ વીતરાગભાવને અભિમુખ થાય છે તેથી તે અંતઃકરણ નિષ્પત્તિના ભાવ માટે જિનપ્રતિમા છે અથવા તે અંતઃકરણની નિષ્પત્તિનું કર્મ જિનપ્રતિમા છે તેથી જિનપ્રતિમા ચૈત્ય કહેવાય છે, ત્યાં=અરિહંત રોઇયાણં સૂત્રમાં, અરિહંતોની પ્રતિમાઓ પ્રશસ્ત એવી સમાધિના ચિત્તનું ઉત્પાદકપણું હોવાથી અર્હત્ ચૈત્યો કહેવાય છે, તેઓનું શું ? એથી કહે છે – ‘કરું છું’ એ ઉત્તમપુરુષ એકવચનનો નિર્દેશ હોવાથી=પહેલો પુરુષ એકવચનનો નિર્દેશ હોવાથી, આત્માના અશ્રુપગમને બતાવે છે અર્થાત્ ‘હું કરું છું’ તે પ્રકારના પોતાના સ્વીકારને બતાવે છે, શું કરું છું ? એથી કહે છે કાય શરીર છે તેનો ઉત્સર્ગ=કૃત આકારવાળા પુરુષની સ્થાન-મૌન-ધ્યાનની ક્રિયાને છોડીને યિાંતરના અધ્યાસને આશ્રયીને અર્થાત્ અન્ય ક્રિયાની પ્રવૃત્તિને આશ્રયીને, પરિત્યાગ અર્થાત્ કાયાનો પરિત્યાગ, તે કાયોત્સર્ગને હું કરું છું એમ અન્વય છે. - અહીં પ્રશ્ન કરે છે – કાયાનો ઉત્સર્ગ એ પ્રમાણે ષષ્ઠીથી સમાસ કરાયો અને અર્હત્ ચૈત્યોનું એ પ્રમાણે પૂર્વમાં આવેદન કરાયું=ક્શન કરાયું, તેથી શું ? અરિહંત ચૈત્યોનો કાયોત્સર્ગ કરું છું એ પ્રમાણે સંબંધ છે ? એથી કહે છે — નહિ, એ પ્રમાણે ઉત્તર અપાય છે – તો શું છે તે સ્પષ્ટ કરે છે, ષષ્ઠીથી નિર્દિષ્ટ એવું તે પદ પદન્દ્વયનું અતિક્રમણ કરીને=કરેમિ કાઉસ્સગ્ગ એ બે પદોને ઓળંગીને, મંડુક જેવા કૂદકાથી વંદન પ્રત્યય ઇત્યાદિ સાથે સંબંધ કરાય છે=વંદણવત્તિયાએ ઇત્યાદિ સાથે અરિહંત ચેઇયાણં પદનો સંબંધ કરાય છે, અને તેથી અરિહંત ચૈત્યોના વંદન નિમિત્તે કાયાના ઉત્સર્ગને કરું છું એ પ્રમાણે જાણવું, ત્યાં=વંદનપ્રત્યય કાઉસ્સગ્ગમાં, વંદન અભિવાદન છે=પ્રશસ્ત કાયા, વાણી અને મનની પ્રવૃત્તિ છે એ પ્રકારનો અર્થ છે અર્થાત્ અભિવાદન અભિવાદ છે એ વ્યુત્પત્તિ અનુસાર વીતરાગતાને અભિમુખ કાયા, વાણી અને મનની પ્રવૃત્તિ પ્રવર્તે તેવી ક્રિયાવિશેષ વંદન છે, તત્પ્રત્યય=તદ્ નિમિત્તે, હું કાઉસ્સગ્ગ કરું છું એમ અન્વય છે=તેનું ફળ અર્થાત્ વંદનનું ફળ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy