SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ચેઈયાણં સૂબા ઇતરથા=જેઓ વંદનાની ભૂમિકાને સંપાદન કર્યા વગર કૂટનટના નૃત્યની જેમ અભાવિત ચૈત્યવંદન અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન વિદ્વાનોને આસ્થાનું કારણ નથી અર્થાત્ વિદ્વાનો જાણે છે કે આ ચૈત્યવંદન અનુષ્ઠાનથી મોક્ષને અનુકૂળ અંતરંગ યોગ પ્રગટ થયો નથી, તેથી તે ચૈત્યવંદન પરંપરાએ પણ મોક્ષનું કારણ નથી, તેથી નિષ્ફળ પ્રાયઃ છે, જેમ કૂટનટ નૃત્ય કરીને લોકોને રંજન કરી શકે છે તેમ તે ચૈત્યવંદન અનુષ્ઠાન પોતાના માટે મિથ્યા આશ્વાસનરૂપ થાય છે અર્થાત્ મેં ચૈત્યવંદન કર્યું છે તેવું મિથ્યા આશ્વાસન માત્ર પોતાને મળે છે, માટે બુદ્ધિમાન પુરુષો તેવા અનુષ્ઠાનને પ્રમાણ સ્વીકારતા નથી, આથી કલ્યાણના અર્થી જીવોએ ચિત્તની ભૂમિકાની નિષ્પત્તિમાં યત્ન કરવો જોઈએ, ત્યારપછી ચૈત્યવંદનને અનુકૂળ પ્રતિજ્ઞા કરવા માટે અરિહંત ચેઇયાણં સૂત્ર બોલવું જોઈએ, તે સૂત્ર આ પ્રમાણે છે – सूत्र: अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं वंदणवत्तियाए पूयणवतियाए सक्कारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए घिइए धारणाए अणुप्पेहाए वड्डमाणीए ठामि काउस्सग्गं । सूत्रार्थ : અરિહંત ચૈત્યોના વંદન નિમિર્ત, પૂજન નિમિર્ત, સત્કાર નિમિત્તે, સન્માન નિમિર્ત, બધિલાભ નિમિત્તે, મોક્ષ નિમિત્તે કાઉસ્સગ્ન કરું છું, વધતી જતી શ્રદ્ધાથી, મેધાથી, વૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી કાઉસ્સગ્નમાં સ્થિર થઉં છું. ललितविस्तरा : सूत्रार्थस्त्वयम्-अशोकाद्यष्टमहाप्रातिहार्यादिरूपां पूजामहन्तीत्यर्हन्तः-तीर्थकराः, तेषां चैत्यानिप्रतिमालक्षणानि अर्हच्चैत्यानि। चित्तम्-अन्तःकरणं, तस्य भावः कर्म वा, वर्णदृढादिलक्षणे ष्यत्रि ('वर्णदृढादिभ्यः ष्यञ्च' पा.५-१-१२३) कृते 'चैत्यं' भवति, तत्रार्हतां प्रतिमाः प्रशस्तसमाधिचित्तोत्पादकत्वादहच्चैत्यानि भण्यन्ते, तेषां, किम् ? 'करोमि' इत्युत्तमपुरुषैकवचननिर्देशनात्माभ्युपगमं दर्शयति, किम्? इत्याह- कायः-शरीरं, तस्योत्सर्ग:-कृताकारस्य स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासमधिकृत्य परित्याग इत्यर्थः, तं कायोत्सर्गम्। आह-'कायस्योत्सर्ग इति षष्ठ्या समासः कृतः, अर्हच्चैत्यानामिति च प्रागावेदितं, तत्किम् 'अर्हच्चैत्यानां कायोत्सर्ग करोमीति?' नेत्युच्यते, षष्ठीनिर्दिष्टं तत्पदं पदद्वयमतिक्रम्य मण्डूकप्लुत्या वन्दनप्रत्ययमित्यादिभिरभिसंबध्यते, ततश्च 'अर्हच्चैत्यानां वन्दनप्रत्ययं करोमि कायोत्सर्गमिति द्रष्टव्यम्, तत्र 'वन्दनम्' अभिवादनं प्रशस्तकायवाङ्मनःप्रवृत्तिरित्यर्थः, 'तत्प्रत्ययं'=तनिमित्तं 'तत्फलं मे कथं नाम कायोत्सर्गादेव स्याद्' इत्यतोऽर्थमित्येवं सर्वत्र भावना कार्या, तथा 'पूअणवत्तियाए'
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy