SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર કઈ રીતે ભગવાનની સ્તુતિ કરે છે તે બતાવે છે – ભગવાન ભવનવાસીથી માંડીને સર્વાર્થ સુધીના સર્વ દેવોના પણ દેવ છે; કેમ કે ભગવાનની ઉપાસના કરીને સર્વ દેવો પોતાને ઇષ્ટ એવી સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષસુખને પ્રાપ્ત કરે છે, તેથી મોક્ષના અર્થી એવા સર્વ દેવો માટે ભગવાન પૂજ્ય છે. જે વીર ભગવાનને દેવો વિનયપૂર્વક બે હાથ જોડીને પ્રણામ કરે છે અર્થાતુ ભગવાનના સર્વોત્તમ ગુણોનું સ્મરણ કરીને ભક્તિના અતિશયથી ભક્તિને વ્યક્ત કરે તે રીતે બે હાથ જોડીને મસ્તકથી નમસ્કાર કરે છે, તે દેવોના દેવ શક્ર આદિથી પૂજાયેલા વીર ભગવાન છે, આ રીતે સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને સ્મરણ થાય છે કે મહાબુદ્ધિના નિધાન શક્ર આદિ પણ ભગવાનના ગુણોથી અત્યંત રંજિત થઈને હૈયામાં ઊઠેલી સ્વાભાવિક ભક્તિને વશ બે હાથ જોડીને નમસ્કાર કરે છે તેવા વીર ભગવાનને હું નમસ્કાર કરું છું અને મહાવીર શબ્દથી સ્મરણ કરાય છે કે જે વીર ભગવાને અત્યંત દુર્જય એવા કર્મોને વિશેષથી નાશ કર્યો છે અને સર્વ કર્મ રહિત એવી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી છે તે પ્રકારે ભગવાનની અવસ્થાને સ્મરણ કરીને પ્રવર્ધમાન ભક્તિથી વંદન કરવાથી ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક જેટલા અંશથી ભક્તિનો અતિશય થાય તેટલા અંશથી ગુણોની પ્રાપ્તિમાં બાધક કર્મોનો અવશ્ય ક્ષય થાય છે. શા. અવતરણિકા - इत्थं स्तुतिं कृत्वा पुनः परोपकारायात्मभाववृद्ध्यै फलप्रदर्शनपरमिदं पठति पठन्ति वा - અવતરણિયાર્થ: આ રીતે સ્તુતિ કરીને=આસન્ન ઉપકારી વીર ભગવાનની ગાથા-રમાં કહ્યું એ પ્રકારે સ્તુતિ કરીને, વળી, પરના ઉપકાર માટે આત્મભાવની વૃદ્ધિ માટે ફલપ્રદર્શનમાં તત્પર એવા આને=આગમમાં કુલ કહ્યું છે એ, બોલે છે=એક સાધુ કે એક શ્રાવક બોલે છે અથવા એક સ્પષ્ટ ઉચ્ચારથી અન્ય સર્વ મનમાં બોલે છે – સૂત્ર - एक्को वि णमोक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारिं वा ।।३।। સૂત્રાર્થ: જિનવરમાં શ્રેષ્ઠ એવા વર્ધમાન સ્વામીને કરાયેલી એક પણ નમસ્કાર નર અથવા નારીને સંસારસાગરથી તારે છે. નાકા લલિતવિસ્તારા - ___ अस्य व्याख्या, -एकोऽपि नमस्कारः तिष्ठन्तु बहवः, जिनवरवृषभाय वर्द्धमानाय यत्नात् क्रियमाणः सन्, किम्? संसरणं संसारः-तिर्यग्नरनारकामरभवानुभवलक्षणः, स एव भवस्थितिकायस्थिति
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy