SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ લલિતવિસ્તરા ભાગ-૩ સૂત્રાર્થ - જે દેવના પણ દેવ છે, જેને દેવેં અંજલીપૂર્વક નમસ્કાર કરે છે, દેવેંના દૈવથી પૂજાયેલા તે મહાવીર સ્વામીને હું મસ્તકથી વંદન કરું છું. I લલિતવિસ્તરા : अस्य व्याख्या-यो भगवान् वर्द्धमानः, देवानामपि-भवनवास्यादीनां, देवः पूज्यत्वात्, तथा चाह- यं देवाः प्राञ्जलयो नमस्यन्ति-विनयरचितकरपुटाः सन्तः प्रणमन्ति, तं देवदेवमहितं देवदेवाः-शक्रादयः, तैर्महितः पूजितः, सिरसा उत्तमाङ्गेनेत्यादरप्रदर्शनार्थमाह, वन्दे, कं? महावीरं ईर गतिप्रेरणयोरित्यस्य विपूर्वस्य विशेषेण ईरयति कर्म गमयति, याति चेह शिवमिति वीरः, महांश्चासौ वीरश्च महावीरः। उक्तं च'विदारयति यत्कर्म तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ।।१।।' तम् ।।२।। લલિતવિસ્તરાઈ - આની વ્યાખ્યા=ગાથાની વ્યાખ્યા – જે ભગવાન વર્ધમાન સ્વામી દેવોના પણ=ભવનવાસી આદિના પણ, દેવ છે; કેમ કે પૂજ્યપણું છે દેવોથી પણ વીર ભગવાનનું પૂજ્યપણું છે, અને તે રીતે કહે છે=ભગવાન દેવોને પણ પૂજ્ય છે તે રીતે કહે છે. જેને પ્રાંજલીવાળા દેવો નમસ્કાર કરે છે=વિનયથી રચિત કરપુટવાળા છતાં પ્રણામ કરે છે, દેવદેવથી મહિત એવા તેમને–દેવોના દેવ શક્ર આદિ તેઓથી મહિત અર્થાત્ પૂજિત એવા તેમને, મસ્તકથી–ઉત્તમાંગથી, એ પ્રકારે આદર દેખાડવા માટે કહે છે, હું વંદન કરું છું, કોને મહાવીર સ્વામીને, મહાવીર શબ્દની વ્યુત્પત્તિ કરે છે – { ધાતુ ગતિ અને પ્રેરણા અર્થમાં છે, આનો લવ પૂર્વક ર ધાતુનો, વિશેષથી ગતિ કરે છેઃ કર્મનો નાશ કરે છે એ ગતિ અર્થમાં છે. હવે પ્રેરણા અર્થવાળા ર ધાતુનો અર્થ કરે છે – અને અહીં=જગતમાં, શિવને પ્રાપ્ત કરે છે એ વીર, મહાન એવા આ વીર મહાવીર અને કહેવાયું છે – જે કારણથી કર્મને વિદારણ કરે છે અને તપથી શોભે છે અને તપ-વીર્યથી યુક્ત છે, તે કારણથી વીર એ પ્રમાણે કહેવાયા છે. તેમને હું વંદન કરું છું એમ અન્વય છે. ||રા. ભાવાર્થ : સિદ્ધોને નમસ્કાર કર્યા પછી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં પ્રબળ કારણભૂત માર્ગને બતાવનારા આસન્ન ઉપકારી પરમગુરુને નમસ્કાર કરે છે, તેનાથી ભગવાનનું વચન સમ્યફ પરિણમન પામે, જેથી શીધ્ર સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થાય.
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy