SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ લલિતવિસ્તરા ભાગ-૩ ગાદથી શંકા કરે છે – ઋતમાત્રથી નિયત વિવેકનું ગ્રહણ છે, તે કારણથી આનાથી=મુતથી, આના વિશેષ વડે=વિવેકના વિશેષ વડે, પૃથર્ જ્ઞાપન કયા કારણથી છે? અથત શ્રુતથી વિવેકનું પૃથર્ જ્ઞાપન આવશ્યક નથી એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ=કૃત, કોઈક રીતે પાઠમાં પણ કોઈક આશયપૂર્વક અધ્યયનમાં પણ, યથાવથ...કાર અર્થવાળા શ્રતને=જેવા પ્રકારના અર્થવાનું છે તેવા પ્રકારના અર્થવાળા શ્રત, મહામિથ્યાદષ્ટિ પુગલપરાવર્તથી અધિક સંસારવાળો જીવ, જાણતો નથી જ, કેમ મહામિથ્યાદષ્ટિ વ્યુત ભણવા છતાં શ્રતના યથાર્થ અર્થને જાણતો નથી ? એથી હેતુ કહે છે – તેના ભાવનું આચ્છાદન છે=શ્રતથી યથાર્થ બોધ થાય તેવા ભાવનું આવરણ છે=મહામિથ્થાદષ્ટિમાં યથાર્થ બોધનું આવારક જ્ઞાનાવરણીયકર્મ છે, દાંતને કહે છે – જેમ અહદયવાળો પુરુષ કાવ્યનો ભાવ=મુંગાર આદિ રસસૂચક વચનના રહસ્યને અવ્યુત્પન્ન બુદ્ધિવાળો જીવ જેમ, જાણતો નથી, તેમ મહામિથ્યાદષ્ટિ વ્યુતના રહસ્યને જાણતો નથી, આથી મહામિથ્યાદૃષ્ટિ કૃતઅધ્યયન દ્વારા પણ શ્રતના પરમાર્થને જાણતો નથી આથી, શ્રતમાત્રથી નિયત વિવેક ગ્રહણ કેવી રીતે હોય? અર્થાત્ શ્રતમાત્રથી નિયત વિવેકનું ગ્રહણ નથી, કયા કારણથી આ આ પ્રમાણે છે?=મહામિથ્યાદષ્ટિ મુતઅધ્યયન કરે છે છતાં વિવેકનું ગ્રહણ થતું નથી એ એ પ્રમાણે કયા કારણથી છે ? એથી કહે છે – કિજે કારણથી, અવબુદ્ધ એવો તે કૃતનો અર્થ હોતે છતે પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ જ અહીં કૃતના અવબોધમાં, સલિંગ છે=આવ્યભિચારી ગક હેતુ છે, પરંતુ શ્રતના અર્થનું જ્ઞાન માત્ર નહિ, શું આટલું જ છે? =મુતના અર્થનો બોધ થયે છતે પ્રવૃત્તિ આદિ લિંગ છે એટલું જ છે?, નહિ, એથી કહે છે–એટલું જ નથી, અન્ય પણ છે એ પ્રમાણે કહે છે – તદ્ભાવની વૃદ્ધિ છે=શ્રતના બોધભાવની વૃદ્ધિ છે=શ્રતનો યથાર્થ બોધ થાય તો જેમ પ્રવૃત્તિ આદિ લિંગો છે તેમ બોધ ભાવની વૃદ્ધિ પણ છે, કાવ્યના ભાવના જાણનારની જેમ=કાવ્યના ભાવના જાણનારને જેમ કાવ્યમાં બોધની વૃદ્ધિ થાય છે એ દાંત છે, આથી જ યથાર્થ અનવબોધ હોવાથી જ, ઉક્ત લક્ષણવાળા મહામિથ્યાદૃષ્ટિની=પુદ્ગલપરાવર્તથી અધિક સંસારવાળા મહામિથ્યાષ્ટિની, અધ્યયનાદિરૂપ શ્રતની પ્રાપ્તિ સ્પષ્ટ અપ્રાપ્તિ છે, કયા કારણથી એથી કહે છે=મહામિથ્યાષ્ટિ જીવો પણ મૃતનું અધ્યયન કરે છે છતાં તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ કયા કારણથી છે? એથી કહે છે – તેના ફલનો અભાવ હોવાથી મુતઅધ્યયનજન્ય યથાવત્ અવબોધરૂપ ફલનો અભાવ હોવાથી, શ્રતની પ્રાપ્તિ અપ્રાપ્તિ છે એમ અવય છે, કોની જેમ ? એથી કહે છે કોની જેમ શ્રતની પ્રાપ્તિ અપ્રાપ્તિ છે ? એથી કહે છે – અભવ્યને ચિંતામણિની પ્રાપ્તિની જેમ=જે પ્રમાણે અતિ નિર્ભાગ્યપણાને કારણે અયોગ્ય જીવને ચિંતામણિની પ્રાપ્તિમાં પણ તેના જ્ઞાનવાતપણાનો અભાવ હોવાથી આ ચિંતામણિ સન્ રીતે આરાધના કરાય તો સર્વ ફળને આપે છે એ પ્રકારના જ્ઞાનનો અભાવ હોવાથી, તેનું ફળ નથીeતે પુરુષને ચિંતામણિનું ફળ નથી, તે પ્રમાણે આને=મહામિથ્યાદષ્ટિને, શ્રતની પ્રાપ્તિમાં પણ સદ્ગતિની પરંપરા દ્વારા પૂર્ણ સુખમય મોક્ષરૂપ શ્રતની પ્રાપ્તિનું ફળ મળતું નથી.
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy