SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ લલિતવિસ્તરા ભાગ-૩ નવા શાલિની વૃદ્ધિ થાય, ફરી તે શાલિબીજોને ભૂમિમાં આરોપણ કરે તો પૂર્વ કરતાં પણ ઘણાં શાલિબીજોની વૃદ્ધિ થાય છે, જેનાથી ક્રમે કરીને વિપુલ શાલિની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમ જેઓ પ્રતિદિન ફરી ફરી શ્રતધર્મની વૃદ્ધિની આશંસા કરે છે અને આશંસા કર્યા પછી શક્તિ અનુસાર શ્રતધર્મની વૃદ્ધિમાં યત્ન કરે છે, વળી, ફરી બીજે દિવસે તે પ્રકારની આશંસા કરીને ફરી શ્રુતધર્મમાં યત્ન કરે છે તેમાં કેટલાક કાળ પછી વિપુલ પ્રમાણમાં શ્રુતધર્મની વૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વળી, શાલિબીજના આરોપણમાં સહકારી કારણ જલ છે, તેથી શાલિબીજને જમીનમાં આરોપણ કર્યા પછી ઉચિત જલનું સિંચન કરવામાં આવે તો તે શાલિબીજોમાંથી શાલિની વૃદ્ધિ થાય છે, તેમ શ્રુતની વૃદ્ધિમાં જલસ્થાનીય વિવેકથી શ્રુતનું ગ્રહણ છે અર્થાત્ શ્રુતના પારમાર્થિક તાત્પર્યને સ્પર્શે તે પ્રમાણે શ્રુતને ગ્રહણ કરવામાં આવે તો તે શ્રુતના અધ્યયનથી પારમાર્થિક તાત્પર્યને સ્પર્શે એવા અર્થનો બોધ થાય છે અન્યથા શ્રુતનો શબ્દમાત્રથી બોધ થાય છે અને શબ્દમાત્રથી થયેલો શ્રુતનો બોધ પારમાર્થિક શ્રુતની વૃદ્ધિરૂપ બનતો નથી, પરંતુ તીર્થકરોએ સામાયિકના સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યને બતાવે તે પ્રકારે શ્રુતનું નિરૂપણ કર્યું છે તે તાત્પર્યને સ્પર્શે તેવા વિવેકથી જેઓ શ્રુતગ્રહણ કરે છે તેઓમાં મોક્ષના કારણભૂત એવા શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થાય છે અને જે તે પ્રકારના કૃતના પારમાર્થિક અર્થને સ્પર્શે નહિ તે રીતે શ્રુતગ્રહણ કરે છે તે શ્રતગ્રહણ લોકમાં વિદ્વત્તાના પ્રદર્શનમાં ઉપયોગી હોવા છતાં સંસારક્ષયમાં ઉપયોગી નથી. વળી, ઋતગ્રહણમાં રહેલો વિવેકનો આશય અતિગંભીર અને ઉદાર છે, તેથી જેઓને શ્રુતના તાત્પર્યને સ્પર્શે તેવા ઘણા કૃતાવરણકર્મનો ક્ષયોપશમભાવ વર્તે છે તેઓને જ શ્રતઅધ્યયનકાળમાં વિવેકરૂપ આશય પ્રગટે છે, આથી જ ભાષતુષ જેવા કેટલાક મુનિઓને સ્મૃતિભ્રંશ કરાવે તેવો શ્રુતાવરણકર્મનો પ્રચુર ઉદય હોવા છતાં ગીતાર્થ ગુરુ પાસેથી શ્રુતના સારરૂપ મા રુષ્ય, મા તુષ્ય એ બે શબ્દોના પરમાર્થને સ્પર્શે એવો અતિગંભીર વિવેકરૂપ આશય મળ્યો હતો, તેથી માપતુષ મુનિને તે બે શબ્દોના સૂક્ષ્મ પરમાર્થને સ્પર્શે તેવો ઘણા કૃતાવરણનો ક્ષયોપશમભાવ હતો. વળી, તેઓનો વિવેકરૂપ આશય ઉદાર હતો, આથી જ તેમના શ્રુતના બોધમાં સકલ સુખરૂપ મોક્ષનું સાધકપણું હતું, તેથી જેઓ શ્રુતની ગંભીરતાનું ભાન કરીને અને આ શ્રુતજ્ઞાન મોહનાશમાત્રમાં ફલવાળું છે તે પ્રકારના ઉદાર ભાવને સ્પર્શીને શ્રુતનું અધ્યયન કરે છે તેઓમાં જ વિવેકરૂપ આશય વર્તે છે અને આ વિવેકરૂપ આશયથી જ શ્રુતઅધ્યયન દ્વારા તેઓ સંવેગના અમૃતનું આસ્વાદન કરે છે અને જેઓ શબ્દમાત્રથી શ્રુતનો બોધ કરે છે તેઓ વિદ્વાન જણાય, પરંતુ સંવેગરૂપ અમૃતના આસ્વાદનની ગંધમાત્ર પણ તેમને પ્રાપ્ત થતી નથી. સંવેગ શું છે ? તે સ્પષ્ટ કરે છે – શ્રુતઅધ્યયનકાળમાં વીતરાગતાને સ્પર્શતો મોક્ષ તરફ જતો જીવનો અધ્યવસાય સંવેગ છે; કેમ કે આત્માના વિતરાગભાવરૂપ ધર્મ પ્રત્યે અનુરાગ એ સંવેગ છે, તેમાં સાક્ષી બતાવે છે – હિંસાના પ્રબંધથી રહિત એવા તથ્ય ધર્મમાં, રાગ-દ્વેષ-મોહ આદિથી મુક્ત એવા દેવમાં અને દ્રવ્ય ગ્રંથ અને ભાવ ગ્રંથથી રહિત અને અંતરંગ કષાયોથી રહિત એવા સાધુમાં જે નિશ્ચલ અનુરાગ એ સંવેગ છે, તેથી એ ફલિત થાય કે જેમ જેમ મહાત્મા શ્રત ભણે છે તેમ તેમ તેમના આત્મામાં સ્વ-ભાવપ્રાણની હિંસાથી અને પકાયની હિંસાથી વિરત એવો ધર્મ વૃદ્ધિ પામે છે, તેથી વીતરાગદેવતુલ્ય થવા માટે તે મહાત્મા મહાપરાક્રમ કરે છે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy