SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પુષ્પરવરદી સૂત્ર સંવેગ ધર્માદિનો અનુરાગ છે, જે કહેવાયું છે – ધ્વસ્ત કરાયો છે હિંસાનો પ્રબંધ જેમાં એવા તથ્યધર્મમાં, રાગ-દ્વેષ-મોહ આદિથી મુક્ત એવા દેવમાં, સર્વગ્રંથના અર્થાત્ મમત્વના સંદર્ભથી રહિત એવા સાધુમાં, જે નિશ્ચલ અનુરાગ એ સંવેગ છે. તે જ=સંવેગ જ, અમૃત=સુધા, તેનું આસ્વાદવ છે=અનુભવ છે. નનુથી શંકા કરે છે – ક્રિયા જ હલને દેનારી છે, પરંતુ શાન નહિ, જે પ્રમાણે કહેવાયું છે – પુરુષોને ક્રિયા જ ફલને દેનારી છે, જ્ઞાનલને દેનારું મનાયું નથી, જે કારણથી સ્ત્રી અને ભક્ષ્યના ભોગને જાણનારો જ્ઞાનથી સુખી થતો નથી. એથી વિવેકના ગ્રહણથી શું? અર્થાત્ વિવેકરૂપી જલથી મૃતનું ગ્રહણ ફલને દેનારું છે એમ કહેવાથી શું? એ પ્રકારની આશંકા કરીને વ્યતિરેકથી અથાતરના ઉપચાસ વડે કહે છેઃ અભાવમુખથી દાંતના ઉપન્યાસ કહે છે – અવિશાતગુણવાળા ચિંતામણિમાં યત્ર નથી જ અતિર્ગીત જવરાદિના ઉપશમ સ્વભાવવાળા ચિતારત્વમાં તેને ઉચિત પૂજાદિ અનુષ્ઠાનરૂપ યત્ન થતો નથી જ, જે પ્રમાણે જ્ઞાતગુણવાળા ચિંતામણિમાં જ યત્વ છે તે પ્રમાણે શ્રુતમાં પણ છે=સંવેગના પરિણામ દ્વારા જ્ઞાતગુણવાળા શ્રતમાં પણ તેને અનુરૂપ અનુષ્ઠાનમાં યત્ન છે, એથી જ્ઞાનપૂર્વક જ ક્રિયા ફુલવાળી છે. નનુથી શંકા કરે છે – ચિંતામણિપણું હોવાથી જ ચિંતામણિ સમીહિત હલવાળો થાય, ત્યાં= ચિંતામણિમાં, ઉક્ત યત્નથી શું ફલની પ્રાપ્તિને અનુરૂપ પૂજદિ અનુષ્ઠાનરૂપ યત્નથી શું? અર્થાત્ થત્વ આવશ્યક નથી, એથી કહે છે – અન્યથા અજ્ઞાતગુણપણાને કારણે થનના અભાવમાં, આનાથી પણ=ચિંતામણિ આદિથી પણ, સમીહિતસિદ્ધિ નથી જ=પ્રાર્થિત પરમ એશ્વર્ય આદિની સિદ્ધિ નથી જ, શ્રુતજ્ઞાનથી દૂર રહો=શ્રુતજ્ઞાનથી તો સમીહિત સિદ્ધિ દૂર રહો, આને જ=અજ્ઞાતગુણને કારણે યત્ન થતો નથી એથી સમીહિત સિદ્ધિ નથી એને જ, ભાવન કરતાં કહે છે – પ્રેક્ષાપૂર્વકારીઓને આ પ્રગટ છે=બુદ્ધિમાનોને પ્રેક્ષાચક્ષુનું વિષયપણું હોવાથી આ પ્રત્યક્ષ છે એમ અવાય છે, તે કુતથી સ્પષ્ટ કરે છે – જ્ઞાનપૂર્વક સર્વ યત્ન સમીહિત સિદ્ધિ ફલવાળો છે, વ્યતિરેકને કહે છે–પ્રેક્ષાપૂર્વકારીઓ સિવાય અન્યને આ પ્રગટ નથી એ રૂપ વ્યતિરેકને કહે છે – ગોયોતિવર્ગનો=બળદ જેવા સામાન્ય લોકનો, એકાંત અવિષય છે=સમ્યજ્ઞાન વગર ક્રિયાથી ફળ મળશે નહિ એ પ્રકારનો એકાંત અવિષય છે; કેમ કે સદા પણ અસંવેધપણું છે=બળદ જેવા જીવોને અજ્ઞાનપૂર્વકની ક્રિયા નિષ્ફળ છે એ પ્રકારે સદા પણ અસંવેધ છે. ભાવાર્થ પૂર્વમાં કહ્યું કે ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રુતધર્મની વૃદ્ધિ થાવ, એ પ્રકારે જેઓ વિવેકપૂર્વક પ્રણિધાન કરે છે તેઓના ચિત્તમાં શ્રતધર્મની વૃદ્ધિના સદ્ભાવનું આરોપણ થાય છે, તેનાથી તેઓ શ્રતધર્મની વૃદ્ધિ કરે છે અને આ પ્રમાણે પ્રતિદિન પ્રસ્તુત સૂત્ર બોલીને ફરી ફરી શ્રુતધર્મની વૃદ્ધિની આશંસારૂપ અધ્યવસાય અત્યંત શુભ છે, કેવા પ્રકારનો શુભ છે ? તે દષ્ટાંતથી બતાવે છે – જેમ કોઈ પુરુષ પાસે પરિમિત શાલિનાં બીજો હોય અને ઉચિતભૂમિમાં તેનું આરોપણ કરે, જેથી ઘણા
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy