SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ લોગરસ સુત્ર વગર આ પ્રકારનું કથન છે એમ કહેવાથી પ્રસ્તુત સૂત્ર નિરર્થક કથન કરે છે તેમ સિદ્ધ થાય, તેથી પ્રસ્તુત સૂત્ર અપ્રમાણ છે તેમ માનવું પડે અને પ્રયોજનથી કહેવાયું છે તો ભગવાન તમે પ્રસન્ન થાવ એમ કહેવાથી ભગવાન પ્રસન્ન થવાના નથી; કેમ કે વીતરાગ છે, તેથી તે પ્રકારનું કથન અયથાર્થ છે અને તેના દ્વારા ભગવાનની પ્રસન્નતાની સિદ્ધિ થઈ શકે નહિ, આ પ્રકારે પૂર્વપક્ષીએ શંકા કરી ત્યાં ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – ભગવાન પ્રસાદપર થાવ એ કથન પ્રાર્થના નથી; કેમ કે પ્રાર્થનાનું લક્ષણ તેમાં ઘટતું નથી. કેમ ઘટતું નથી? તે સ્પષ્ટ કરતાં કહે છે – કોઈ પુરુષ પોતાના પ્રત્યે અપ્રસન્ન હોય ત્યારે તમે પ્રસન્ન થાવ એ પ્રકારે પ્રાર્થના કરાય છે અથવા ભાવિમાં પણ સદા પ્રસન્ન રહો એ અર્થથી તમે પ્રસન્ન થાવ એ પ્રકારે પ્રાર્થના કરાય છે અને તેવી પ્રાર્થના સ્વીકારીએ તો ભગવાન અવતરાગ છે તેમ સિદ્ધ થાય અને ભગવાન અવતરાગ છે તેમ સ્વીકારીને પ્રસ્તુત કથનને પ્રાર્થના કહેવામાં આવે તો સ્તવધર્મનું ઉલ્લંઘન થાય છે અર્થાત્ ભગવાનની વાસ્તવિક સ્તુતિ નથી, પરંતુ અર્થથી ભગવાન અવીતરાગ છે એમ આક્રોશ કરવામાં આવે છે. જેમ કોઈ માણસ પોતાના પ્રત્યે અપ્રસન્ન હોય ત્યારે કહેવામાં આવે કે તમે પ્રસાદપર થાવ ત્યારે અર્થથી અપ્રસાદપર છે તેમ જ કહેવામાં આવે છે, તેથી તે પુરુષના ગુણની સ્તુતિ નથી, પરંતુ તે અપ્રસાદવાળા છે તેમ કહીને તેમને આક્રોશ કરાય છે, ફક્ત તેનાથી થતા અનર્થના રક્ષણ માટે તે પ્રકારે તેની પાસે પ્રાર્થના કરાય છે, જ્યારે પ્રસ્તુત સૂત્ર તો ભગવાનના સ્તુતિધર્મવાળું છે, તેથી ભગવાનના ગુણોના કિર્તનને જ કરનાર છે, પરંતુ ભગવાન અપ્રસાદપર છે તેમ કહીને તેમની પાસેથી પ્રસાદની યાચના કરાતી નથી; કેમ કે આર્યપુરુષ આ પ્રકારે વચનપ્રયોગ કરે નહિ, જેથી અર્થપત્તિથી ભગવાન અવીતરાગ છે તેમ સિદ્ધ થાય અને આર્યપુરુષ તેવી સ્તુતિ કરે તો તે આર્ય નથી અર્થાત્ શિષ્ટ નથી તેમ સિદ્ધ થાય. અહીં પ્રશ્ન થાય કે તો ભગવાન પ્રસાદપર થાવ એ કથન પ્રાર્થનારૂપ નથી તો શું છે ? એથી કહે છે - વચન બોલવામાં કુશળતાયુક્ત પુરુષથી ગમ્ય એવો આ માર્ગ છે અર્થાત્ કુશલ પુરુષો ભગવાન અવીતરાગ છે એમ સિદ્ધ ન થાય અને ભગવાનની સ્તુતિથી પોતાને ઈષ્ટની પ્રાપ્તિ થાય તે પ્રકારે વચનપ્રયોગ કરે છે, તેથી ગણધરોએ પ્રસ્તુત સૂત્રની રચના તે રીતે જ કરી છે જેથી ભગવાન અવીતરાગ છે તેમ સિદ્ધ ન થાય અને સ્તુતિ કરનારને તે પ્રકારના વચનપ્રયોગથી ફળની પ્રાપ્તિ થાય, આ પ્રકારનો નિપુણ માર્ગ વચનકૌશલ્યથી યુક્ત પુરુષ જ જાણી શકે છે. વળી, પૂર્વપક્ષીએ કહેલું કે તીર્થંકર પ્રસાદપર થાવ એ ઉપન્યાસ અપ્રયોજન છે કે સપ્રયોજન છે તે બંને વિકલ્પ સંગત નથી, તેની સ્પષ્ટતા કરતાં કહે છે – અપેક્ષાએ પ્રસ્તુત વચનપ્રયોગ અપ્રયોજનવાળો છે અને અપેક્ષાએ સપ્રયોજન પણ છે, જેમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાવ એમ કહીને ભગવાનને આશ્રયીને પ્રસાદની પ્રાપ્તિરૂપ પ્રયોજનવાળો પ્રસ્તુત પ્રયોગ નથી, તેથી અપ્રયોજનવાળો છે અને ભગવાનની સ્તુતિ કરીને પોતાને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાવ એ અપેક્ષાએ પ્રસ્તુત પ્રયોગ સપ્રયોજન છે. આથી જ ભગવાનના સ્તવરૂપે તેનો ઉપન્યાસ યુક્તિયુક્ત છે. કેમ આ ઉપન્યાસ ભગવાનની અપેક્ષાએ અપ્રયોજનવાળો અને
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy