SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ લલિતવિસ્તરા ભાગ-૩ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुब्वयं नमिजिणं च । वंदामि रिट्ठनेमि, पासं तह वद्धमाणं च ।।४।। સૂત્રાર્થ - ઋષભદેવ અને અજિતનાથને હું વંદન કરું છું, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ સ્વામી, સુપાર્શ્વ જિન અને ચંદ્રપ્રભ સ્વામીને હું વંદન કરું છું. રાઈ પુષ્પદંત એવા સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ એવા જિન, ધર્મનાથ અને શાંતિનાથને હું વંદન કરું છું. ll૩માં કુંથુનાથ, અરનાથ અને મલ્લિનાથને હું વંદન કરું છું, મુનિસુવ્રત સ્વામી, નમિ જિન, રિષ્ટનેમિ, પાર્શ્વનાથ અને વર્ધમાન સ્વામીને હું વંદન કરું છું. જા લલિતવિસ્તરા - एता निगदसिद्धा एव, नामान्वर्थनिमित्तं त्वावश्यके 'उरूसु उसभलञ्छण उसभं सुमिणमि तेण સમનિuti' ત્યાવિ ન્હાવવસેમત્તિકાર-રૂ-જા. લલિતવિસ્તરાર્થ: આ ત્રણ ગાથાઓ, નિગદસિદ્ધ જ છે=કથનમાત્રથી અર્થ પ્રગટ છે, વળી, નામના અન્વર્થનું નિમિત આવશ્યક હોતે છતે સાથળમાં ઋષભલંછન છે તેથી ઋષભદેવ, માતાએ ચૌદ સ્વપ્નમાં પ્રથમ ઋષભ જોયો, તેથી ઋષભજિન ઈત્યાદિ ગ્રંથથી જાણવું. ર-૩-૪ll ભાવાર્થ : ત્રણ ગાથાઓ દ્વારા ચોવીશે તીર્થકરનું નામથી કીર્તન કરાયું છે. ચોવીશે તીર્થંકરનાં તે નામો માતાપિતાએ કયા પ્રયોજનથી પાડ્યાં છે અને તે નામો કઈ રીતે વીતરાગ સર્વજ્ઞના પારમાર્થિક સ્વરૂપના અર્થને બતાવનારાં છે તે પ્રકારે આવશ્યક નિર્યુક્તિમાં દરેક તીર્થંકરના નામની વ્યુત્પત્તિ બતાવી છે તે અર્થનો પ્રસ્તુત શબ્દ વાચક છે તે પ્રકારનો બોધ કરીને, તે પ્રકારે ઉપસ્થિત થાય તે રીતે પ્રતિસંધાન કરીને, જે મહાત્મા ચોવીશે તીર્થંકરના નામનું કીર્તન કરે ત્યારે તેમના ગુણોને અભિમુખ અત્યંત ભક્તિવાળું જેટલું તેમનું ચિત્ત થાય તેને અનુરૂપ તે તે ગુણોની પ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મો નાશ પામે છે, તેથી સ્તુતિકાળમાં તે તે ગુણોના રાગને અનુકૂળ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેથી સ્તુતિકાળમાં જેટલો સૂક્ષ્મબોધ અને સૂક્ષ્મબોધને અનુરૂપ અર્થનું પ્રતિસંધાન થાય અને પરમાર્થને સ્પર્શવા માટે અપ્રમાદભાવ જેટલો અતિશય થાય તેટલા પ્રમાણમાં સંસારના પરિભ્રમણની શક્તિ ક્ષય થાય છે અને તીર્થકરોના ગુણોમાં પ્રવર્તતો ઉપયોગ શક્તિના પ્રકર્ષવાળો થાય તો તીર્થકરતુલ્ય થવા યોગ્ય તીર્થંકર નામકર્મના બંધનું કારણ થાય છે અને વીતરાંગતાને સ્પર્શે તે પ્રકારે અપ્રમાદભાવ પ્રકર્ષવાળો થાય તો ક્ષપકશ્રેણીની પ્રાપ્તિ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy