SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ લોગસ્સ સૂત્ર પણ પ્રાપ્તિ થાય અને પૃથ્વી આદિ અન્ય દ્રવ્યોની પણ પ્રાપ્તિ થાય, તેથી પાણી અને દ્રવ્ય એ બે પદમાંથી એક ‘દ્રવ્ય’ પદ વ્યભિચારી છે, તેથી દ્રવ્યપદથી પાણી સિવાયના અન્ય દ્રવ્યની વ્યાવૃત્તિ કરવા માટે અપ્ એ વિશેષણ સાર્થક છે. વળી, કોઈક સ્થાનમાં વિશેષણ અને વિશેષ્ય બંનેનો વ્યભિચાર ન હોય તોપણ તેના સ્વરૂપનો બોધ કરાવવા માટે વિશેષણનું ગ્રહણ થાય છે, જેમ અપ્રદેશવાળો પરમાણુ છે, ત્યાં પરમાણુ કહેવાથી જ તેના પ્રદેશો નથી તેવો બોધ થાય છે તોપણ કોઈકને સ્પષ્ટ બોધ કરાવવા માટે કહેવાય છે કે ૫૨માણુને પ્રદેશ નથી, તેથી પરમાણુનું અપ્રદેશ એ વિશેષણ પરમાણુના સ્વરૂપનો બોધ કરાવે છે તેમ લોકઉદ્યોતકર આદિ વિશેષણોથી વિશિષ્ટ અરિહંત કેવલી છે, છદ્મસ્થ નથી તેવો બોધ કરાવવા માટે વ્રુત્તિનઃ એ પ્રકારનું વિશેષણ છે. વળી, માત્ર કેવલી એ પ્રકારે અરિહંતનું વિશેષણ કહેવામાં આવે તો શ્રુતકેવલી વગેરેનું પણ ગ્રહણ થાય અને પ્રસ્તુતમાં તેઓની સ્તુતિ કરવી નથી, પરંતુ કેવલી તીર્થંકરોની જ સ્તુતિ ક૨વી છે તે બતાવવા માટે અન્ય સર્વ વિશેષણો સફળ છે. આ રીતે પ્રથમ-ચરમ ઇત્યાદિ અન્ય અન્ય વિશેષણોના સંયોગની અપેક્ષાએ વિચારણા કરવાથી વિશેષણના સાફલ્યનો બોધ થાય છે, તેથી વિવિધ પ્રકારના નયની દૃષ્ટિને જોવામાં સમર્થ પુરુષે તે પ્રમાણે વિચાર કરવો જોઈએ, જેથી તે તે નયના સૂક્ષ્મબોધથી તે તે પદોના યથાર્થ અર્થનો સૂક્ષ્મબોધ થાય, જેનાથી નયવિષયક નિપુણજ્ઞાનની પ્રાપ્તિ થાય અને સૂક્ષ્મ નયનો બોધ સમ્યગ્દર્શનની અતિશયતા કરીને મહાનિર્જરાનું કારણ બને છે. IIII અવતરણિકા : तत्र यदुक्तं 'कीर्त्तयिष्यामी 'ति तत् कीर्त्तनं कुर्वन्नाह અવતરણિકાર્થ : ત્યાં=પ્રથમ ગાથામાં, હું કીર્તન કરીશ એ પ્રમાણે જે કહેવાયું, તે કીર્તનને કરતાં કહે છે=ત્રણ ગાથાથી કહે છે સૂત્ર ઃ उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमई च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥ २ ॥ सुविहिं च पुप्फदंतं, सीअलसिज्जंसवासुपुज्जं च । विमलमणंतं च जिणं, धम्मं संतिं च वंदामि ||३||
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy