SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ લલિતવિસ્તાર ભાગ-૩ પંજિકા : 'भावतस्तदन्यसमुच्चयार्थ' इति, भावतः नामस्थापनाद्रव्याहत्परिहारेण, शुभाध्यवसायतो वा, 'तदन्येषाम्'= ऋषभादिचतुर्विंशतिव्यतिरिक्तानाम् ऐरवतमहाविदेहजानामर्हतां, (समुच्चयार्थः=)सङ्ग्रहार्थः, तदुक्तम् 'अविसद्दग्गहणा पुण एरवयमहाविदेहे य।' ॥१॥ પંજિકાર્ય : માવતસ્તા .... પરવાનાવિલે ૨ | માવતરૂંચસમુઘવાર્થ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – ભાવથી નામ-સ્થાપતા-દ્રવ્ય અરિહંતના પરિહારથી અર્થાત્ ભાવ તીર્થંકરના ગ્રહણથી અથવા શુભ અધ્યવસાય રૂ૫ ભાવથી, તેનાથી અન્યોના=ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકરથી વ્યતિરિક્ત એરવત-મહાવિદેહમાં થનારા અરિહંતોના, સંગ્રહ અર્થવાળો જ શબ્દ છે, તે કહેવાયું છે પ શબ્દના ગ્રહણથી વળી, ઐરાવત અને મહાવિદેહમાં વર્તતા તીર્થકરોનું ગ્રહણ છે એમ સંબંધ છે. III ભાવાર્થ : લોકના ઉદ્યોતકર એ પ્રકારનું વિશેષણ ચોવીશે તીર્થકરોનું આપેલ છે, તેમાં લોક શબ્દને ષષ્ઠી વિભક્તિ બતાવી, તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાન પંચાસ્તિકાયમય લોકના ઉદ્યોતને કરનારા છે, તેથી ઉદ્યોત્ય પંચાસ્તિકાયમય લોક છે અને તેના ઉદ્યોતક ભગવાન છે, આમ કહેવાથી ઉદ્યોત્ય-ઉદ્યોતક બેનો ભેદથી ઉપન્યાસ થાય છે, તેનાથી વિજ્ઞાન અદ્વૈતમતનો નિરાસ થાય છે. વસ્તુતઃ વિજ્ઞાન અદ્વૈતવાદી જ્ઞાનથી અતિરિક્ત શેય એવો લોક નથી તેમ એકાંતે સ્વીકારે છે અને કહે છે કે જ્ઞાન થાય છે તેના બળથી શેયનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, જો શેયનું જ્ઞાન થતું ન હોય તો શેય છે તેમાં કોઈ પ્રમાણ નથી અને જોયું અને જ્ઞાન બેની સત્તા સ્વીકારવામાં ગૌરવ છે; કેમ કે જ્ઞાન પણ છે અને શેય પણ છે બે પદાર્થની કલ્પના કરવા કરતાં માત્ર જ્ઞાન છે તેમ સ્વીકારવામાં એક પદાર્થની કલ્પના થવાથી લાઘવ છે અને માત્ર શેયનો સ્વીકાર જ્ઞાન વગર થઈ શકતો નથી, તેથી જ્ઞાનને સ્વીકારીને શેય નથી તેમ સ્વીકારવામાં લાઘવ છે, તેથી ઉંઘમાં હાથી ઘોડા દેખાય છે તેમ જ્ઞાનના વિકલ્પથી શેય દેખાય છે, વસ્તુતઃ જ્ઞાનથી અતિરિક્ત જોય નથી, આ પ્રકારનો વિજ્ઞાન અદ્વૈતનો મત એકાંતથી સ્વીકારવો ઉચિત નથી, તે બતાવવા માટે ભગવાન લોકના ઉદ્યોતને કરનારા છે તેમ કહેલ છે. વસ્તુતઃ દેખાતા જોય પદાર્થો આત્મા માટે અનુપયોગી છે, છતાં મોહને વશ જીવોને તે દેખાતા પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થાય છે, તેના વારણ માટે શેય પદાર્થ પરમાર્થથી આત્મા માટે ઉપયોગી નથી તે બતાવવા માટે નથી, એમ સ્યાદ્વાદની એક દૃષ્ટિથી સ્વીકારાય છે. તેથી વિજ્ઞાન અદ્વૈત મત એક નયથી સત્ય છે, પરંતુ વિજ્ઞાન અદ્વૈતવાદી તે નયને એકાંતે સ્વીકારીને જગતમાં વર્તતા શેયનો જ અપલાપ કરે છે તેના નિવારણ માટે ષષ્ઠી વિભક્તિ દ્વારા ભગવાન લોકના ઉદ્યોતકર છે તેમ કહેલ છે. લોક શબ્દની વ્યુત્પત્તિ બતાવે છેજ્ઞાનથી જે દેખાય તે લોક છે, એ વ્યુત્પત્તિ પ્રમાણે ઘટ-પટ સર્વ પદાર્થો જ્ઞાનથી દેખાય છે, તેથી લોક શબ્દથી
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy