SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અewત્ય સૂત્ર क्रियाज्ञानात्मके योगे, सातत्येन प्रवर्त्तनम् । वीतस्पृहस्य सर्वत्र, यानं चाहुः शिवाध्वनि ।।५।।' इति वचनात् । લલિતવિસ્તરાર્થ: અહીં પ્રસ્તુત દંડક સૂત્રથી કરાતા કાઉસ્સગ્નમાં, ઉચ્છવાસમાન આ પ્રમાણે=પૂર્વમાં કહ્યું એ પ્રમાણે આઠ ઉચ્છવાસ પ્રમાણ છે, પરંતુ ધ્યેયનો નિયમ નથી, જે પ્રકારે પરિણામ છે તે પ્રકારે આ છે ધ્યેયનું ધ્યાન છે, તે ધ્યેયને જ સ્પષ્ટ કરે છે – સ્થાપના ઈશ એવા પરમાત્મા તેમના ગુણરૂપ જે તત્ત્વો તે ધ્યેય છે અથવા સ્થાન-વર્ણ-અર્થ-આલંબન ધ્યેય છે અથવા આત્મીય દોષનો પ્રતિપક્ષ ધ્યેય છે, આ=ધ્યેયનું ધ્યાન, વિધાજન્મનું બીજ છે તે=વિધાજન્મનું બીજ પરમેશ્વર છે, પરમેશ્વરપ્રણીત છે; કેમ કે આથી=પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી, આ રીતે જ=વિધાજન્મને અનુરૂપ પ્રકારથી જ, ઉપયોગની શુદ્ધિ છે=વીતરાગતાને અનુકૂળ ઉપયોગની શુદ્ધિ છે, શુદ્ધ ભાવથી બંધાયેલું કર્મ સુવર્ણ ઘટાદિના ઉદાહરણથી અવંધ્ય છે, આના ઉદયથી=શુભભાવથી બંધાયેલા કર્મના ઉદયથી, વિધાજન્મ છે; કેમ કે કારણને અનુરૂપપણું છે. આ કાર્યનું કારણને અનુરૂપપણું, યુક્તિ અને આગમથી સિદ્ધ છે અને તેના લક્ષણને અનુપાતિ છે; કેમ કે પાંચ શ્લોકમાં બતાવે છે એ પ્રકારનું વચન છે, પાંચ શ્લોકોનો અર્થ આ પ્રમાણે છે – જેમ વગૃહના કૃમિમાંથી=વિષ્ટારૂપી ગૃહમાં વર્તતા કૃમિમાંથી, સુંદર મનુષ્યભવને પામીને તેની પ્રાપ્તિમાં પણ જાતિસ્મરણ આદિથી હું વિષ્ટામાં કીડો હતો એ પ્રકારના બોધની પ્રાપ્તિમાં પણ, વળી ત્યાં=વચગૃહમાં, ફરી હું વિષ્ટાનો કીડો થાઉં એ પ્રકારે ઈચ્છા થતી નથી. તેમ વિધાજન્મની પ્રાપ્તિથી વીતરાગતાના પારમાર્થિક બોધને સ્પર્શે તેવા જ્ઞાનની પ્રાપ્તિથી, તત્ત્વજ્ઞાનયુક્ત મહાત્માનું મન પણ વિષયોમાં પ્રવર્તતું નથી. જે પ્રમાણે વિષગ્રસ્ત એવા જીવને મંત્રોથી નિર્વિષ અંગનો ઉદ્ભવ છે, તે પ્રકારે જ વિધાનો જન્મ થયે છતે અત્યંત મોહના વિષનો ત્યાગ છે. આથી જમોહના વિષનો ત્યાગ છે આથી જ, આ=વિધાજન્મવાળા મહાત્મા, નિત્ય અખેદિત શૈવમાર્ગમાં= મોક્ષમાર્ગમાં, જાય છે, વળી, મોહવિષથી ગ્રસ્ત જીવ ઈતરમાં સંસારમાર્ગમાં, જાય છે તેની જેમ ઈતર=મોહવિષથી અગ્રસ્ત વિવેકી જીવ, જતો નથી=સંસારમાર્ગમાં જતો નથી. ક્રિયાજ્ઞાનાત્મક યોગમાં વીત સ્પૃહાવાળા જીવના સાતત્યથી પ્રવર્તનને અને શિવમાર્ગમાં સર્વત્ર ગમનને કહે છે શાસ્ત્રકારો કહે છે. પંજિકા - 'एतद्विधे'त्यादि, एतत् प्रतिविशिष्टध्येयध्यानं, विद्याजन्मबीजं विवेकोत्पत्तिकारणं, तद् इति शास्त्रसिद्धं, पारमेश्वरं परमेश्वरप्रणीतम्, हेतुमाह- अतः प्रतिविशिष्टध्येयध्यानाद्, इत्थमेव विद्याजन्मानुरूपप्रकारेणैव,
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy