SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ અધિકતર ગુણાંતરની પ્રાપ્તિ ન હોય છતાં તે પ્રમાણે કરવામાં સૂત્રનો વિરોધ છે. આશય એ છે કે ઉપસર્ગોના જય દ્વારા અધિક ગુણાંતરની પ્રાપ્તિ માટે અભિભવ કાયોત્સર્ગ કરવાની વિધિ છે અને તેવો પ્રસ્તુત કાયોત્સર્ગ નથી, પરંતુ કંઈક પ્રયોજનની સિદ્ધિ માટે ચેષ્ટા કાઉસ્સગ્ગ કરાય છે, છતાં તે ચેષ્ટા કાઉસ્સગ્ગ જે પ્રકારે અભિભવ કાયોત્સર્ગ કરાય છે તે પ્રમાણે ક૨વામાં આવે તો સૂત્રની સાથે વિરોધ છે અર્થાત્ સૂત્રાનુસારી ક્રિયા નથી, તેથી સ્થૂલથી તે કાયોત્સર્ગની ક્રિયા અસાવદ્ય જણાય તોપણ સૂત્ર વિરુદ્ધ ક્રિયા હોવાથી સાવદ્ય જ છે. ૮૪ આ રીતે પૂર્વપક્ષીની આચ૨ણા સાવદ્ય છે તેમ બતાવ્યા પછી નિવારિત પણ છે તેમ બતાવવા માટે કહે છે – શાસ્ત્રાનુસારી ક્રિયાના આસેવનમાં તત્પર આગમના જાણનારાઓ વડે તેવી પ્રવૃત્તિ નિવારિત છે= પ્રસ્તુત દંડકથી કરાતી ભુજાપ્રલંબમાત્ર કાયોત્સર્ગની પ્રવૃત્તિ નિવારિત છે, આથી જ ઘણા સુવિહિતોને સંમત નથી, માટે જે પ્રવૃત્તિ સાવદ્ય હોય, સુવિહિતોથી નિવારિત હોય અને ઘણા સુવિહિતોને સંમત ન હોય તે પ્રવૃત્તિને જિત વ્યવહાર કહી શકાય નહિ, માટે પ્રમાદરૂપી મદિરાના મદથી હણાયેલા જીવો શાસ્ત્ર વિરુદ્ધ આચરણાને સેવનારાની પ્રવૃત્તિને પ્રમાણ કરીને જે કાયોત્સર્ગ સ્વીકારે છે તેને જિત વ્યવહારથી પણ પ્રમાણ કહી શકાય નહિ. આ રીતે પ્રસંગથી પ્રમાદીની આચરણા અયુક્ત છે તેમ સ્થાપન કર્યું, તેથી પ્રસંગના કથનથી સર્યું. પૂર્વમાં કહેલા નિયત પ્રમાણવાળો જ પ્રસ્તુત દંડકનો કાયોત્સર્ગ છે એમ ફલિત થાય છે. લલિતવિસ્તરા : इहोच्छ्वासमानमित्यं, न पुनर्थ्येयनियम:, यथापरिणामेनैतत्स्थापनेशगुणतत्त्वानि वा स्थानवर्णार्थालम्बनानि वा, आत्मीयदोषप्रतिपक्षो वा, एतद् विद्याजन्मबीजं, तत् पारमेश्वरम्, अतः इत्थमेवोपयोगशुद्धेः, शुद्धभावोपात्तं कर्म्म अवन्ध्यं सुवर्णघटाद्युदाहरणात्, एतदुदयतो विद्याजन्म, कारणानुरूपत्वेन । युक्त्यागमसिद्धमेतत्, तल्लक्षणानुपाति च, ‘વર્ષો ગૃહમેર્યક્રર્, માનુષ્ય પ્રાપ્ય સુન્દરમ્ । तत्प्राप्तावपि तत्रेच्छा, न पुनः संप्रवर्त्तते ।। १ ।। विद्याजन्माप्तितस्तद्वद्, विषयेषु महात्मनः । तत्त्वज्ञानसमेतस्य, न मनोऽपि प्रवर्त्तते । । २ । । विषग्रस्तस्य मन्त्रेभ्यो, निर्विषाङ्गोद्भवो यथा । विद्याजन्मन्यलं मोहविषत्यागस्तथैव हि ।। ३ ।। शैवे मार्गेऽत एवासौ, याति नित्यमखेदितः । ન તુ મોહવિષપ્રસ્ત, ફતરÆિત્રિવેતર: ।।૪।।
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy