SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ચરણદયાણ અર્થ ભક્ષણ ન થઈ શકે અને અસ્પર્શનીયનો અર્થ સ્પર્શ ન થઈ શકે તેવો બોધ અજ્ઞાનરૂપ છે તેમ જે શુશ્રષાદિથી પારમાર્થિક તત્વનો બોધ થતો નથી, પરંતુ આ અભય છે માટે ભક્ષણ ન થઈ શકે તેના જેવો વિપર્યાસવાળો બોધ છે તેમાં જ્ઞાનના અભાવરૂ૫પણું છે, જો આ પ્રમાણે છેઃવિષયતૃષ્ણાને શાંત ન કરે તેવું જ્ઞાન અજ્ઞાન છે તે પ્રમાણે છે, તેનાથી શું–તેનાથી શું પ્રાપ્ત થાય ? એને કહે છે – યથોદિત શરણના અભાવમાં=પૂર્વમાં કહેલ વિવિદિષાના વિરહરૂપ શરણના અભાવમાં, આ=જ્ઞાન= વિષયતૃષ્ણાને અપહાર કરનાર સમ્યમ્ જ્ઞાન, નથી જ, આ રીતે પણ=વિવિદિષારૂપ શરણથી વિષયતૃષ્ણાનું અપહારી જ્ઞાન થાય છે એ રીતે પણ, શું? શું પ્રાપ્ત થાય છે? એને કહે છે – અને તે=શરણ, પૂર્વની જેમ અભયાદિ ધર્મની જેમ, ભગવાથી થાય છે. ll૧૮ ભાવાર્થ વળી, કેટલાક જીવોને સર્વ કર્મ રહિત શુદ્ધ આત્મા કેવા સ્વરૂપવાળો છે અને તેની પ્રાપ્તિનો પારમાર્થિક ઉપાય શું છે તેના પરમાર્થને જાણવાને અનુકૂળ ઉત્કટ ઇચ્છારૂપ વિવિદિષા વગર શુશ્રુષાદિ ગુણો થાય છે જ. કેમ સંસારના પરિભ્રમણના ઉચ્છેદના પારમાર્થિક રહસ્યને જાણવાના ઉત્કટ અભિલાષ વગર ધર્મશાસ્ત્રને સાંભળવા આદિ પરિણામો થાય છે ? તેથી કહે છે – હું શાસ્ત્રના બોધવાળો છું' તે પ્રકારની પૂજાના અભિલાષથી, ‘હું ધર્મી છું તે પ્રકારની ખ્યાતિના અભિલાષથી કે મુગ્ધ બુદ્ધિથી ધર્મ સાંભળવાના અભિલાષા થાય છે તે સંસારના ઉચ્છેદના ઉપાયપણાથી અન્ય એવા ઉપાયપણાથી થાય છે, તેથી તેવા શુશ્રુષાદિ સર્વ ગુણો સ્વાર્થ સાધકપણાથી ભાવસાર થતા નથી; કેમ કે તત્ત્વના નિર્ણય માટે ચિત્તના અવક્રગમનરૂપ માર્ગગમનની પ્રવૃત્તિથી તે શુશ્રુષાદિ થયેલા નથી, પરંતુ બાહ્ય પદાર્થોને આશ્રયીને પ્રવર્તતા વક્ર ચિત્તના ગમનથી થયેલા શુશ્રુષાદિ છે, તેથી તે શ્રવણ આદિની સર્વ ક્રિયા યાવતુ શાસ્ત્રના શબ્દોનો સ્થૂલથી થતો યથાર્થ બોધ પોતાના પ્રયોજનનો સાધક બનતો નથી; કેમ કે તે બોધ મોહધારાની વૃદ્ધિનું જ કારણ છે. કેમ વિવિદિષા વગર તેઓને ભાવસાર શુશ્રુષાદિ થતા નથી ? તેમાં યુક્તિ બતાવે છે – વસ્તુ અંતરના ઉપાયથી જેઓ શાસ્ત્રનું શ્રવણ આદિ કરે છે તેઓમાં તત્ત્વના પરિજ્ઞાનથી દૂરવર્તી ભાવ વર્તે છે; કેમ કે તેઓ પ્રબલ મોહનિદ્રાથી યુક્ત છે, આથી જ સંસારની વિડંબનાનો કઈ રીતે ઉશ્કેદ થાય તેના પરમાર્થને પ્રાપ્ત કરવાની ઉત્કટ જિજ્ઞાસાથી શાસ્ત્રો ભણતા નથી, ઉપદેશ સાંભળતા નથી, પરંતુ અનાદિથી બાહ્ય પદાર્થને જોનારી મૂઢ દૃષ્ટિથી જેમ ભોગાદિમાં પ્રયત્ન કર્યો તેમ શાસ્ત્રશ્રવણાદિમાં પણ મૂઢતાથી પ્રયત્ન કરે છે, તેથી તેઓ પ્રબળ મોહની નિદ્રાથી યુક્ત છે, માટે આત્મકલ્યાણનું કારણ બને તેવા શુશ્રુષાદિ થતા નથી. વળી, આ કથન અધ્યાત્મ ચિંતક અન્ય વડે પણ કહેવાયું છે તેમ બતાવીને અન્ય દર્શનના તત્ત્વના અર્થી યોગીઓ પણ પરમાર્થને જોનારા હોય છે અને તેઓ પણ વિવિદિષાને અન્ય શબ્દ દ્વારા સ્વીકારીને મોક્ષના કારણરૂપે સ્વીકારે છે અને તે વિવિદિષા ભગવાનથી થાય છે તેમ સ્વીકારે છે તે બતાવવા માટે કહે છે –
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy