SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ લલિતવિસ્તર ભાગમ કયા વચનથી કહેવાયું છે? એથી કહે છે – જે કારણથી અવધૂત આચાર્યએ યોગીના માર્ગના પ્રણાયક એવા આચાર્યએ, કહ્યું છે, કહેલાને જ=અવધૂત આચાર્ય વડે જે કહેવાયું છે એને જ બતાવે છે – અપ્રત્યયતા અનુગ્રહ વગર=સદાશિવકૃત ઉપકાર વગર=જેમને સંસારના ક્લેશનો કોઈ પ્રત્યય નથી તેવા સદા સુખવાળા સિદ્ધોના કરાયેલા ઉપકાર વગર, ઉક્ત રૂપવાળા તત્વશુશ્રષાદિ=સિદ્ધતુલ્ય થવાનું કારણ બને તેવા તત્વના પરમાર્થને સાંભળવાની ઈચ્છા આદિ રૂપ શુશ્રષાદિ, થતા નથી જ, કયા કારણથી=સદાશિવના ઉપકાર વગર તત્વશભૂષાદિ કયા કારણથી થતા નથી ? એથી કહે છે – પાણી - સ્વાદિષ્ટ દૂધ અને અમૃત જેવા જ્ઞાનનું અજનકપણું હોવાથી સદાશિવની કૃપા વગર તત્વશુશ્રષાદિ થતા નથી એમ અવાય છે=ઉદક અર્થાત્ જલ, પયમ્ અર્થાત્ ક્ષીર, અમૃત અર્થાત્ સુધા, તતુલ્ય અર્થાત્ ઉદક આદિ સમાન વિષયતૃષ્ણાના અપહારીપણાને કારણે શ્રુત-ચિંતા-ભાવનારૂપ જ્ઞાનો તેનું અજનકપણું હોવાથી સિદ્ધ ભગવંતોના અનુગ્રહ વગર તત્વશુશ્રષાદિ થતા નથી, દિ=જે કારણથી, તત્વગોચર જ શુશ્રષાદિ મૃદુ-મધ્યમ કે અધિક માત્રાની અવસ્થાવાળા આવા સ્વરૂપવાળા જ્ઞાનના જનક છે=શ્રુત-ચિંતાદિ જ્ઞાનના જનક છે, ઈતર શુશ્રુષાદિને જાણતા તે જ અવધૂત આચાર્ય જ, કહે છે – વળી, લોકસિદ્ધ સામાન્યથી લોકમાં પ્રતિષ્ઠિત શુશ્રષાદિ, સુખ તૃપના આખ્યાતના વિષયવાળાની જેમ અન્ય અર્થવાળા જ થાય છે=જે પ્રમાણે સૂતેલા અર્થાત્ શય્યાગત રાજાના નિદ્રા લાભ માટે કથાનક વિષયવાળા શુશ્રુષાદિ અત્યાર્થવાળા જ થાય છે, પરંતુ કથાનકના પરિજ્ઞાનના અર્થવાળા નહિ, “ત્તિ' શબ્દ અવધૂત આચાર્યના કથનની સમાપ્તિવાળો છે. સર્વના તાત્પર્ય કહે છે=અવધૂત આચાર્યના કથનના તાત્પર્ય કહે છે – દિ=જે કારણથી, વિષયતૃષ્ણાનું અપહારી જ જ્ઞાન છે= અર્થાત્ જે કારણથી વિષના આકારવાળા વિષયના અભિલાષનું તિવર્તક જ જ્ઞાન અર્થાત્ તત્વબોધ છે. કેવા પ્રકારનું જ્ઞાન છે ? એથી કહે છે – વિશિષ્ટ કર્મના ક્ષયોપશમથી થનારું જ્ઞાન છે=વિશિષ્ટ એવા મિથ્યાત્વમોહના વિષયવાળા ક્ષયોપશમથી થનારું જ્ઞાન છે, અનભિમતના પ્રતિષેધને કહે છે=જે જ્ઞાન કલ્યાણ માટે અનભિમત છે તેવા જ્ઞાનના પ્રતિષેધ માટે કહે છે – અન્ય=વિષયતૃષ્ણાનું અનાહારી, જ્ઞાન નથી જ સ્થૂલથી જ્ઞાન હોવા છતાં પરમાર્થથી જ્ઞાન નથી જ, સાનં એ પ્રમાણે લલિતવિસ્તરામાં અધ્યાહાર છે તે બતાવવા માટે જ્ઞાનપતિ થતે એમ કહેલ છે, કયા કારણથી=વિષયતૃષ્ણાનો અપહાર ન થતો હોય તેવું જ્ઞાન પરમાર્થથી જ્ઞાન કયા કારણથી નથી ? એથી કહે છે – પૂર્વમાં કહેવાયેલા એવા અભક્ષ્ય અસ્પર્શતીય વ્યાયથી અજ્ઞાનપણું છે તત્વચિંતામાં જ્ઞાનના અભાવરૂપપણું છે અર્થાત્ જેમ માંસ અભક્ષ્ય છે તે પથ્થરની જેમ ભક્ષણ અયોગ્ય નથી, પરંતુ પાપજનક છે માટે ભક્ષણ અયોગ્ય છે અને ચંડાલની સ્ત્રી આકાશની જેમ સ્પર્શ ન થઈ શકે તેવી નથી, પરંતુ શિષ્યલોકને અસ્પર્શનીય છે, છતાં અભક્ષ્યનો
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy