SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ લલિતવિસ્તરા ભાગ-૨ વડે જ નિરાકાર સ્વચ્છ સંવેદન માત્ર વગર બીજા સંવેદનોનું ભ્રાંતિમાત્રપણું હોવાને કારણે એકાંતથી જ અસત્વનો સ્વીકાર છે અને તે રીતે સુગતના શિષ્યો ચાર પ્રસ્થાનવાળા છે તે રીતે, સીગત પ્રસ્થાન ચતુષ્ટયનું લક્ષણ આ છે=આગળ બતાવે છે એ છે, જે યથાથી બતાવે છે – મતિમાન એવા વૈભાષિક વડે જ્ઞાનથી યુક્ત અર્થ કહેવાય છે=બૌદ્ધની પ્રથમ શાખા અનુસાર જ્ઞાનથી યુક્ત અર્થ જીવોને પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે. બાહ્ય વસ્તુનો વિસ્તાર પ્રત્યક્ષ નથી એ પ્રમાણે સૂત્રાંતિકો વડે આશ્રય કરાયો છે=બાહ્ય વસ્તુનો વિસ્તાર જ્ઞાનથી ઉત્તરમાં અમેય છે, જ્ઞાન સ્વસંવેદનરૂપ પ્રત્યક્ષ છે, બાહ્ય વસ્તુનો વિસ્તાર પ્રત્યક્ષ તથી અનુમેય છે એમ સૂત્રાંતિક મતવાળા સ્વીકારે છે. યોગાચારના મતને અનુસરનારા વડે પર એવી સાકાર બુદ્ધિ કહેવાઈ છે=બૌદ્ધની ત્રીજી શાખા પ્રકૃષ્ટ સ્પષ્ટ એવા બોધને સ્વીકારે છે, પરંતુ બોધતા વિષયભૂત ય પદાર્થો જ્ઞાનથી અતિરિક્ત નથી તેમ માને છે, ખરેખર ! કૃત બુદ્ધિવાળા મધ્યમો =માધ્યમિકો, સ્વચ્છ પરા સંવિદને માને છે =કૃતાર્થ થયેલી બુદ્ધિવાળા માધ્યમિકો ઘટાકાર-પટાકાર સ્વરૂપ જ્ઞાન પણ ભ્રાંતિરૂપ છે, પરમાર્થથી કોઈ વિષયના આકાર વગરની સ્વચ્છ પ્રકૃષ્ટ સંવિત્તિને તત્વરૂપે માને છે. ત્તિ શબ્દ બોદ્ધના ચાર મતના લક્ષણની સમાપ્તિ માટે છે. બાહ્ય વસ્તુનો વિસ્તાર પ્રત્યક્ષ નથી, જે કારણથી આ=બાહ્ય વસ્તુનો વિસ્તાર, પાછળથી અતુમેય જ છે એમ અવય છે. કેમ પાછળથી અનુમય છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – આલંબન પ્રત્યયપણું હોવાથી=પ્રત્યક્ષજ્ઞાનમાં આલંબનનું પ્રત્યયપણું હોવાથી, સ્વજન્ય પ્રત્યક્ષજ્ઞાનકાળમાં=બાહ્ય વસ્તુથી થનારા પ્રત્યક્ષજ્ઞાનકાળમાં, ક્ષણિકપણું હોવાથી=જ્ઞાનના વિષયભૂત બાહ્ય પદાર્થોનું ક્ષણિકપણું હોવાથી, વ્યાવૃતપણું હોવાને કારણે=બાહ્ય પદાર્થના પ્રત્યક્ષજ્ઞાનકાળમાં બાહ્ય પદાર્થનો અભાવ હોવાને કારણે, પ્રત્યક્ષજ્ઞાનનો વિષય બાહ્ય વસ્તુ નથી, પરંતુ તે જ્ઞાનગત નીલાદિ આકારની અન્યથા અનુપાતિના વશથી=બાહ્ય પદાર્થને અવલંબીતે થયેલા જ્ઞાનગત નીલાદિ આકારની અન્યથા અનુપપતિના વશથી, પાછળથી=પ્રત્યક્ષજ્ઞાન થયા પછી, તે જ્ઞાનનો વિષય અનુમેય જ છે, વળી, તે જ્ઞાનનો સ્વ-આત્મા જ પ્રત્યક્ષ છે તે જ્ઞાનનું પોતાનું સ્વરૂપ જ બોધ કરનારને પ્રત્યક્ષ છે; કેમ કે સ્વસંવેદનરૂપપણું છે=જ્ઞાનનું સ્વસંવેદનરૂપપણું છે, અને તેઓ વડે પણ=સૂત્રાંતિકો વડે પણ, બુદ્ધ જિનપણારૂપે સ્વીકારાયા છે, તે કહેવાયું છે – શૌદ્ધોદન, દશબલ, બુદ્ધ, શાક્ય, તથાગત, સુગત, મારજિત્, અયવાદી સમંતભદ્ર અને જિન એ સિદ્ધ અર્થવાળા છે વ્યુત્પત્તિ અર્થવાળા છે. ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે.
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy