________________
(૪૬) આ રીતે સર્વજ્ઞમાં પ્રત્યક્ષ–અનુમાન–ઉપમાનઆગમ અને અર્થોપત્તિરૂપ પ્રમાણપંચક વ્યતિકાન્તત્વનું ખંડન કરવા દ્વારા સર્વજ્ઞ પાંચે પ્રમાણથી ગમ્ય છે તે સિદ્ધ કર્યું. હવે પૂર્વપક્ષીએ તેરમા કલેકમાં-બvમાનવસ્ત્રાવૃત્તત્રામવા માનતા' એ વચનથી પ્રમાણપંચના વિરહથી સર્વજ્ઞના વિષયમાં અભાવને સ્વીકાર કરે એ જ પ્રમાણ છે એમ જે જણાવ્યું તેનું ખંડન કરતાં કહે છે–વિકલ્પને ન સહન કરવાથી તમે જે કહ્યું તે અયુક્ત છે. પ્રમાણપંચકના વ્યતિરેકથી સર્વસને અભાવરૂપે માનવામાં આ પ્રમાણે ત્રણ વિકલ્પ થાય છે. (૧) શું સર્વજ્ઞ પ્રમાણપંચકના વિરહથી અભાવરૂપ જ છે. (૨) અથવા જ્ઞાનવિનિમુક્ત આત્મસ્વરૂપ છે. (૩) અથવા અન્ય ઉપલબ્ધિ-પ્રાસિરૂપ છે.
તેમાં પ્રથમ અભાવરૂપ નથી. જે સર્વજ્ઞ અભાવરૂપ જ હોય તે આકાશકુસુમની સૌરભની જેમ તેમાં અનિર્વચનીયતા પ્રાપ્ત થાય અને તેથી તેમાં સર્વજ્ઞાભાવપરિચ્છેદપણાની અસિદ્ધિ થાય.
(૪૭) ભાવપરિચ્છેદપણું અભાવનું ત્યારે જ ઘટી શકે જ્યારે પરિચછેદકત્વ અભાવને ધર્મ હાય પણ તેમ નથી, પરિચછેદકત્વ જ્ઞાનને ધર્મગુણ છે, અભાવને નહીં.
શંકા-ભલે અભાવમાં પરિચ્છેદકત્વ ન હોય પરંતુ અભાવ પરિચ્છેદકજ્ઞાનજનકપણું હોવાથી સર્વજ્ઞાભાવપ્રમાપકપણું તેમાં ઘટી શકશે.
સમાધાન–અભાવત્વના વિધથી અભાવમાં અભાવપરિ. છેદકજ્ઞાનજનકત્વને અભાવ છે. અભાવત્વ અને તાદશજ્ઞાનજનકત્વ બને પરસ્પર વિરોધી ધર્મ હોવાથી બનેલું એક