________________
પ. સર્વાસિદ્ધિની ટીકા “સર્વહિતા :
આ “સર્વજ્ઞસિદ્ધિ” ગ્રન્થ તેમાં પ્રતિપાદન કરેલા વિષયને અંગે ખૂબ જ અગત્યનો હોવા છતાં પ્રાચીનતકશૈલિની કઠિનતાને કારણે તેનું અધ્યયન કરનારા વિરલ જ રહ્યા છે, તે માટે જે તેના ઉપર ટીકા કરવામાં આવે તો તેને ઉપગ વધે એ હકીકત છે.
જો કે આ ગ્રન્થરત્ન ઉપર સ્યાદ્વાદવિદ્યાવારિધિ સૂરિ સાર્વભૌમ શ્રી હરિભદ્રાચાર્ય મહારાજે જ પણ ટીકા રચી હેવાનું વિશેષરતુ સર્વશબ્રિટી સેલઃ આ “સ્વપજ્ઞ અનેકાન્ત જયપતાકા” વૃત્તિના ઉલ્લેખથી જણાય છે પણ હાલ તે દુર્ભાગ્યવશ તે ટીકા આપણું હાથમાં રહી નથી. પણ નામશેષ જ બનવા પામેલ છે. તેવી પરિસ્થિતિમાં આ મહત્વપૂર્ણ ગ્રન્થ સુગમ અને સુવાચ્ય બને તે માટે અમારા પ્રગુરુવર્ય શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષપાણિ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરજી મહારાજશ્રીએ સારી જહેમત લઈ આ પ્રન્થની સર્વને હિત કરનારી એવા સાર્થક નામવાળી “સર્વહિતા” ટીકા રચી છે. આમાં સહેલાઈથી પ્રસ્થના રહસ્ય વાચકવર્ગ સમજી શકે તે રીતે ગ્રન્થના હાર્દને સ્કુટ કરવાને યથાશક્ય પ્રયત્ન કરેલ છે. વળી ગ્રન્થનું પઠન-પાઠન સરલ બને અને તેને વ્યાપક પ્રચાર થાય તે વસ્તુ પણ નજરમાં રાખેલ છે.
કેટલીક ટીકાએ અતિ વિસ્તારવાળી હોય છે, તેથી વાચક એ વાંચતાં કંટાળે અનુભવે છે. કેટલાક વાચકે તે તેમાં પ્રવૃત્ત જ થતાં નથી, વધુ પડતો વિસ્તાર વાચકને મૂળ ગ્રન્થથી દૂર દૂર લઈ જાય છે. અને એ ગ્રન્થના અભ્યાસને અંગે ઈષ્ટ ગણાયું નથી. આ સર્વ લક્ષ્યમાં રાખીને આ ટીકા પ્રસ્તુત ગ્રન્થ