SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત પોતાને રાગી-દ્વેષી વગેરે સ્વરૂપે માનતો રાગ-દ્વેષાદિ ભાવકર્મનો કર્તા પ્રતિભાસે છે. પરંતુ રાગાદિનો વાસ્તવમાં કર્તા બનતો નથી. આ મુજબ શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો મત છે. “આત્મા રાગાદિકર્તા બનતો નથી' - આ શુદ્ધ દ્રવ્યાર્થિકનો અભિપ્રાય છે. તથા “રાગાદિનો કર્તા હોય તેવું લાગે છે' - આ અભિપ્રાય અશુદ્ધ દ્રવ્યાર્થિકનો છે. પરંતુ હકીકત એ છે કે આ આત્મા જેમ શીત-ઉષ્ણસ્પર્શસ્વરૂપ પુદ્ગલપરિણામરૂપે કદાપિ પરિણમતો નથી, તેમ અજ્ઞાનદશામાં પણ આ આત્માને વાસ્તવમાં રાગ-દ્વેષ-સુખ-દુઃખ વગેરે સ્વરૂપે પરિણમાવવો શક્ય જ નથી. કેમ કે તે હંમેશા અત્યન્ત શુદ્ધ જ છે. આ શુદ્ધદ્રવ્યાર્થિકનયનો અભિપ્રાય છે. * શુદ્ધોપયોગને પ્રગટાવીએ જ ઉપરની તમામ બાબતને જાણીને સ્વ-પરનું તાત્ત્વિક ભેદવિજ્ઞાન મેળવવું. “મોહનીય કર્મનો પરિણામ રાગ-દ્વેષ છે. તથા વેદનીયકર્મનો પરિણામ સુખ-દુઃખ છે. આઠેય કર્મ પૌદ્ગલિક છે. તેથી રાગાદિ એ એ પુદ્ગલપરિણામસ્વરૂપ જ છે, આત્મપરિણામસ્વરૂપ નથી જ. રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ અવસ્થા પૌદ્ગલિક , કર્મના ઉદયનો સ્વાદ છે. આ મારો (= આત્માનો) સ્વાદ નથી' - આ મુજબ ભેદજ્ઞાનના બળથી - સાધક રાગાદિના પ્રતિભાસમાં એકત્વબુદ્ધિ = તાદાભ્યબુદ્ધિ કરવાના બદલે ફક્ત શેયપણાની જ બુદ્ધિને 0 કરે છે. મારા અનુભવમાં રાગાદિનો પ્રતિભાસ થાય છે. પણ તે મારું સ્વરૂપ નથી. હું તો માત્ર - જ્ઞાનસ્વરૂપ છું' - આ મુજબ આત્માર્થી સાધક જરાય અજ્ઞાનરૂપે પરિણમતો નથી. પરંતુ સ્વયં જ્ઞાનમય રએ બની જાય છે. તેથી રાગાદિભાવકર્મના ઉદય કાળે તે સ્પષ્ટપણે અનુભવે છે કે “આ હું આત્મા રાગાદિને લ ફક્ત જાણું જ છું. રાગને તો પુદ્ગલકર્મ કરે છે. મારામાં રાગાદિનો પ્રતિભાસ કરનારું જ્ઞાન પ્રગટ થાય છે. તથા કર્મપુદ્ગલોમાં મારી ચેતનાનો સહારો લઈને રાગ વગેરે પ્રગટ થાય છે. પુદ્ગલકર્મમાં વો પુલકર્તક રાગાદિનો ઉદય થાય છે. પણ તેનો હું માત્ર જ્ઞાતા જ છું. મારા જ્ઞાનમાં રાગાદિનો માત્ર છે પ્રતિભાસ થાય છે. રાગ અને જ્ઞાનાત્મક એવા મારા વચ્ચે કર્મ-કર્તભાવ સંબંધ કે ભોગ્ય-ભોજ્વભાવ સંબંધ કે સ્વ-સ્વામિત્વભાવ વગેરે સંબંધ વિદ્યમાન નથી. મતલબ કે “રાગાદિ કાર્ય (= કર્મ) અને જ્ઞાનસ્વરૂપ હું (કે જ્ઞાન) રાગાદિનો કર્તા - એવું નથી. “રાગાદિ ભોગ્ય અને જ્ઞાનસ્વરૂપી હું (કે જ્ઞાન) તેનો ભોક્તા' એવો પણ સંબંધ નથી. તેમ જ “રાગાદિ મારી મૂડી અને જ્ઞાનસ્વરૂપી હું (કે જ્ઞાન) તેનો માલિક' - તેવો સંબંધ પણ ત્યાં સંભવતો નથી. પણ રાગાદિ અને જ્ઞાન વચ્ચે માત્ર પ્રતિભાસ-પ્રતિભાસકભાવ જ સંબંધ છે. રાગાદિ પ્રતિભાય છે. જ્ઞાનસ્વરૂપી હું અતન્મયભાવે તેનો પ્રતિભાસક છું. શેયના લક્ષ વગર, શેયમાં પ્રવિષ્ટ થયા વિના, શેયની પાસે ગયા વિના, શેયથી અત્યંત ઉદાસીનભાવે રહીને, સ્વસમ્મુખ રહેતાં-રહેતાં જ જ્ઞાનદર્પણમાં પ્રતિબિંબિત રાગાદિસ્વરૂપ કે લોકાલોકસ્વરૂપ એવા જ્ઞેય પરપદાર્થનો જ્ઞાનસ્વરૂપી એવો હું પ્રતિભાસક છું. જ્ઞાન અને મારા વચ્ચે અપૃથક્ સ્વરૂપે શેય-જ્ઞાયકભાવ સંબંધ રહેલો છે. <> જ્ઞાનને જ ફૉય બનાવીએ <> મતલબ કે મારા માટે શેય ફક્ત જ્ઞાન જ છે, ઘટાદિ કે રાગાદિ નહિ. હું જ્ઞાનથી અપૃથફ બનીને જ્ઞાનનો શાયક = જ્ઞાતા છું. જ્ઞાન અને મારા વચ્ચે જુદાપણું (= પાર્થક્યો નથી. હું આત્મસ્વરૂપ નિર્મળ
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy