SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૧૩/૧૫)] શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈ રે, જાણિ વિભાવસ્વભાવ; શુદ્ધઈ શુદ્ધસ્વભાવ છઈ રે, અશુદ્ધઈ અશુદ્ધસ્વભાવો રે ।।૧૩/૧૫।। ૩૯૫ (૨૨૩) ચતુર. ॥ શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકનયઈ સંમુગ્ધઈં વિભાવસ્વભાવ છઇ. શુદ્ધ દ્રવ્યાર્થિકનયઈ શુદ્ધસ્વભાવ, અશુદ્ધ દ્રવ્યાર્થિકનયઈ અશુદ્ધસ્વભાવ (જાણિ=) જાણવો. સ *ઈતિ પરમાર્થ ચતુર નર સમજવઉ.* ||૧૩/૧૫॥ परामर्शः शुद्धाशुद्धनयाद् विद्धि हि विभावस्वभावताम् । शुद्धे शुद्धस्वभावोऽस्त्यशुद्धेऽशुद्धस्वभावता । ।१३/१५।। * વિભાવ-શુદ્ધ-અશુદ્ધવભાવમાં નયયોજના :- શુદ્ધ-અશુદ્ધ દ્રવ્યાર્થિકનયથી વિભાવસ્વભાવને તમે જાણો. શુદ્ધનયમાં શુદ્ધસ્વભાવ માન્ય છે તથા અશુદ્ઘનયમાં અશુદ્ધસ્વભાવ માન્ય છે. (૧૩/૧૫) * આત્મા રાગાદિનો કર્તા લાગે છે, છે નહિ આ :- આ આત્મા ગાઢ મિથ્યાત્વથી વણાયેલા એવા અજ્ઞાનથી પોતાનો અને પારકાનો ભેદ પારખી શકતો નથી. તેવી અવસ્થામાં એકપણાના = તાદાત્મ્યના અધ્યાસના લીધે પારકાને (= રાગાદિને) પોતાના સ્વરૂપે માનતો અને પોતાને પારકાસ્વરૂપે માનતો જીવ વિભાવસ્વભાવવશ સ્વયં અજ્ઞાનમય બની જાય છે. તેથી ત્યારે તે રાગાદિ ભાવકર્મનો કર્તા હોય તેવો પ્રતિભાસ થાય છે. આ ]] બાબતની વિસ્તારથી સ્પષ્ટતા આમ સમજવી કે જેમ ઠંડક અને ગરમીનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણસ્વરૂપ પુદ્ગલના પરિણામની જે અવસ્થા છે, તે પુદ્ગલથી અભિન્ન હોવાથી આત્મા કરતાં અ સદાય અત્યંત ભિન્ન છે, તથા તેના નિમિત્તે થતો તેવા પ્રકારનો અનુભવ એ આત્માથી અભિન્ન હોવાથી પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેમ તેવો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ -દુઃખાદિસ્વરૂપ પુદ્ગલપરિણામની જે દશા છે, તે (કર્મ) પુદ્ગલથી અભિન્ન હોવાના લીધે આત્માથી કાયમ ઢો તદ્દન જુદી છે તથા તેના નિમિત્તે થતો તથાવિધ અનુભવ એ આત્માથી અભિન્ન હોવાના લીધે પુદ્ગલથી હંમેશા અત્યંત અલગ છે. તેમ છતાં તેવા પ્રકારની સાચી સમજણ ન હોવાથી ‘તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ મારાથી સાવ જુદા છે. હું તો તેનો અનુભવ કરનાર છું આ રીતે સ્વ-પરનો ભેદ આત્મા જાણતો નથી. તેથી ત્યારે તે અજ્ઞાની જીવ કર્મના ગુણધર્મસ્વરૂપ રાગ-દ્વેષાદિમાં એકતાનો = અભિન્નતાનો અધ્યાસ (= આરોપ) કરે છે. તેના લીધે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે પોતે પરિણમેલો હોય-પરિણમતો હોય તેમ માનતો સ્વયમેવ અજ્ઞાનમય બને છે. તેથી ત્યારે ‘આ હું રાગ કરું છું, દ્વેષ કરું છું' - ઈત્યાદિ રીતે * ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy