SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત ખરો. પરંતુ “રાગાદિ જીવના પરાશ્રિત પરિણામ છે' - આવું જાણનાર જીવ નિશ્ચયાભાસી બને તેવી શક્યતા નથી. તથા ‘રાગ વગેરે વ્યવહારથી જીવના પરિણામ છે. છતાં પણ નિશ્ચયથી તો તે અજીવના જ પરિણામ છે. તેથી તે ત્યાજ્ય જ છે. મારે તેને છોડવા જ છે' - આવી પ્રતિજ્ઞા કરનારો સાધક વ્યવહારાભાસી કે નિશ્ચયાભાસી થતો નથી. તેથી તેવી પ્રતિજ્ઞાનું બળ વધતાં ‘દેહ-ગેહ-નેહ વગેરેથી આત્મા જુદો જ છે' - આવી ભેદવિજ્ઞાનની પરિણતિ જીવંત બને છે. તેમ થતાં તે ભેદવિજ્ઞાની સાધકને અમૂર્ત-અશરીરી-વીતરાગ એવા પોતાના આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર પ્રગટે છે. એક વાર સમ્યક સ્વાનુભૂતિ થયા બાદ પોતાના અમૂર્ત શુદ્ધ આત્મદ્રવ્યને જ જોવા-જાણવા-માણવા માટેની અભિલાષા રએ દઢ થતી જાય છે. શુદ્ધ આત્મદ્રવ્યમાં અખંડ રમણતા કરવા માટે તીવ્ર તલસાટ અને તરવરાટ પ્રગટે ,, છે. કર્મોદયજન્ય રાગાદિ પરિણામોની તદન ઉપેક્ષા કરીને, તેને જરા પણ મહત્ત્વ આપ્યા વિના, શુદ્ધ આ આત્મદ્રવ્યમાં જ લીન થવાનો આસનમુક્તિગામી સાધક અભ્યાસ કરે છે. આ રીતે અમૂર્ત શુદ્ધ (d આત્મદ્રવ્યસંબંધી દષ્ટિ પ્રબળ થતાં નવા-નવા શરીર-ઈન્દ્રિય-કર્મ વગેરેને ગ્રહણ કરવાની પરંપરાનો વિચ્છેદ થવાથી મૌલિક અમૂર્ત આત્મસ્વભાવ નજીકના સમયમાં જ પ્રગટ થશે - તેમ સમજવું. આમ અનેકનયરિએ સમન્વયસ્વરૂપ પ્રમાણમાંથી ઉપાદેય તત્ત્વને પકડવાનું છે. તેના દ્વારા સમ્યગુ એકાન્તને સાધવામાં તત્પર જ થવાનું છે. 69 પરમાણુમાત્ર પણ મારું દ્રવ્ય નથી ? વ! તેથી પ્રસ્તુતમાં પરદ્રવ્યાદિવિષયક મમતા વગેરે ઉત્પન્ન કરનાર અસભૂતવ્યવહારની ઉપેક્ષા A કરીને, અમૂર્ત આત્મદ્રવ્યનો આવિર્ભાવ કરવાની કામનાવાળા સાધકે નિર્દાન્તપણે શુદ્ધનિશ્ચયનયને પોતાની ભૂમિકા અનુસાર પકડવો જોઈએ. તે માટે સમયસારની ૩૨૪ મી ગાથાની વારંવાર વિભાવના કરવી જરૂરી છે. તે ગાથાનો અર્થ આ મુજબ છે કે “જેમણે પદાર્થનું સ્વરૂપ નથી જાણ્યું તેવા પુરુષો વ્યવહારનયની ભાષા મુજબ “પદ્રવ્ય મારું છે' - આમ બોલે છે. પરંતુ કોઈ પરમાણુમાત્ર પણ મારું દ્રવ્ય નથી' - એમ જ્ઞાનીઓ નિશ્ચયથી જાણે છે.” આ ગાથાર્થની સાચી વિભાવનાથી તમામ દ્રવ્યકર્મનો અને ભાવકર્મનો ઉચ્છેદ કરીને પોતાની મૌલિક અમૂર્તતા વહેલી તકે હાંસલ કરવી. તે માટે પોતાના અમૂર્તસ્વભાવને ઉપાદેય તરીકે જાણવો. ખાલી જાણવું તે ખરેખર જાણવું નથી. તેવી જાણકારી તો અભવ્ય પાસે પણ ઘણી હોય છે. પરંતુ ઉપાદેય તરીકે અમૂર્ત આત્મસ્વભાવને જાણવો તે જ ખરેખર જાણવું છે. આ રીતે જાણવામાં આવે તો જ આપણું જ્ઞાન સમ્યફ બની શકે. બાકી તો કોમ્યુટરમાં ભેગી કરેલી માહિતી જેવી ભારબોજરૂપ જાણકારી બને. તેથી અમૂર્તસ્વભાવને ઉપાદેય તરીકે જાણીને તેને ઝડપથી આત્મસાત્ કરીએ, તે જ આપણું અંગત અને આત્મીય કર્તવ્ય છે. આ પ્રમાણેનો આધ્યાત્મિક ઉપદેશ અહીં પ્રત્યેક આત્માર્થી સાધકે પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે ઉપદેશ મુજબ વર્તન કરવાથી દ્રવ્યલોકપ્રકાશમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ સુલભ થાય. ત્યાં શ્રીવિનયવિજય ઉપાધ્યાયે કહેલ છે કે “તે સિદ્ધાત્માઓ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોથી મુક્ત હોય છે. તથા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર વગેરે આઠ ગુણોથી યુક્ત હોય છે.' (૧૩/૧૧)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy