SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૨/૯)] ૩૮૯ ઇમ કહતાં “મૂર્તતા જો પુદ્ગલદ્રવ્યવિભાજક અંત્ય વિશેષ છઈ, તો તેહનો ઉપચાર આત્મદ્રવ્યઈં કિમ હોઈ ? અનઈ જો તે અંત્ય વિશેષ નહીં, તો અન્યોન્યાનુગમઈ અમૂર્તતાનો ઉપચાર પુદ્ગલદ્રવ્યઈં કિમ ન હોઈ ?” એહવી શંકા કોઈકનઈં હોઇ છઈ, તે ટાલવાનઈં કહઈ છઈ - અનભિભૂત જિહાં મૂર્તતા રે, અમૂર્તતા તિહાં નાહિં; જિહાં અભિભૂત અમૂર્તતા રે, મૂર્તિ અનંત્ય તે માહિ રે ।।૧૩/૧૧/ (૨૧૯) ચતુર. ૨ જિહાં પુદ્ગલદ્રવ્યનઈ મૂર્તતા (અનભિભૂત=) અભિભૂત નથી, કિંતુ ઉદ્ભૂત છઈ, તિહાં અમૂર્તતા સ્વભાવ (નાહિં=) ન હોઈં. તે માટઈં અમૂર્તતા અપુદ્ગલ દ્રવ્યનો અંત્ય વિશેષ. સ અનઈં જિહાં આત્મદ્રવ્યનઈં કર્મદોષઈ* અમૂર્તતા અભિભૂત છઈ, (તે માહિં=) તિહાં મૂર્તતા *અનંત્ય અનુગમજનિત સાધારણ ધર્મરૂપ હોઈ. વ तथा च - अन्योऽन्यानुगमाविशेषेऽपि क्वचिदेव किञ्चित् केनचित् कथञ्चिदभिभूयते इति યથાામવ્યવહારમાશ્રયળીયમ્ ॥૧૩/૧૧/ परामर्श: यत्राऽतिरोहिता मूर्त्तिरमूर्त्तता न तत्र तु । यत्र तिरोहिताऽमूर्त्तिः तत्रैवाऽनन्त्यमूर्त्तता । । १३ /११ ।। તુ પ્રગટ મૂર્તતા હોય ત્યાં અમૂર્તવ્યવહારનો નિષેધ હ અ :- જ્યાં મૂર્તતા પ્રગટ હોય ત્યાં અમૂર્તતા કહેવાતી નથી. જ્યાં અમૂર્તતા ઢંકાયેલી હોય ત્યાં જ અનંત્ય = અચરમ મૂર્તતા કહેવાય છે. (૧૩/૧૧) / આપણી અમૂર્તતાને પ્રગટાવીએ / d. હમણાં આપણામાં મૂર્તતા પ્રગટપણે પ્રતીયમાન છે. કર્મના દોષથી આપણી મૌલિક અમૂર્તતા વર્તમાન કાળે પરાભવ પામી ચૂકેલ છે. જેમ જેમ જ્ઞાનાવરણીય વગેરે દ્રવ્યકર્મ અને અ રાગ-દ્વેષ-મોહ વગેરે ભાવકર્મ રવાના થાય તેમ તેમ આત્માની મૌલિક અમૂર્તતા પ્રગટ થવાની સંભાવના વધતી જાય. તે માટે સૌપ્રથમ ઘર, શરીર, સ્નેહરાગ વગેરે મારા છે' - આ પ્રમાણેની મિથ્યામતિ છોડવી જોઈએ. કેમ કે તે મિથ્યામતિ જ ચિત્તવૃત્તિને બહિર્મુખ કરે છે. ‘ઘર, શરીર, રાગ વગેરે પરમાર્થથી યો પુદ્ગલના પરિણામ છે' - આવું માનનારા જીવમાંથી વ્યવહારાભાસીપણું રવાના થાય છે. ‘ઘર, શરીર, રાગ વગેરે માત્ર પુદ્ગલના જ પિરણામ છે' - આવું માનનારો જીવ કદાચ નિશ્ચયાભાસી થાય પણ I પુસ્તકોમાં ‘અંત્ય’ પદ નથી. કો.(૯) + લી.(૨+૪) + આ.(૧)માં છે. ૬ લી.(૧+૩)માં ‘મૂર્ત અનંત' પાઠ. * B(૨)માં ‘ન હોઈ’ અશુદ્ધ પાઠ. • લી.(૩)માં ‘અનભિભૂત’ અશુદ્ધ પાઠ. ♦ B(૨)માં ‘અમૂર્તતા' અશુદ્ધ પાઠ. ♦ કો.(૯) + આ.(૧)માં ‘અત્યંત’ પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે. * મ.+શાં.માં ‘...વનુમૂર્ત’ ઈતિ અશુદ્ધ પાઠ.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy